પેરિસ દૂતાવાસે જાહેર કર્યા ઈમરજન્સી હેલ્પલાઇન નંબર ફ્રાન્સમાં ભડકેલા રમખાણો અને કરફ્યુ વચ્ચે ભારતીયો માટે એડવાઇઝરી જારી તમામ ભારતીય નાગરિકોને અત્યંત સતર્ક રહેવા અને પૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી ફ્રાન્સમાં ફાટી નીકળેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો, હિંસક અથડામણો અને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં લાદવામાં આવેલા કરફ્યુના પગલે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસે ફ્રાન્સમાં વસતા ભારતીય નાગરિકો તેમજ ત્યાં પ્રવાસનું આયોજન કરી રહેલા પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા એડવાઇઝરી જારી કરવામાં આવી છે.ભારતીય દૂતાવાસ દ્વારા ફ્રાન્સમાં સતત વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતીય નાગરિકોને સંપૂર્ણ સાવચેતી રાખવા, પ્રદર્શન સ્થળો અને ભારે ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવા તેમજ સ્થાનિક ફ્રેન્ચ વહીવટીતંત્રના સુરક્ષા ર્નિદેશોનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.ભારતીય મિશન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવેલા મુદ્દાઓ વિશે વાત કરીએ તો ફ્રાન્સમાં તાજેતરના અશાંત ઘટનાક્રમો અને કેટલાક વિસ્તારોમાં લગાવવામાં આવેલા કરફ્યુને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીય નાગરિકોને અત્યંત સતર્ક રહેવા અને પૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.આ ઉપરાંત મોટી ભીડ એકઠી થતી હોય, જાહેર સભાઓ યોજાતી હોય કે વિરોધ પ્રદર્શનો અને હિંસાની શક્યતા હોય તેવા સ્થળો પર જવાનું સંપૂર્ણપણે ટાળવાનું તેમ જ ફ્રાન્સના સ્થાનિક પોલીસ પ્રશાસન અને વહીવટી સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. જાે ફ્રાન્સમાં રહેતા કોઈપણ ભારતીય નાગરિક કે પ્રવાસીને અણધારી કટોકટી કે મુશ્કેલીનો સામનો કરવો પડે, તો તેઓ તાત્કાલિક નીચે આપેલા સંપર્કાે દ્વારા ભારતીય દૂતાવાસ કે કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક સાધી શકે છે.




