- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો સ્થાનિક સરકારે ૬૦ દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે ૬૦ દિવસની વિઝા-ફ્રી સુવિધા આપી હતી, જેનો ભારતીયોએ ઘણો લાભ લીધો હતો ભારતીય પ્રવાસીઓનું ફેવરિટ થાઈલેન્ડ હવે ૯૦થી વધુ દેશો માટેની પોતાની પ્રખ્યાત ૬૦ દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યું છે. આ મોટા ર્નિણયના કારણે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. જાે તમે બેંગકોક, પટાયા કે ફુકેટ જવાનું વિચારતા હોવ તો આ અપડેટ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે હવે પૂરતી તૈયારી વિના લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવું સરળ નહીં રહે. કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે ૬૦ દિવસની…
મીઠી મીઠી વાતો કરી હોટલમાં બોલાવી કાંડ કરતા આગરા જિલ્લામાં પોલીસે હોમોસેક્સુઅલ ગેંગ પકડી પોલીસે સાઈબર સર્વિલાંસ અને કાઉંટર ઈંટેલિજેંસની મદદથી ૮ લોકોની ધરપકડ કરી લીધી છે ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં પોલીસે એક ગેંગનો ખુલાસો કર્યો છે, જે હોમોસેક્સુઅલ (ગે) બનીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા અને પછી તેમને મળવા માટે હોટલમાં બોલાવતા હતા. હોટલમાં બોલાવી તેમને બંધક બનાવતા અને મારપીટ કરી તેમની પાસેથી મોટી વસૂલી કરતા હતા. પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી આ ટોળકીના ૮ સભ્યોની ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરતા જેલમાં મોકલી દીધા છે. આ મામલો એકતા ઉર તાજગંજ વિસ્તારનો છે. પોલીસને સૂચના મળી…
ગળા અને છાતીના ભાગે દાઝ્યો બાઇક પર જઈ રહેલા યુવકના ગળામાં લગાવેલું બ્લૂટૂથ નેકબેન્ડ ફાટ્યું તેને ઈયરફોનના નીચલા ભાગમાં થોડું ગરમ-ગરમ લાગ્યું, ઈયરફોનમાં બ્લાસ્ટ થયો અને તેના કપડામાં આગ લાગી ઉનાળાના દિવસોમાં ઇલેક્ટ્રોનિક ડિવાઈસનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવાની ચેતવણી આપતી એક ભયાનક ઘટના બિહારના છપરા શહેરમાં બની છે. છપરા શહેરમાં બાઇક પર જઈ રહેલા એક યુવકના ગળામાં વીંટળાયેલા બ્લૂટૂથ નેકબેન્ડ ઇયરફોનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તે ગળાના ભાગે અને છાતીના ભાગે દાઝી ગયો હતો. મળતી મહિતી અનુસાર, છપરાના કટહરી બાગ વિસ્તારના આર્ય નગરનો રહેવાસી ઘનશ્યામ મિશ્રા નામનો યુવક લહલાદપુર બજારમાં પોતાનું કામ પતાવીને છપરા પરત ફરી રહ્યો હતો. દરરોજની…
માર્કાે રુબિયો આજથી ચાર દિવસ ભારતના પ્રવાસે, સૌ પ્રથમ કોલકાતા જશે એચ-૧બી વિઝા માટેના રજિસ્ટ્રેશનમાં ૩૮.૫ ટકાનો જંગી ઘટાડો નોંધાયો એચ-૧બી માટે પસંદ કરાયેલાં રજિસ્ટ્રેશનમાંથી માત્ર ૧૭.૭ ટકા જ નીચા વેતનની કેટેગરીમાંથી સિલેક્ટ કરાયાં વધુ ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતાં તથા ઊંચુ વેતન ધરાવતાં લોકોને અગ્રતા આપવાની તથા એચ-૧બી વિઝાનો દુરૂપયોગ અટકાવવાની અમેરિકાની નીતિને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન એચ-૧બી વિઝાના રજિસ્ટ્રેશનમાં ૩૮.૫ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. ભારતીય પ્રોફેશ્નલ્સમાં સૌથી લોકપ્રિય એવી વિઝાની આ કેટેગરી પર અમેરિકાએ વિવિધ નિયંત્રણો લાદ્યાં છે.યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ)ના જણાવ્યાં અનુસાર, અમેરિકાના અર્થતંત્રમાં અસરકારક યોગદાન આપી શકે તેવા લોકોને આ વર્ષે વિઝા ફાળવણીમાં…
પુતિનની ચીન મુલાકાત બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો સળવળાટ રશિયા-યુક્રેન યુદ્ધને ભડકાવવાનું કામ કરશે અમેરિકા, ૧૧ કરોડ ડૉલરના હથિયારોની ‘ડીલ’ યુક્રેને વ્યૂહરચના બદલી: રશિયામાં ૭૦૦ થી ૮૦૦ કિ.મી. અંદર જઈ ડ્રોન વડે બે ઓઇલ રીફાઇનરી પર હુમલા કર્યા રશિયા-યુક્રેન યુદ્ધ પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યુ છે ત્યારે રશિયાના ચાલુ વર્ષે વધુને વધુ તીવ્ર બનેલા હુમલાનો પ્રતિકાર કરવા માટે અમેરિકા યુક્રેનને લગભગ ૧૧ કરોડ ડોલરના શસ્ત્રોનું વેચાણ કરવા તૈયાર થયું છે. યુક્રેનને આ સોદા પેટે મળનારી મિડ રેન્જ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમથી ટકી રહેવામાં મદદ મળશે. આ દરમિયાન યુક્રેનના હુમલામાં રશિયામાં ચારના મોત થયાનો રશિયાએ દાવો કર્યાે છે.યુક્રેનને ગ્રાઉન્ડ ટુ એરહોક મિસાઇલના ઉપકરણો, સ્પેરપાર્ટ્સ,…
