બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન થયું મજબૂત આગામી ૩ દિવસ ભારે વરસાદનું એલર્ટ, ફૂંકાઈ શકે તેજ પવન આંધ્ર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ સાથે પવન ફુંકાવાની સંભાવના છે
ચોમાસાની વિદાય સાથે જ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે અર્નબ વાવાઝોડું મજબૂત બન્યું છે અને તેની અસર દેશના ઘણા બધા રાજ્યોમાં જાેવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દિલ્હી બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને પંજાબ સહિતના રાજ્યોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ એ શુક્રવારે પણ વરસાદ, તેજ પવન ફૂંકાવાને લઈને એલર્ટ જારી કર્યું છે.
અર્નબ વાવાઝોડાની અસરના કારણે દેશના કેટલાક રાજ્યોમાં શુક્રવાર અને ૨૫ સપ્ટેમ્બરે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપી, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બંગાળ અને છત્તીસગઢમાં આજે વરસાદ થાય તેવી પ્રબળ સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અર્નબ વાવાઝોડાની અસરના કારણે કેટલાક રાજ્યોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સાથે જ ઓરિસ્સાના નીચાણવાળા વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડ નું જાેખમ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે જેના કારણે ૮,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી ૩ દિવસ માટે ઉત્તર પ્રદેશના ઘણા બધા જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનના કારણે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. જેના કારણે ઓરિસ્સા સહિત આંધ્રપ્રદેશ પછી યુપીમાં પણ વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. યુપીમાં ૨૩ જેટલા માટે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ એ પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને તેજ હવા ફૂંકાવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ દરમિયાન નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત, ઋષિકેષ, ચમોલી સહિતના પર્વતીય વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને આંધી ફૂંકાય તેવી શક્યતા છે.
હિમાચલ પ્રદેશમાં કાંગડા, મંડી, ચંબા અને બિલાસપુરમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.




