‘કિંગ’ના પોસ્ટરથી સોશિયલ મીડિયા પર વિવાદ શાહરૂખ ખાનની ‘કિંગ’ પર નકલના આરોપો, ચાહકોએ કરી ટીકા ‘ધુરંધર ૨’ સાથે પોસ્ટરની સરખામણી થતાં વિવાદ વધ્યો, ચાહકોએ મૌલિકતા પર સવાલ ઉઠાવ્યા બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નું નવું પોસ્ટર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આ પોસ્ટરમાં શાહરૂખ ખાનના લુકને કેટલાક ચાહકોએ પસંદ કર્યાે છે, જ્યારે અન્ય યુઝર્સે પોસ્ટરની સરખામણી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’ સાથે કરી છે. પોસ્ટરની રંગસંગતિ, આગની પૃષ્ઠભૂમિ અને દૃશ્યરચનામાં સામ્ય હોવાનો દાવો કરતાં કેટલાક લોકોએ ફિલ્મના મેકર્સ પર નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. ‘કિંગ’ના પોસ્ટરમાં શાહરૂખ ખાનના એક હાથમાં બંદૂક છે, જ્યારે હોઠ વચ્ચે લાલ ગુલાબ દેખાય છે. પાછળ આગમાં લપેટાયેલા વિમાન જેવું દૃશ્ય જાેવા મળે છે. શાહરૂખનો આ રફ અને ઇન્ટેન્સ લુક એક્શન તથા રોમાન્સના મિશ્રણનો સંકેત આપે છે. જાેકે, પોસ્ટર જાહેર થયા બાદ અભિનેતાના લુક કરતાં તેની ડિઝાઇન અને અન્ય ફિલ્મોના પોસ્ટર સાથેની સામ્યતાની ચર્ચા વધુ થઈ રહી છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે પોસ્ટરની ટીકા કરતાં લખ્યું કે, તમે લુક, આગ અને ળેમની નકલ કરવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ ક્યારેય ‘ધુરંધર’ બની શકતા નથી. અન્ય એક યુઝરે પોસ્ટરને નિશાન બનાવીને લખ્યું, ‘દરેક માસ્ટરપીસની એક સસ્તી નકલ હોય છે.’ કેટલાક લોકોએ પોસ્ટરને સામાન્ય એક્શન ફિલ્મના ટેમ્પ્લેટ જેવું ગણાવ્યું અને તેની મૌલિકતા સામે સવાલો ઉઠાવ્યા છે. વિવાદ માત્ર ‘ધુરંધર ૨’ સુધી સીમિત રહ્યો નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ‘કિંગ’ના અગાઉના પ્રમોશનલ પોસ્ટરની સરખામણી હોલિવૂડ અભિનેતા બ્રેડ પિટની ફિલ્મ ‘હ્લ૧’ સાથે પણ કરી છે. એક યુઝરે એવો પણ આરોપ લગાવ્યો કે ફિલ્મની વાર્તા ‘લિયોન: ધ પ્રોફેશનલ’ જેવી લાગે છે અને હવે પોસ્ટરની ડિઝાઇન પણ બીજી ફિલ્મોથી પ્રેરિત છે. આ ઉપરાંત, કેટલાક લોકોએ પોસ્ટરને એઆઈદ્વારા તૈયાર કરાયેલી નબળી કૃતિ ગણાવી છે. જાેકે, આ તમામ દાવા સોશિયલ મીડિયા યુઝર્સની ટિપ્પણીઓ છે અને પોસ્ટરની નકલ થઈ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. બીજી તરફ, શાહરૂખ ખાનના ચાહકોએ અભિનેતાના લુક અને પોસ્ટરનું સમર્થન પણ કર્યું છે. કેટલાક ચાહકોએ તેના ઇન્ટેન્સ અંદાજને ફિલ્મ માટે ઉત્સાહ વધારનારો ગણાવ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર જાેરદાર શરૂઆત કરશે તેવી આશા વ્યક્ત કરી છે. એક ચાહકે તો ફિલ્મના પ્રથમ દિવસના ભારતીય નેટ કલેક્શનનો આંકડો રૂપિયા ૧૦૦ કરોડ સુધી પહોંચવાની આગાહી પણ કરી છે. આમ, પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર ટીકા અને પ્રશંસા બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે.શાહરૂખ ખાને પોસ્ટર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું, ફરી યાદ આવ્યું, હું કાતિલ નહીં, પ્રેમી છું. આ સંવાદ તેમની વર્ષ ૧૯૯૦ની ફિલ્મ ‘બાદશાહ’ના ટાઇટલ ટ્રેકની શરૂઆતની પંક્તિઓની યાદ અપાવે છે. ફિલ્મ ‘કિંગ’નું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ શાહરૂખ ખાન સાથે ‘પઠાણ’માં કામ કર્યું હતું. ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મારફ્લિક્સ પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ‘કિંગ’માં શાહરૂખ ખાન ઉપરાંત તેની પુત્રી સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, અર્શદ વારસી, જયદીપ અહલાવત, જેકી શ્રોફ, રાઘવ જુયાલ અને અભય વર્મા સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જાેવા મળશે.




