Author: garvigujrat

અમરી ટાઈટલથી બાયોપિક બની રહી છે અમૃતા શેરગિલની ભૂમિકા માટે અંજલી શિવરામનની પસંદગી મીરા નાયરની આ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરી, અનન્યા, વામિકાનાં નામ પણ ચર્ચાયાં હતાં મીરા નાયર અમૃતા શેર ગિલની બાયોપિક બનાવી રહ્યાં છે. ‘અમરી’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મમાં અમૃતા શેરગિલની મુખ્ય ભૂમિકા માટે તેમણે અંજલી શિવરામનની પસંદગી કરી છે. મીરા નાયરે આ રોલ માટે ૧૦૦ થી વધુ અભિનેત્રીઓનું ઓડિશન લીધું હતું. બોલિવુડમાંથી તૃપ્તિ ડિમરી, વામિકા ગબ્બી , અનન્યા પાંડે તથા જાહ્નવી કપૂર પણ આ રોલ માટે હોડમાં હોવાનું કહેવાયું હતું. પરંતુ, મીરા નાયરે છેવટે અમૃતા શેરગિલ સાથેની સામ્યતાને ધ્યાને રાખી અંજલીની પસંદગી કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં…

Read More

વિદ્યાએ ૨૫ વર્ષ બાદ પહેલી વાર જાેઈ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ ભાવુક વિદ્યાબાલને ઇરફાન ખાન સાથે કામ કરવાની યાદો તાજી કરી ઇરફાનના અવસાન પછી મને હંમેશાં અફસોસ રહ્યો કે અમને સાથે જાેવા મળવાની કેટલીક ફિલ્મો કોઈ કારણસર બની જ નહોતી વિદ્યા બાલન અને સ્વર્ગસ્થ ઇરફાન ખાનની એક ફિલ્મ થિએટરમાં રિલીઝ થઈ શકી નહોતી. આ ફિલમ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ ઇરફાન ખાનની છઠ્ઠી પુણ્યતિથિએ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. વિદ્યાએ ૨૫ વર્ષ બાદ પહેલી વાર આ ફિલ્મ જાેઈ અને શૂટિંગની યાદોમાં ડૂબી ગઈ હતુ. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને જણાવ્યું કે ઇરફાન ત્યારે પણ તેને સૌથી નૅચરલ અભિનેતા…

Read More

ફિલ્મ રિલીઝ પહેલાં ‘વીવાન’ની ટીમે લોન્ચ કરી કોમિક બૂક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ પોપ-કલ્ચર ફેન કન્વેન્શનમાં ‘વીવાન’ના સેશન માટે હજારો લોકો હાજર રહ્યાં હતાં અને સેશનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ વિવાનના પ્રમોશન માટે મેકર્સે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે, તહેવારોની રિલીઝને બાળકોમાં લોકપ્રિય બનાવવા માટે એક કોમિક લોંચ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટીયા, એકતા કપૂર, અરુણાભ કુમાર, દીપક મિશ્રા સહિત અનેક કલાકારો અને ક્રિએટર્સે શનિવારે મુંબઈ ખાતે યોજાયેલ કોમિક કોન ૨૦૨૬માં હાજરી આપી હતી, જ્યાં તેમની ફિલ્મ ‘વીવાન: ફોર્સ ઑફ ધ ફોરેસ્ટ’ના પ્રમોશનનું ખાસ સેશન યોજાયું હતું.સામાન્ય રીતે ફિલ્મો પરથી કોમિક બૂક…

Read More

છેલ્લા ચાર વર્ષથી ભાવ વધાર્યા નથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના પેટ્રોલિયમ મંત્રીના સંકેત આવનારા સમયમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે જાેકે, તેમણે આ પણ કહ્યું કે ભાવવધારો અને ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી૧૨ મેના રોજ યોજાયેલી CII વાર્ષિક વ્યાપાર સમિટ ૨૦૨૬ દરમિયાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે LPG અછત નથી. સરકારે LPG દૈનિક ઉત્પાદન લગભગ ૩૫ હજાર ટનથી વધારીને ૫૫થી ૫૬ હજાર ટન સુધી પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે ભારત પાસે હાલમાં લગભગ ૬૦ દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અને LNG સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે LPG ૪૫ દિવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ મંત્રીએ…

