રિષભ પંતે તોડ્યો બેન સ્ટોક્સનો વર્લ્ડ રેકોડ રિષભ પંત WTC માં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બન્યો ૮૯ સિક્સર સાથે રિષભ પંત નંબર-૧, ટેસ્ટ ક્રિકેટમાં પણ આક્રમક બેટિંગનો દબદબો : ટોચના પાંચમાં ત્રણ ભારતીયો ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટર રિષભ પંત પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. હવે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં પણ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સિક્સર ફટકારવાની સાથે જ પંત WTC ના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. તેણે ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો રેકોર્ડ તોડી આ સ્થાન મેળવ્યું છે.
ભારતની પ્રથમ ઈનિંગ દરમિયાન ૨૫મી ઓવરના બીજા બોલ પર રિષભ પંતે ન્યૂઝીલેન્ડના બોલર જેકબ ડફીના બોલને બાઉન્ડ્રી બહાર મોકલી સિક્સર ફટકારી હતી. આ છગ્ગાની સાથે જ તેણે WTC માં પોતાની ૮૯મી સિક્સર પૂરી કરી હતી અને બેન સ્ટોક્સને પાછળ છોડી દીધો હતો.
પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી ભારત તરફથી ૪૪ મેચની ૭૬ ઈનિંગમાં ૮૯ સિક્સર ફટકારી છે. બીજી તરફ, બેન સ્ટોક્સે ૬૪ મેચની ૧૧૭ ઈનિંગમાં ૮૮ સિક્સર નોંધાવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટરોની યાદીમાં પંત અને સ્ટોક્સ બાદ પણ ભારતીય બેટરોનો દબદબો જાેવા મળે છે. રોહિત શર્મા ૫૬ સિક્સર સાથે ત્રીજા, શુભમન ગિલ ૪૮ સિક્સર સાથે ચોથા અને યશસ્વી જયસ્વાલ ૪૫ સિક્સર સાથે પાંચમા ક્રમે છે.
રિષભ પંતે WTCદરમિયાન અલગ-અલગ ટીમો સામે આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડ સામે તેના નામે સૌથી વધુ ૩૨ સિક્સર નોંધાયેલી છે. ન્યૂઝીલેન્ડ સામે તેણે ૧૬, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે ૧૧-૧૧ તથા ઓસ્ટ્રેલિયા સામે ૧૦ સિક્સર ફટકારી છે.
પંતની આ સિદ્ધિ તેની આક્રમક બેટિંગ ક્ષમતા અને ટેસ્ટ ક્રિકેટમાં બદલાતી બેટિંગ શૈલીનું ઉદાહરણ છે. લાંબા ફોર્મેટમાં પણ આક્રમક અંદાજથી રન બનાવતા પંતે હવે ઉ્ઝ્રના સિક્સર કિંગ તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે.




