(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત રાજ્યમાં વકફ બોર્ડની સ્થાપના વર્ષો પહેલાં લઘુમતી સમાજની મિલકતોના હિત માટે કરવામાં આવી હતી. પરંતુ હાલ માં વકફ બોર્ડ ના જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેઓ વધુ માં વધુ લઘુમતી સમાજનું અહિત થાય અને તેઓની ધાર્મિક હેતુઓ માટેની જગ્યાઓ લાગવગીયા અને મળતીયા બિલ્ડરો ને પધરાવી દેવાના બદઈરાદે વકફ બોર્ડ ની કામગીરી થતી હોવાનું ધ્યાન પર આવેલ છે. વકફ બોર્ડ ના જે અધિકારીઓ અને જજોની નિમણૂંક કરવામાં આવે છે તેઓ ચોક્કસ સમાજ માંથી આવે છે. અને તેઓ લઘુમતી સમાજની વિરૂધ્ધ કામગીરી કરે એવા હેતુથી જ ગુજરાત અને દેશમાં એમની નિમણૂંક કરવામાં આવે છે.દેશના ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં વક્ફ બોર્ડની જગ્યાઓ પડાવી લેવાનું કાયદેસરનું જાણે કે અભિયાન ચાલી રહ્યું હોય એમ અત્યારે લાગી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વક્ફ બોર્ડમાં નોંધાયેલી અનેક મિલ્કતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત સુરતમાં વક્ફની મોટી મોટી મિલ્કતો બિલ્ડરોને પધરાવવા માટે કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરની એક કબ્રસ્તાનની જગ્યાના ગેરકાયદેસર ગણોતિયા બતાવીને સદર કબ્રસ્તાનની જગ્યા પૈસા પાત્ર બિલ્ડરને પધરાવી દેવા સુરતના તત્કાલિન જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરે એ ઝારાવાડ મુલતાની પંચ મસ્જિદ/કબ્રસ્તાન ના ટ્રસ્ટ સર્વે નં.૩૬, ફા.ટી.પી.૮, ફા.પ્લોટ નં.૮૩ ઉમરવાડા સુરતની જગ્યાના ટ્રસ્ટીઓ ધ્વારા કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો હોવા છતાં તેને ખેતીની જમીન બતાવી તેના ગણોતિયા નક્કી કરી ગણોતધારા હેઠળ જમીન ગણોતિયાને પધરાવી દેવામાં આવી અને આ જમીનમાં વર્ષો જૂના કોર્ટ કેસ અને વિવાદ ચાલતા હોવા છતાં ખોટી એફિડેવિટો રજૂ કરી તેવી જમીન સુરતના તત્કાલિન કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ બિનખેતીના હુકમ કર્યો અને આવો હુકમ સીધેસીધો કરી દેવામાં આવ્યો હોઈ તેવું માની શકાય નહિ. કારણકે આ જમીન બાબતમાં વકફ બોર્ડ, ગુજરાત હાઈકોર્ટ, સ્થાનિક કોર્ટ માં કેસ ચાલુ હોવા છતાં ખોટા એફિડેવિટોના આધારે વકફ બોર્ડની પરમીશન વગર આ જગ્યાને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવાના તેમજ NA કરવાના ગેરકાયદેસરના હુકમ કરવામાં આવેલ છે. કબ્રસ્તાન/મસ્જિદ ની જગ્યાને ગણોતધારો લાગુ પડતો નથી. તેમાં છતાં ભ્રષ્ટાચાર આચરી ને જ ગેરકાયદેસર રીતે ગણોતધારો લગાડેલ છે. આવા ભ્રષ્ટ અધિકારીઓએ કરેલી કામગીરી ની પણ તપાસ કરવી જરૂરી છે.
