બે વિમાનો અને બે વિન્ડમિલ સહિત ૫૧૦ કરોડની સંપત્તિ જપ્ત અનિલ અંબાણી જૂથ સામે ED ની મોટી કાર્યવાહી અનિલ અંબાણી જૂથ સામેના અનેક કેસોમાં ઈડી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૩૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત
ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગુ્રપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ વધુ એક મોટી કાર્યવાહી કરીને બે વિમાનો, બે વિન્ડ મિલ ઉપરાંત અન્ય પ્રોપર્ટી મળીને આશરે રુ. ૫૧૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ સાથે સંકળાયેલા બેંક લોન કૌભાંડ અને નાણાકીય ગેરરીતિના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.ઈડીના જણાવ્યા અનુસાર, રિલાયન્સ કોમ્યુનિકેશનના રુ.૨૬૩.૦૫ કરોડના બેંક ળોડ કેસમાં બે ચાર્ટર્ડ વિમાનો, મહારાષ્ટ્રમાં આવેલી જમીનના છ પ્લોટ અને એક ઓફિસ પરિસર સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે રિલાયન્સ કેપિટલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ સાથે સંકળાયેલા રુ. ૨૪૭.૧૨ કરોડના બેંક ળોડ કેસમાં તમિલનાડુમાં આવેલી બે વિન્ડમિલ, બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, રોકાણ અને અન્ય લેણાંની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.આ બંને કેસમાં નવી કાર્યવાહી સાથે અનિલ અંબાણી ગુ્રપ સામે વિવિધ કેસોમાં ઈડી દ્વારા અત્યાર સુધીમાં ળીઝ અથવા જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું કુલ મૂલ્ય આશરે રુ. ૨૩,૧૦૦ કરોડ થયું હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. ઈડીની તપાસ સીબીઆઈ દિલ્હી, આથક ગુના શાખા (ઈઓડબલ્યુ) દિલ્હી અને ઈઓડબલ્યુ મુંબઈમાં નોંધાયેલી અનેક ફરિયાદોના આધારે શરૂ કરવામાં આવી હતી. તપાસ હેઠળ રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કોમશયલ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ળાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેમા હેઠળ પણ બે અલગ કેસોની પણ તપાસ કરવામાં આવી રહી છે.ઈડીના દાવા મુજબ, તપાસમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવાયેલા જાહેર ભંડોળને અન્યત્ર ડાયવર્ટ કરવા, વ્યક્તિગત ઉપયોગ માટે કંપનીઓની સંપત્તિને સુરક્ષિત રાખવાના હેતુથી આઈબીસી કાયદાનો દુરુપયોગ કરવા અને નાણાંને ભારતની બહાર ટેક્સ હેવન ગણાતા દેશોમાં મોકલવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી. તપાસ એજન્સીનો વધુમાં આરોપ છે કે જાહેર નાણાંનો મોટો હિસ્સો પ્રમોટરો અને તેમના પરિવારના વ્યક્તિગત લાભ માટે પણ વપરાયો હતો.આ કેસોમાં ઈડી અત્યાર સુધીમાં ૧૦ વ્યક્તિઓની ધરપકડ કરી છે. પીએમએલએ હેઠળ છ પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી છે.જ્યારે ફેમા હેઠળ પણ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે ઈડીની વધુ તપાસ ચાલુ હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.




