ધ્વની પ્રદૂષણ અને અઝાનના અધિકારો મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટ નિયમોનું પાલન કરતી મસ્જિદમાં સ્પીકર પર અઝાન ના રોકી શકાય સ્પીકરથી ઘોંઘાટ નહીં કરીએ તેવી મસ્જિદની ખાતરી બાદ હાઇકોર્ટ દ્વારા છૂટ આપવામાં આવી અલ્લાહાબાદ હાઇકોર્ટે સહારનપુર પોલીસ અને જિલ્લા પ્રશાસનને કહ્યું હતું કે જાે મસ્જિદો ધ્વની પ્રદૂષણના નિયમોનું પાલન કરતી હોય તો તેની પાંચ વખતી નમાઝ પઢવામાં કોઇ પણ પ્રકારની ખલેલ ના પહોંચાડવામાં આવે. અઝાન પઢવી તે અરજદાર મસ્જિદ સંચાલકોનો અધિકાર છે.આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના પથેડ ગામમાં આવેલી આયેષા મસ્જિદ સાથે જાેડાયેલો છે. મસ્જિદ સંચાલકોએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી દલીલ કરી હતી કે અઝાન માટે પોલીસ અને જિલ્લા પ્રશાસન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની ના પાડે છે. જ્યારે કોર્ટના આદેશમાં લાઉડ સ્પીકરનો નિયમોનું પાલન કરીને ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે.જ્યારે રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની કોઇએ ના નથી પાડી, માત્ર ધ્વની પ્રદૂષણના કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં એક લિમિટ સુધીના અવાજની જ મંજૂરી અપાયેલી હોય છે.દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટના જજ અજીત કુમાર અને ગરીમા પ્રસાદે પોતાના આદેશમાં કહ્યું હતું કે અરજદારો ધ્વની પ્રદૂષણના નિયમોનું પાલન કરશે તેવુ સોગંદનામુ રજુ કરશે. જાે આ નિયમોનું લાન ના થાય તો પોલીસ પ્રશાસન નિયમો મુજબ કાર્યવાહી કરવા સ્વતંત્ર છે. હાલ હાઇકોર્ટે લાઉડ સ્પીકરની છૂટ આપી દીધી છે.




