નેહા શર્માની કાનૂની કાર્યવાહીની ચેતવણી AI દુરુપયોગ સામે અભિનેત્રી ક્રિતિ સેનન હાઈકોર્ટ પહોંચી પરવાનગી વિના ચહેરા અને ઓળખનો ઉપયોગ કરીને AI વીડિયો-તસવીરો બનાવવાના કિસ્સાઓ સામે કલાકારોનું કડક વલણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સેલિબ્રિટીઓના ચહેરા અને ઓળખના દુરુપયોગના વધતા કિસ્સાઓ વચ્ચે અભિનેત્રી ક્રિતિ સેનને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે પોતાનાં નામ, તસવીર અને દેખાવના અનધિકૃત ઉપયોગ સામે વ્યક્તિત્વનાં અધિકારોનું રક્ષણ માગ્યું છે.જસ્ટિસ પુરુષૈન્દ્ર કુમાર કૌરવની બેન્ચે ક્રિતિનાં વકીલને આ મુદ્દે સંબંધિત ચુકાદા અને સંશોધનપત્રો રજુ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી ૨૯ ઓક્ટોબરે થશે.બીજી તરફ, અભિનેત્રી નેહા શર્માએ એક્સ પર પોસ્ટ કરીને તેની સંમતિ વિના ચહેરાનો ઉપયોગ કરીને છૈં વીડિયો કે તસવીરો બનાવનારાઓને ચેતવણી આપી છે. તેણે આવી સામગ્રી તાત્કાલિક હટાવવા અને દોષિતો સામે કાનુની કાર્યવાહી કરવાની વાત કરી છે. નકલી એકાઉન્ટ કે છૈં પાછળ છુપાઈને જવાબદારીથી બચી શકાશે નહીં, તેમ તેણે સ્પષ્ટ કહ્યું છે.અક્ષય કુમાર, અનિલ કપૂર, વરુણ ધવન, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા અને અન્ય કલાકારોએ પણ પોતાની ઓળખના અનધિકૃત ઉપયોગ સામે કાનુની રક્ષણ માગ્યું છે. રશ્મિકા મંદાનાનો મેનિપ્યુલેટેડ વીડિયો વાયરલ થયા બાદ ભારતમાં ડીપફેક અંગેની ચર્ચા વધુ તેજ બની હતી.છૈંના વધતા ઉપયોગ વચ્ચે વ્યક્તિની સંમતિ, ડિજિટલ ઓળખ અને પ્રતિષ્ઠાનું રક્ષણ હવે મહત્ત્વનો કાનુની મુદ્દો બની રહ્યો છે.




