- ડિગ્રી વિ. કૌશલ્ય: ભારતમાં શિક્ષણ અને બેરોજગારીનો મોટો પડકાર
- શ્રી ગણેશના અષ્ટ અવતાર: માનવમનની આઠ આસુરી વૃત્તિઓના નાશનો આધ્યાત્મિક માર્ગ
- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
Author: garvigujrat
હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે જાે યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર ભાવ વધારાનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખશે આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જાે મિડલ ઈસ્ટમાં લાંબા સમય સુધી યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે, તો ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે. એક કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, જાે યુદ્ધની પરિસ્થિતિ…
રાહુલ-પ્રિયંકા પણ હાજર સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જાેકે સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જાેવા મળ્યા હતા. અગાઉ ૨૪ માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં…
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો ર્નિણય કેન્દ્રીય મંત્રી પાટીલે પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો દેશની આર્થિક સ્થિતિ અને ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સાત અપીલ કરી હતી, જેમાં ઇંધણનો બચાવ કરવાનો પણ સામેલ છે. વડાપ્રધાનની આ અપીલની સીધી અને મોટી અસર ગુજરાતમાં જાેવા મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પણ પીએમ મોદીની અપીલનો સહર્ષ સ્વીકાર કરી ર્નિણય કર્યો કે હવેથી તેઓ કોઈ પણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ ગાડીઓના કાફલાનો ઉપયોગ કરશે નહીં. કેન્દ્રીયમંત્રી પાટીલે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સામાન્ય ન…
સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથી હિન્દુત્વ એ જીવન જીવવાની એક રીત છે, શ્રદ્ધા સાબિત કરવા ઘરમાં દીવો પ્રગટાવવો પણ પૂરતો છે : સુપ્રીમ કોર્ટ સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ તેમજ ભેદભાવના મામલે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન બુધવારે (૧૩ મે, ૨૦૨૬) દેશની સર્વોચ્ચ અદાલતે હિન્દુ ધર્મ અને આસ્થાને લઈને એક બહુ જ મોટું અને સૂચક અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હિન્દુત્વ એ કોઈ બંધાયેલો કટ્ટર ધર્મ નથી, પરંતુ એક જીવન જીવવાની રીત (way of life) છે. સાચા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પવનપુત્ર હનુમાનના જન્મસ્થળ માનવામાં આવતા પ્રખ્યાત અંજનાદ્રી હિલ મંદિરમાં આપવામાં આવેલા દાનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. કારણકે સત્તાવાર ચકાસણી દરમિયાન ૨.૫ કરોડ રૂપિયાના સોનાના દાગીના સોનાથી ઢંકાયેલા તાંબાના દાગીના હોવાનું જાણવા મળ્યું હતું. હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ મહેશ રેડ્ડીએ ૮ મે ના રોજ મંદિરમાં સુશોભન મુગટની કમાન,ચક્ર અને ગદાનું દાન કર્યા પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઉદ્યોગપતિ ગંગાવતીના ધારાસભ્ય ગલી જનાર્દન રેડ્ડી સાથે મંદિરની મુલાકાતે ગયા હતા. જેમણે જાહેરમાં જણાવ્યુ હતું કે, તેમના નજીકના સહયોગીએ દેવતાને લગભગ ૨.૫ કરોડ રૂપિયાના સોનાના આભૂષણો દાનમાં આપ્યા હતા. જોકે સરકારી તિજોરીમાં સત્તાવાર રીતે દાગીના સ્વીકારતા પહેલા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણામાં કહેવત છે કે “ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે કે સાસરું તો સારું સાસરે જ રહેવાય” આ કહેવત આજના આ નેતાઓ કે જેમના કથની અને કરણી અલગ છે. એમને કંઈક અંશે મળતી ઝુલતી આવે છે. કારણકે એક બાજુ નેતાઓ પ્રજાના પરસેવાના પૈસા ને પાણી ની જેમ વાપરી આભાસી લોકપ્રિયતા દરબારી મીડિયાના સહારે ઊભી કરવાનો મિથ્યા પ્રયાસ કરી પ્રજાને સુફીયાણી સલાહો આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ એ જ નેતાઓ લખલૂંટ ખર્ચા કરી એ સિધ્ધ કરી બતાવે છે કે અમે કહીએ એ કરવાનું, અમે કરીએ એમ નહીં. આ હળહળતા કળીયુગમાં જ્યારે પ્રજાને બે ટંકના…
ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમ હોવાની સંભાવના અમેરિકાએ હુમલો કર્યાે તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી પાકિસ્તાને ઇરાનના લશ્કરી વિમાન તેના નૂરખાન બેઝ પર છૂપાવ્યા હોવાના અહેવાલથી અમેરિકા લાલઘૂમ ઇરાને ધમકી આપી છે કે જાે અમેરિકાએ હવે હુમલો કર્યાે તો તેના જવાબમાઁ ઇરાન પરમાણુ બોમ્બ બનાવશે, ઇરાનની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેજાઈએ આ ધમકી આપી છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાન ૬૦ ટકા સંવર્ધિત યુરેનિયમને ૯૦ ટકા સુધી સંવર્ધિત કરીને પરમાણુ બોમ્બ બનાવશે. હાલમાં ઇરાન પાસે ૬૦ ટકા સંવર્ધિત ૪૦૦ કિલોગ્રામ યુરેનિયમ છે, તેનું શું થયું તેની કોઈને ખબર નથી.અમેરિકન જાસૂસી એજન્સીઓની સમીક્ષા મુજબ જ્યાં સુધી અત્યંત સવર્ધિત યુરેનિયમના ભંડારને…
NCRB રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો ગુજરાતમાં તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર ચોરી થયેલી રકમ અને ચીજવસ્તુઓ પરત મેળવવાનો રિકવરી રેટ માત્ર ૨૭-૩૦ ટકા જ રહ્યો જેના ખોફથી ગુનેગારો થરથર કાંપવા જાેઈએ પણ હવે એ સ્થિતિ રહી નથી. તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે, તેનુ કારણ એછેકે, ગુજરાતમાં છેલ્લા ૩૬ મહિનામાં તસ્કરોએ ૧૦૬૯ કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથ સાફ કર્યાે છે. જેની સામે પોલીસ માત્ર ૨૨૧ કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે. ૭૮૭ કરોડ રૂપિયાનો કોઈ અતોપત્તો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટે જ સલામત ગુજરાતનો ફુગ્ગો ફોડ્યો છે.જાે તમારા…
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન રવાના થયા તે પહેલા ઈરાને કુવૈતમાં ચીનના બંદર પર હુમલો કર્યાે યુદ્ધ વિરામ વચ્ચે પણ ઈરાન દ્વારા યુનાઈટેડ આરબ એમિરેટ્સ પર વારંવાર હવાઈ હુમલા થઈ રહ્યા છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત માટે રવાના થયા તેના થોડા સમય પહેલા જ કુવૈતે ઈરાન પર આશ્ચર્યજનક આક્ષેપ કર્યાે છે. કુવૈતના જણાવ્યા મુજબ, ચીનની મદદથી કુવૈતમાં નિર્માણ પામી રહેલા બંદર પર આ મહિને ઈરાને હુમલા કર્યા હતા, પરંતુ તને નિષ્ફળ બનાવાયા હતા. ચીન અને ઈરાન વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હોવાનું મનાય છે ત્યારે કુવૈતના આક્ષેપ સૂચક મનાય છે. ઈરાન તરફથી આ અંગે પ્રતિક્રિયા અપાઈ નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં…
યુપી અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓના કાફલામાં મોટો ઘટાડો પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સહિત ૫ રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ આગામી સમયમાં ઈંધણની વપરાશ હજુ ઘટાડવા માટે રાજ્યો દ્વારા ‘નો વ્હીકલ ડે’ જેવા સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડવાની આશંકા છે, જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ દેશભરમાં ઈંધણ બચાવવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોએ સરકારી સ્તરે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મહત્ત્વના ર્નિણયો લીધા છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