Read More

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર નિશાન શુભેન્દુ સરકારના ફેન્સિંગના ર્નિણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ બાંગ્લાદેશના લોકો કે ત્યાંની સરકાર કાંટાળા તારથી ડરતી નથી અને જ્યાં જરૂર જણાશે ત્યાં તેઓ વાતચીત માટે તૈયાર છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનના વિદેશ મામલાના સલાહકાર હુમાયૂં કબીરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશને ‘કાંટાળા તાર‘ બતાવીને ડરાવી શકાય નહીં. ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ (વાડ) લગાવવાના અને સુરક્ષા વધારવાના ભારતના તાજેતરના ર્નિણયો બાદ આ પ્રતિક્રિયા આવી છે. કબીરે ભારપૂર્વક જણાવ્યું કે, સરહદ વિવાદોનું નિરાકરણ માત્ર વાતચીત અને માનવીય અભિગમથી જ શક્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, બાંગ્લાદેશના લોકો કે ત્યાંની સરકાર કાંટાળા તારથી ડરતી નથી…

Read More

શ્રીલંકામાં સાયબર ક્રાઈમને લઈને સતત કાર્યવાહી શ્રીલંકામાં ૧૭૩ ભારતીયોની ધરપકડ, મોટા નેટવર્કની આશંકા મોટાભાગના લોકો ટૂરિસ્ટ વિઝા અથવા ટૂંકા ગાળાના વિઝા પર આવ્યા હતા, આ પહેલા ચીનના ૨૫૦ ટૂરિસ્ટોની ધરપકડ કરવામાં આવી હતી શ્રીલંકામાં સાયબર ગુના હેઠળ ધરપકડ કરવામાં આવેલા લગભગ ૨૦૦ વિદેશીઓમાં ૧૭૩ ભારતીયો સામેલ છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. શ્રીલંકામાં સાયબર ક્રાઈમને લઈને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસને શંકા છે કે આ લોકો એક મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે.પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકો ૨૫થી ૩૫ વર્ષની વયના છે. આ લોકોના ટૂરિસ્ટ વિઝા પૂરા થઈ ગયા હતા. તેથી ત્યાં રહીને રોજગાર મેળવવા,…

Read More

જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર.માત્ર ત્રણ દિવસ પહેલા જ વાડજ પોલીસ સ્ટેશનથી પોક્સોનો એક આરોપી મેડિકલ ચેકઅપ બાદ ભાગી ગયો હતો. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ માલદે પરમાર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે (૧૧મી મે) સવારે આશરે ૧૦:૧૦…

Read More

પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ.ગુજરાત પર બર્ડ ફ્લૂનું જાેખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ.બર્ડ ફ્લૂના સંભવિત જાેખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓના પોલ્ટ્રી ફાર્મમાં સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે જેના કારણે સરહદી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં લાખો મરઘાને મારી નંખાયા છે. બર્ડ ફ્લૂના જાેખમને જાેતાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની…

Read More

મેટ્રિમોનિયલ ફ્રોડના કિસ્સામાં સામાન્ય રીતે આરોપી જેલમાં જાય છે.દુષ્કર્મના આરોપીને આજીવન કેદ, વળતર માટે બેંક ખાતા સીઝ કરવા કોર્ટનો આદેશ.મણિનગર પીઆઈને આરોપીના નામની મિલકતો અને બેંક બેલેન્સની તપાસ કરી ૫ માસમાં અહેવાલ રજૂ કરવા તાકીદ. સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા યુવતીઓને ફસાવતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સૌથી મહત્ત્વનો અને સંભવત: ગુજરાતમાં પહેલીવાર લેવાયેલો ર્નિણય એ છે કે, કોર્ટે આરોપીના તમામ બેંક ખાતાઓ તાત્કાલિક અસરથી સીઝ (સ્થગિત) કરવાનો આદેશ આપ્યો છે, જેથી ભોગ બનનાર યુવતીને વળતર ચૂકવી શકાય. આ સાથે જ કોર્ટે મણિનગર પી.આઈ.ને આરોપીના નામે ચાલતી તમામ મિલકતો અને બેંક…

Read More

ચા પીતી મહિલાઓ સાથે મારપીટ કરી કપડાં ફાડ્યા હોવાનો આક્ષેપ.દિલ્હીમાં નોર્થ-ઇસ્ટની બે મહિલાઓ સાથે છેડતી અને વંશીય ટિપ્પણી.૧૦ મેની સવારે લગભગ ૭ વાગ્યે કાલકાજી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મુશ્કેલીમાં હોવાનો પીસીઆર કોલ મળ્યો હતો. દેશની રાજધાની દિલ્હીના નેહરુ પ્લેસ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે નોર્થ ઇસ્ટની બે મહિલાઓ સાથે કથિત છેડતી, મારપીટ અને વંશીય ટિપ્પણી ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મહિલાઓનો આક્ષેપ છે કે કેટલાક યુવકોએ પહેલા તેમના પર અશ્લીલ ટિપ્પણીઓ અને વંશીય કટાક્ષ કર્યા હતા, જેના કારણે વિવાદ વકર્યાે હતો. આ ઘટના ઈરોસ હોટલ નજીકની એક ક્લબની બહાર બની હોવાનું કહેવાય છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે…

Read More