(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા સુરત)
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એ ઈ મેઇલ તથા એક પત્ર પાઠવવામાં આવ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓ,કામદારો તથા યુનિયનોના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે.જે અંગે વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવેલ છે.મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે આ અંગે મીટીંગ કરી જરૂરી ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ છે.પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે,અમારા એક પણ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી,જેથી અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંશક આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.જેથી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આવેલ મ્યુનિસિપલ કમિશનર શ્રીની કચેરી ખાતે,તારીખ ૩૦/૧૧/૨૦૨૬ને સોમવારે બપોરે ૩:૦૦ થી ૬:૩૦ કલાક સુધી પ્રતિક ઘરણાનો કાર્યક્રમ કરવામાં આવશે.તેમ છતાં પણ અમારી માંગણીઓનું નિરાકરણ નહિ આવશે તો,આગામી દિવસોમાં સમગ્ર સુરત શહેરની સફાઈ કામગીરી બંધ કરવાનું એલાન આપવામાં આવશે.તેમજ એક દિવસ તમામ કર્મચારીઓને સામુહિક સી.એલ.(C.L) ઉપર જવાનું એલાન આપવામાં આવશે.
તેમજ ડી.જી.પી. શ્રી ગુજરાત અને પોલીસ કમિશનર શ્રી સુરતને ઈ મેઇલ અને પત્ર પાઠવવામાં આવેલ છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આવેલ યુનિયનોની ઓફિસોનો, સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૯/૨૦-૧૧-૨૦૨૫ ના રોજ ગેરકાયદેસર રીતે ઓફિસોના તાળા તોડી, ઓફિસોનો તમામ માલ-સામાન બહાર ફેંકીને અડધી રાત્રે ગેરકાયદેસર રીતે કબ્જો લઈ લેવામાં આવેલ છે.જે અંગે યુનિયનો તરફથી તારીખ ૨૦/૧૧/૨૦૨૫ નારોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે તથા ત્યારબાદ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરને પણ લેખિત રજુઆતો તેમજ ડી.જી.પી શ્રી ગુજરાત રાજ્યને ઇમેલ દ્વારા વારંવાર લેખિત રજુઆતો કરવામાં આવેલ છે.છતાં પણ આજદિન સુધી આ બનાવ અંગેની અમારી એફ.આઈ.આર.(F.I.R.) દાખલ કરવામાં આવેલ નથી. જેથી તારીખ ૩૦/૧૧/૨૦૨૬ સુધીમાં અમારી એફ.આઈ.આર.(F.I.R.) દાખલ કરવામાં નહિ આવશે તો,ડીસેમ્બર – ૨૦૨૬ ના માસમાં પોલીસ કમિશનર શ્રી – સુરત શહેરની કચેરી ખાતે અમારે ધરણાનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે.