૧૦ દિવસમાં ભાવ વધારાની હેટ્રિક મોંઘવારીનો માર: ૧૦ દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ૮૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૯૧ પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે. સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા ૧૦ દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ૧૫ મે ૨૦૨૬ ના રોજ નકલી ડીગ્રી સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન એક અતિ ટિપ્પણી કરવામાં આવી હતી. કેટલાક લોકો કોકરોચની જેમ સિસ્ટમમાં ઘૂસી જાય છે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૬ મે ના રોજ જો બધા કોકરોચ એક સાથે આવી જાય તો શું થાય તે પ્રકારની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી હતી. અને જોત જોતામાં યુવા વર્ગ આ ટ્રેન્ડીંગ તરફ વળી ગયો હતો. ત્યારે હવે અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર જ આ ટ્રેડ ચાલતો હતો. પરંતુ સુરેન્દ્રનગરના યુવક દ્વારા આ અંગે કોકરોચ પાર્ટી રાજકીય પાર્ટી બને તે માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.. સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળનાં નવા વરાયેલા હોદ્દેદારો પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ કિરીટભાઈ વાઘેલા, મહામંત્રી મોહંમદ ઈકબાલ શેખ, મંત્રી હરીશભાઈ રાઠોડનો સન્માન સમારંભ તા.૨૩/૦૫/૨૦૨૬ નાં રોજ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા કર્મચારી યુનિયન આગેવાનો ધ્વારા યુનિયન અગ્રણી જયંતિભાઈ વાઘેલાનાં પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત અખિલ ભારતીય સફાઈ મઝદૂર કોંગ્રેસ નાં પ્રદેશ પ્રમુખ શશિકાંત સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમારંભમાં ઉપસ્થિત યુનિયન આગેવાનો અને હોદ્દેદારો સર્વશ્રી મોહનભાઈ રાઠોડ,અર્જુન વિરાસ, કનૈયાભાઈ સોલંકી, રણજીત પટેલ, સુભાષ સોલંકી, સુરેશ સોલંકી, અતુલ સોલંકી, મહેન્દ્ર જાદવ, નીલાંગ દેસાઇ,જયસિંગભાઈ ગોહિલ,પ્રવીણ સોલંકી, નિતિન સોલંકી વિગેરેએ હાજર રહી નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા રોજિંદા જીવનમાં વપરાતા દૂધની સામાન્ય રીતે કિંમત લિટર દીઠ રૂપિયા ૬૦ થી ૧૦૦ રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા દૂધ વિશે સાંભળ્યું છે કે જેની કિંમત લાખો રૂપિયામાં હોય? ઉંદરડીનું દૂધ વિશ્વનું સૌથી મોંઘુ દૂધ માનવામાં આવે છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ૨૦ થી ૨૩ લાખ રૂપિયા પ્રતિ લીટર સુધી હોઈ શકે છે. ઉંદરડીનું દૂધ આટલુ મોંઘુ હોવા પાછળનું એક કારણ એ છે કે એક લિટર દૂધ ભેગું કરવા માટે હજારો ઉંદરડીની જરૂર પડે છે. સંશોધકોના મતે આશરે ૪૦,૦૦૦/- ઉંદરડી પાસેથી દૂધ મેળવ્યા બાદ માંડ એક લીટર જેટલો જથ્થો ભેગો થાય…
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ 23 મે, 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે 19મા રોજગાર મેળા હેઠળ દેશભરમાં 51,000થી વધુ નવી નિમણૂંક મેળવનારા યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. વડાપ્રધાને નવી નિમણૂંક મેળવનારા કર્મચારીઓને સંબોધિત કરતા તેમને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની હાકલ કરી. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં હવે પારદર્શિતા આવી છે તથા તમામ પસંદગી મેરિટના આધારે કરવામાં આવી રહી છે. સાથે જ નિમણૂક પ્રક્રિયા પહેલાની સરખામણીમાં વધુ ઝડપી અને સરળ બની છે. 19મો રોજગાર મેળો દેશભરના 47 સ્થળો પર આયોજિત કરવામાં આવ્યો, જેમાં વિવિધ 19 વિભાગોમાંથી પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


