- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદામાં રૂ.479નો કડાકોઃ સોનાનો વાયદો રૂ.709 અને ચાંદીનો વાયદો રૂ.4876 તેજ કોમોડિટી વાયદાઓમાં રૂ.24785.38 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.217156.58 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16161.30 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.241941.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.24785.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.217156.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2235.79 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16161.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.159150ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159500 અને નીચામાં રૂ.158919ના સ્તરને સ્પર્શી, રૂ.158679ના આગલા બંધ સામે રૂ.709 વધી રૂ.159388ના ભાવે…
રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ અમદાવાદમાં ૧૧% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે નોકરી-ધંધા કે અભ્યાસ માટે નીકળતા લોકોમાંથી ૮૦ ટકાથી વધુ દ્વારા પોતાના ખાનગી વાહનોનો જ ઉપયોગ ઈંધણની કટોકટી વચ્ચે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલ બચાવવાની આ સલાહ લોકોએ જાણે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હોય તેવી સ્થિતિ જાેવા મળે છે. પીએમની અપીલના દસ દિવસ બાદ પણ અમદાવાદમાં એએમટીએસ બસ, બીઆરટીએસ અને મેટ્રો રેલ જેવા જાહેર પરિવહનોમાં મુસાફરોની સંખ્યા સમ ખાવા પૂરતી પણ વધી નથી.ભૂરાજકીય તણાવના લીધે ઈંધણની કટોકટી સર્જાતા સરકાર…
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી સરસપુર વિસ્તારના બે મિત્રોએ યુવતીનું અપહરણ- બ્લેકમેઇલ કરી દુષ્કર્મ ગુજાર્યું પ્રેમસંબંધની જાણ પરિવારને કરવા, પિતા-ભાઈને મારી નાખવાની ધમકી આપી : યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી સરસપુરના બે મિત્રોએ સ્થાનિક વિસ્તારની ૧૮ વર્ષની યુવતીના પ્રેમપ્રકરણની જાણ ઘરે કરી દેવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતું. બંને મિત્રોએ યુવતીને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહીં, યુવતીને બ્લેકમેઇલ કરી તેના માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતે પરેશાન યુવતીએ શહેર કોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.યુવતીઓ અને તેમના માતા-પિતા માટે આંખ ઉઘાડતા…
મોંઘવારીનો ડામ CNG ભાવ ભડકે બળતા સ્કૂલ વર્ધીના ભાડામાં વધારાની તૈયારી ભાડા વધારા બાદ સીએનજીના ભાવમાં ૧૦નો વધારો ઝીંકાતા જૂનમાં એસોસિએશનની બેઠક મળશે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ની શરૂઆત પહેલા જ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં CNG ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હવે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવાની ગંભીર ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે. વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક ડામ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અંગે આગામી જૂન મહિનાની શરૂઆતમાં એસોસિએશન દ્વારા એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ભાડા વધારા અંગે…
સીજેપીના સ્થાપકનો સરકાર પર અભિયાનને દબાવવાનો આક્ષેપ કોક્રોચ જનતા પાર્ટીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વેબસાઈટ હેક કરાયાનો દાવો સીજેપીએ નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે અભિયાન શરૂ કર્યું હતું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણીને પગલે શરૂ કરાયેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપ્કેએ સરકાર પર તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરવાનો અને તેની વેબસાઈટ બ્લોક કરવાનો આક્ષેપ મુક્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં દિપ્કેએ દાવો કર્યાે હતો કે, તેનું પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી દેવાયું છે. સીજેપીએ નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે અભિયાન…
