CDS જનરલ એન.એસ. રાજા સુબ્રમણિની જાહેરાત.૭૫% અગ્નિવીરોને હવે ૪ નહીં, ૬ વર્ષ સુધી મળશે સેનામાં સેવા કરવાની તક.ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પસંદગીના ૭૫% અગ્નિવીરોને વધુ બે વર્ષનું સર્વિસ એક્સટેન્શન મળશે. ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપતા અગ્નિવીરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણિએ અગ્નિવીરોના સેવાકાળને લઈને મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા ૭૫ ટકા અગ્નિવીરોને વધુ બે વર્ષ સુધી સેવામાં રહેવાની તક આપવામાં આવશે. આ ર્નિણયથી હવે પસંદગીના અગ્નિવીરોનો કુલ સેવાકાળ ચાર વર્ષથી વધીને છ વર્ષ થઈ શકશે.
અત્યાર સુધી અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષનો સેવાકાળ પૂર્ણ થયા બાદ માત્ર ૨૫ ટકા અગ્નિવીરોને નિયમિત કેડરમાં સામેલ કરવાની જાેગવાઈ હતી. જ્યારે બાકીના ૭૫ ટકા અગ્નિવીરોને સેવા પૂર્ણ થયા બાદ સેનામાંથી મુક્ત કરવામાં આવતા હતા.
જાેકે, નવા ર્નિણય મુજબ નિયમિત કેડરમાં સામેલ ન થનારા પસંદગીના ૭૫ ટકા અગ્નિવીરોને વધુ બે વર્ષ સેવા કરવાની તક મળશે. આ સેવા લંબાવવાનો ર્નિણય સંબંધિત અગ્નિવીરની સંમતિ અને પસંદગીના આધારે રહેશે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા પ્રથમ બેચના અગ્નિવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. નવેમ્બર ૨૦૨૬ના મધ્યથી પ્રથમ બેચના અગ્નિવીરોને તબક્કાવાર મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થવાની હતી.
પ્રથમ બેચમાં ત્રણેય સૈન્ય પાંખોમાં કુલ ૨૪,૪૦૦ અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી. જેમાં આશરે ૧૮,૩૦૦ અગ્નિવીરો ચાર વર્ષ પૂર્ણ થયા બાદ સેવામાંથી બહાર થવાના હતા.
કેન્દ્ર સરકારે જૂન ૨૦૨૨માં ભારતીય સેનાને વધુ યુવા અને આધુનિક બનાવવા માટે અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે.
ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ૨૫ ટકા અગ્નિવીરોને નિયમિત સૈન્ય કેડરમાં સામેલ કરવાની જાેગવાઈ છે. આ ઉપરાંત બાકીના અગ્નિવીરોને સેવા પૂર્ણ થયા બાદ અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો મળે તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
હાલમાં ભારતીય સશસ્ત્ર દળોમાં અગ્નિવીરોની નોંધપાત્ર સંખ્યા સેવા આપી રહી છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ, ભારતીય આર્મીમાં આશરે ૨.૭૦ લાખ, એરફોર્સમાં ૨૭ હજાર અને નેવીમાં લગભગ ૨૧ હજાર અગ્નિવીરો કાર્યરત છે.
સૈન્યમાં અગ્નિવીરોના પ્રદર્શન અને તેમની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને સેવા લંબાવવાનો ર્નિણય મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જાેકે, આ ર્નિણયના અમલીકરણ, પસંદગીના માપદંડો અને અન્ય શરતો અંગેની સત્તાવાર વિગતોની સ્પષ્ટતા થવી જરૂરી છે.




