રાહુલ ગાંધી મૌન! કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીના શશિ થરૂરે કર્યા ભરપેટ વખાણ કોંગ્રેસના આ નેતા પાર્ટીથી જાણે અલગ જાેવા મળી રહ્યા છે
ફ્લાયદુબઈનું દુબઈથી તેલ અવીવ જઈ રહેલું વિમાન લગભગ ક્રેશ થવાને આરે હતું અને ગુજરાતી મૂળના પાલયટ સ્મિત મચ્છરે અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરીને આ વિમાને ક્રેશ થતું બચાવ્યું. સ્મિતના આ પરાક્રમને આખી દુનિયાએ બિરદાવ્યું પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ સાહસ ઉપર પણ રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. સ્મિત મચ્છર એક ભારતવાસી અને ખાસ કરીને તો ગુજરાતી છે. ત્યારે રાહુલ ગાંધીને તેમની આ બહાદુરી પર પ્રશંસાના શું બે શબ્દો પણ જડી રહ્યા નથી? આ ચૂપ્પી પાછળ શું કારણ? કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતાએ રાહુલ ગાંધીને આ મામલે જાણે અરીસો દેખાડી દીધો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળથી સાંસદ શશિ થરૂરે ફ્લાયદુબઈના ભારતીય મૂળના પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીના ભટપેટ વખાણ કર્યા છે. એકવાર ફરીથી કોંગ્રેસના આ નેતા પાર્ટીથી જાણે અલગ જાેવા મળી રહ્યા છે. કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ કેપ્ટન સ્મિતની બહાદૂરીને બિરદાવવાથી જાણે અંતર જાળવી લીધુ છે. જ્યાં આખો દેશ અને દુનિયા સુદ્ધા કેપ્ટન સ્મિતની પ્રશંસા કરી રહી છે ત્યાં સોશિયલ મીડિયા પર બિલોરી કાચ લઈને શોધતા પણ એક પોસ્ટ જાેવા મળી રહી નથી.
રાહુલ ગાંધી આ અવસરે ભલે ચૂપ્પી સાધીને બેઠા છે પરંતુ શશિ થરૂર એવા ગણ્યાગાંઠ્યા કોંગ્રેસી નેતાઓમાં સામેલ થયા છે જેમણે ખુલ્લા મને કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી છે. તેમણે એક ઈઝરાયેલી મહિલાનો વીડિયો રીપોસ્ટ કર્યો જેમાં તે મહિલા કેપ્ટન મચ્છરની બહાદુરીના ગુણગાન કરતી હતી. કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ૧૭૪ લોકોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છરની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે “કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસામાં એક ઈઝરાયેલી મહિલા તરફથી બનાવવામાં આવેલો વીડિયો તેમની બહાદુરીનું જીવંત વર્ણન છે.”