ચીન વિરુદ્ધ કશું દર્શાવવાની મનાઈ સલમાનની માતૃભૂમિ પછી ગલવાન યુદ્ધ અંગેની બીજી ફિલ્મ પણ અટવાઈ સલમાનની ફિલ્મનું ઓરિજિનલ ટાઈટલ પણ ‘બેટલ ઓફ ગલવાન’ હતું તે બદલીને ‘માતૃભૂમિ‘ કરવાની ફરજ પાડવામાં આવી હતી ગલવાન ખીણની લડાઈ અંગેની ‘માતૃભૂમિ‘ ફિલ્મ બનીને તૈયાર પડી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અનેક સુધારા સૂચવાતાં આ ફિલ્મની રીલિઝ અટકી છે. તે પછી હવે એકટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલયે પણ પુત્ર અભિમન્યુને હિરો તરીકે લઈ શરુ કરેલી ‘ધી લાયન ઓફ ગલવાન’ ફિલ્મ પણ માંડી વાળી છે. હિમાલયના જણાવ્યા અનુસાર પોતે ગલવાન લડાઈના એક હિરો વીર ચક્ર વિજેતા ગુરતેજ સિંઘની બાયોપિક બનાવવા ઈચ્છે છે. પરંતુ, આ વાર્તામાં ગલવાનની લડાઈ…
કરણ જાેહરે ઇન્ટરવ્યુમાં કહ્યું કે આજે બોલિવૂડ ટ્રેન્ડ સેટર નથી રહ્યું હવે કોઈ કરીના કે આલિયાની નકલ કરવા માંગતું નથી’ : કરણ જાેહર જ્યારે લોકો મનિષ મલ્હોત્રા પાસે જાય છે, ત્યારે તેઓ ઘણી વખત કહે છે, ‘હું કોઈએ જે પહેર્યું છે તે પહેરવા માંગતી નથી.’ : કરીના એક સમય એવો હતો જ્યારે કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર બનતી કે કોઈ ટીવી સીરિયલ લોકપ્રિય બની જતી, ત્યારે લોકો પોતાના મનપસંદ સ્ટાર્સની સ્ટાઇલની નકલ કરવા લાગી પડતા — પછી તે હેરસ્ટાઇલ હોય કે બ્રાઇડલ આઉટફિટ. પરંતુ હવે ફિલ્મમેકર કરણ જાેહર માને છે કે દર્શકો હવે કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ અથવા દીપિકા પાદુકોણ જેવા…
માધુરીની ડિરેક્ટરને અપીલ તમારે અનિલ કપૂર અને મને ફરી એક ફિલ્મમાં લેવા પડશે સુરેશ ત્રિવેદીની છેલ્લી ફિલ્મ અનિલ કપૂર સાથેની સુબેદાર (૨૦૨૬) હતી, જેમાં તે ભૂમિકામાં હતા માધુરીની વધુ એક ફિલ્મ ઓટીટી પર આવી રહી છે, આ ‘માં બહેન’નું ટ્રેલર મુંબઇમાં લોંચ કરવામાં આવ્યું. માધુરી દિક્ષિત, તૃપ્તિ ડિમરી, રવિ કિશન, ધર્ના દુર્ગા, ગિતાંજલી કુલકર્મી, ઉરુણોદય સિંહ, શાર્દુલ ભારદ્વાજ અને ફિલ્મના દિગ્દર્શક સુરેશ ત્રિવેણી, નિર્માતા વિક્રમ મલ્હોત્રા અને રુચિકા કપૂર શેખે મુંબઈમાં તેમની ફિલ્મ મા બહેનના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી.ઇવેન્ટની શરૂઆત મનોરંજક અંદાજમાં થઈ હતી, ફિલ્મના પ્રોડ્યુસર રુચિકા કપૂર શેખે કહ્યું, “દોઢ વર્ષથી પણ વધુ સમય પહેલાં સુરેશ ત્રિવેદીએ અમને…
ઐશ્વર્યા સાથે દિકરી આરાધ્યાએ પણ રેડ કાર્પેટ પર ચેરી રેડ ડ્રેસમાં ડેબ્યુ કર્યાની ચર્ચા ઐશ્વર્યાનાં કાન ૨૦૨૬ના લૂક રેડ કાર્પેટ સાથે સોશિયલ મીડિયામાં પણ છવાયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોઝમાં ઐશ્વર્યા અને આરાધ્યા હાથ પકડીને હોટેલમાંથી કાર તરફ જતા જાેવા મળ્યાં હતાં છેલ્લા બે દાયકાથી ઐશ્વર્યા રાય લોરીયલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પહોંચી રહી છે અને આ વર્ષે લોરિયલે સાબિત કર્યું કે તેમણે પોતાનાં બેસ્ટ પ્રતિનિધિને ક્લોઝિંગ સેરેમની માટે બચાવી રાખ્યાં હતાં. મોરપિંછ ગાઉનમાં રેડકાર્પેટ પર ઐશ્વર્યાને જાેઈને દુનિયાભરનાં ફેશન ઇન્ફ્લ્યુએન્સર ખુશ થઈ ગયાં હતાં. તેને લોકોએ કાનની ક્વીન અને લિજેન્ડ ગણાવી હતી. હજુ…
મુખ્યમંત્રી મુસાફરી કરી સુરત પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ સામાન્ય મુસાફરો સાથે વંદે ભારતમાં મુસાફરી કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુસાફરી દરમિયાન સામાન્ય મુસાફરોમાં પણ ઉત્સુકતા જાેવા મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીપૂર્ણ જીવનશૈલી અને સામાન્ય લોકો સાથે જાેડાયેલા રહેવાના કારણે ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર મુખ્યમંત્રીની સાદગીભરી જીવનશૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પેટ્રોલ અને ડીઝલ બચત અંગે વડાપ્રધાને કરેલી અપીલ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વંદે ભારત ટ્રેન મારફતે ગાંધીનગરથી સુરતની મુસાફરી કરી હતી. સાંજે તેઓ તેજસ એક્સપ્રેસ મારફતે પરત ગાંધીનગર ફરવાના હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મોટો સરકારી કાફલો અને સુરક્ષા વ્યવસ્થા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