હવે જો વાત કરીએ ગુજરાત વક્ફ બોર્ડની તો ગુજરાત વક્ફ બોર્ડમાં મેસર્સશ્રી કુબેરજી એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી અને તેના વતી ભાગીદાર હેમંત નરેશ અગ્રવાલ, રહેવાસી ૭૦૧ / શ્યામ આવાસ, ભટાર રોડ સુરત ની એક અરજી પર થી સામાવાળાઓને સાંભળ્યા વગર બુખારી પીર સાહેબની દરગાહ કબ્રસ્તાન ઝારાવાડ મુલતાની મસ્જીદ ની જગ્યા વક્ફના PTR માંથી નામ કમી કરવા હુકમ કરી દીધો હતો. મેસર્સશ્રી કુબેરજી એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી અને તેના વતી ભાગીદાર હેમંત નરેશ અગ્રવાલ ને ઉપરોક્ત જગ્યા બાબતમાં તેઓને કોઈ હક્ક કે અધિકાર નથી. તેઓ કુબેરજી એન્ટરપ્રાઇઝના ભાગીદાર હોવાના કોઈપણ પુરાવા સરકારશ્રી, કલેકટર કે વકફ બોર્ડ સમક્ષ આજદિન સુધી રજૂ કરેલ નથી. તેઓ જ્યારે કુબેરજી એન્ટરપ્રાઇઝના ભાગીદાર જ ના હોય તો ભાગીદાર
તરીકેના તેઓ પાસે કોઈ પુરાવા જ ના હોય તો તેઓએ કલેક્ટર સમક્ષ ઉપરોક્ત સર્વે નં.૩૬ વાળી જમીન અંગે તેઓને કોઈ લાગતું વળગતું ના હોય તેઓને આ જમીન અંગે કોઈ વાંધો કે વિરોધ કરવાનો હક્ક કે અધિકાર ના હોય તો તેઓ કઈ રીતે લેન્ડ ગ્રેબિંગ જેવો ગંભીર ગુનાની ફરિયાદ કરી શકે? અને તત્કાલિન સુરત કલેક્ટર સૌરભ પારઘી અને લેન્ડ ગ્રેબિંગ કમિટી જમીનના માલિક કે માલિક તરીકેના હક્ક પુરાવા જોયા વગર જ લેન્ડગ્રેબિંગ જેવી ફરિયાદ દાખલ કરાવી શકે? શું કલેક્ટર એટલે ગમે તેવી ફરિયાદ દાખલ કરવાનો અધિકાર મળી જાય છે? ઝારાવાડ મુલતાની પંચ મસ્જિદ/કબ્રસ્તાન ના ટ્રસ્ટ સને ૧૯૨૮ થી નોંધાયેલી સંસ્થા છે.
કોઈ વ્યક્તિ, સંસ્થા વિરૂધ્ધમાં કોઈ ફરિયાદ હોય તો એવી ફરિયાદના સામા પક્ષકારને સાંભળ્યા વગર ગુજરાત વક્ફ બોર્ડ ના ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારીએ હુકમ કર્યો એની પાછળ શું આશય હોઈ શકે? સામા- પક્ષકારને સાંભળ્યા વગર કરેલા હુકમ પાછળ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું માનવા પાછળ કારણ છે. સુરત શહેરના તત્કાલિન કલેકટર તરીકે ફરજ બજાવતા સૌરભ પારધીને લોટરી લાગી હોય એમ કબ્રસ્તાનની જગ્યા અંગે કોઈ પણ પ્રકાર ની ખાતરી, ખરાઈ કે સ્થળ ની ચકાસણી કર્યા વગર કે સ્થળ ઉપર વિઝીટ કર્યા સદર જગ્યાના કબજા અંગે માહિતી મેળવ્યા વગર એક તરફી નિર્ણય લઈ જગ્યાના ઘારક સામે લેન્ડ ગ્રેબિંગ જેવી ગંભીર ગુનાની ફરિયાદ દાખલ કરી એ કોઈ સેવાના ભાગ રૂપે તો કે ફરજના ભાગરૂપે તો નહિં જ પરંતુ એની પાછળ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એમ લાગી રહ્યું છે.
એક તો કબ્રસ્તાનની જગ્યા તેમાં ફૂલ ઝાડ હોઈ ત્યાં ખેતી થતી નથી અને કબ્રસ્તાનની જગ્યાને ખેતીની જગ્યા બતાવી ગણોતિયો દાખલ કરવો? જ્યારે મામલતદાર પોતાના અભિપ્રાયમાં ગણોતધારો લાગુ ના પડે એવો સ્પષ્ટ અભિપ્રાય લેખિત આપેલ હોઈ તેને કઈ રીતે નકારી શકાય?
વક્ફ બોર્ડમાં નોંધાયેલી અલગ અલગ મુસ્લીમ સંસ્થાની નોંધાયેલી જગ્યાઓ માનીતા બિલ્ડરોને પધરાવવા માટે કાવાદાવા કરી અને આવા કાવાદાવામાં પાવરધા એવા કર્મચારીઓ, અધિકારીઓ અને જજો ને બેસાડી ગુજરાતમાં લઘુમતી સમાજની જગ્યાઓ હસ્તગત કરવાના પેંતરા ચાલી રહેલા છે. એમાં સરકાર, સરકારી અધિકારીઓ અને વક્ફ માં બેસાડેલા માનીતા જજો પણ ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. ગુજરાત વકફ બોર્ડની ગેરકાયદેસરની કાર્યવાહી સામે ભારત સરકારના સેન્ટ્રલ વકફ બોર્ડ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં ઝારાવાડ મુલતાની પંચ મસ્જિદ/કબ્રસ્તાન ના ટ્રસ્ટનું નામ વકફ બોર્ડના PTR માંથી કમી કરાવા સામે પડકારવામાં આવશે તેમજ તત્કાલિન સુરત કલેક્ટરો જયપ્રકાશ શિવહરે અને સૌરભ પારઘી એ ખોટી કામગીરી કરવા બદલ તેઓની વિરુધ્ધમાં ફરિયાદ કરવામાં આવશે.




