વ્હાઇટ હાઉસે દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ પર ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડનો ગંભીર આરોપ ડેમોક્રેટ સમિતિના અહેવાલમાં ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડના આક્ષેપોનો ઉલ્લેખ, ટ્રમ્પના વહીવટીતંત્રે આરોપો નકાર્યા ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝરલેન્ડ બીટ્રિસ કેઉલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ૧૯૯૩માં એક હોટલમાં બળાત્કાર કરવાનો ગંભીર આક્ષેપ કર્યાે છે. અમેરિકી કોંગ્રેસની ડેમોક્રેટ સમિતિના તાજેતરના અહેવાલમાં આ બાબત સામે આવી છે, જેમાં ટ્રમ્પ અને જેફરી એપ્સટીનના કથિત સંબંધો તપાસાયા છે. જાે કે વ્હાઈટ હાઉસે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને પ્રમુખને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ગણાવીને ફગાવી દીધા છે.અહેવાલ મુજબ અમેરિકન ડ્રીમ પેજન્ટ સ્પર્ધા દ્વારા યુવતીઓને કારકિર્દી, શિક્ષણ અથવા વિઝાની મદદની લાલચ આપીને સંપર્ક સાધવામાં આવતો હતો. નવેમ્બર ૧૯૯૩માં ૨૪ વર્ષીય બીટ્રિસ કેઉલ આ સ્પર્ધા માટે અમેરિકી ગઈ હતી. ત્યાં પ્લાઝા હોટલમાં ટ્રમ્પ સાથે તેની મુલાકાત થઈ, જ્યાં ટ્રમ્પે તેને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ અને વિઝામાં મદદની ઓફર આપી હોવાનું કહેવાય છે. આ દરમ્યાન જેફરી એપ્સટીને પણ તેનો સંપર્ક કર્યાે હતો. કારકિર્દી અને અભ્યાસમાં મદદની આશાએ કેઉલ ટ્રમ્પના પ્રતિનિધિ સાથે હોટલના રૂમમાં પહોંચી હતી. કેઉલના આક્ષેપ મુજબ રૂમમાં પ્રવેશતાં જ ટ્રમ્પે પાછળથી પકડીને તેની સાથે બળજબરીપૂર્વક ક્રૂર દુષ્કર્મ આચર્યું, જેમાં તેના કપડા ફાટી ગયા અને ઈજાઓ થઈ. ઘટના પછી ટ્રમ્પે તેને ચૂપ રહેવા કહ્યું અને શો ચાલુ રહેવો જાેઈએ તેમ કહીને મદદની ખાતરી ફરી ઉચ્ચારી હતી.આ ઘટના પછી કેઉલ સ્વિટ્ઝરલેન્ડ પાછી ફરી અને ટ્રમ્પની ભવિષ્યની ઓફરોને ઠુકરાવી દીધી. આ અહેવાલમાં ૧૯૯૭ના જિલ હાર્થ કેસ તથા ઈ.જીન કેરોલ કેસ જેવા ભૂતકાળના વિવાદોનો પણ ઉલ્લેખ છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ આ દાવાઓને ખોટા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પ સામે આ બાબતે કોઈ ફોજદારી કેસ નોંધાયો નથી.




