
- દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટનો અનોખો ચુકાદો, ‘સિક્સ સેન્સ’થી યુવક નિર્દોષ જાહેર
- વાવ-ધરણીધર તાલુકામાં જીરું-રાયડાના વાવેતરમાં ઘટાડો, વરસાદ અને ખારાશ કારણભૂત
- વાંચનની ટેવ અને સ્ક્રીન ટાઇમ ઘટાડવા UPની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અખબાર વાંચન ફરજિયાત
- નાઈજીરિયામાં ISIS અડ્ડાઓ પર US એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું: આતંકીઓને નાતાલની શુભેચ્છાઓ
- ભારતીય ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ, હિમાલય–તિબેટ વિસ્તારમાં ભયાનક ભૂકંપનો ખતરો
- બાંગ્લાદેશમાં રોકસ્ટાર જેમ્સની કોન્સર્ટ પર પથ્થરમારો, હિંસા બાદ કાર્યક્રમ અધવચ્ચે રદ
- દૃશ્યમ ૩માં અક્ષય ખન્નાના રોલમાં જયદીપ આહલાવતની એન્ટ્રી, અજય-તબુ સાથે પહેલી વખત કામ
- ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ૭૫ દિવસ પૂર્ણ, ૧૨૦ કરોડ તરફ દોડતી સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ
Author: Garvi Gujarat
૭૫ લાખના તોડકાંડનો મુદ્દો ગરમાયા.સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી.કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે.૭૫ લાખના તોડના આક્ષેપોના વિવાદમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.સાંસદે ધારાસભ્ય પર ૭૫ લાખ રૂપિયાનો ‘તોડ’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પોતે જિલ્લાપ્રમુખ નીલ રાવની હાજરીમાં આ વાત સ્વીકારી હતી, જાેકે ગઈકાલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માગી ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માગણી થઈ હોવાનો…
સુરતમાં SIR ની કામગીરી વચ્ચે નવો વિવાદ.રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?‘ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-કલેક્ટરને પત્ર.આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નોંધાયેલા છે.સુરત સહિત સમગ્ર દેશમાં હાલ મતદાર યાદી શુદ્ધિકરણ એટલે કે SIR ની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશ્નરઅને જિલ્લા કલેક્ટરને એક સ્ફોટક પત્ર લખતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે, જે શહેરની સુરક્ષા માટે જાેખમરૂપ હોઈ શકે છે. સાંસદ મુકેશ દલાલે પત્રમાં…
સાંતા ક્લોઝના અપમાનનો આરોપ.દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR.નેતાઓના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો બાદ શરૂ થયો હતો વિવાદ.દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) નેતા સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહમદ ખાન વિરૂદ્ધમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ઈસાઈ સમુદાયના પવિત્ર પ્રતીક સાંતા ક્લોઝના કથિત અપમાન મામલે ખુશબુ જાેર્જ દ્વારા કરેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, આ વિવાદ ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ નેતાઓ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો બાદ શરૂ થયો હતો. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં આયોજિત એક…
સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો.કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજાે મળ્યા.નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર, ક્લાર્ક અને પીએ સામેલ.સુરેન્દ્રનગરમાં ૧૫૦૦ કરોડના જમીન NA કૌભાંડમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એક શીટની મદદથી સૌથી મોટા જમીન કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. ACB નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર રાજેન્દ્ર પટેલ,ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ હતા. આટલુ જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. ૨૩ ડિસેમ્બરે દિલ્હીથી આવેલી…
બસપાના માઠા દિવસો.પહેલી વાર એવું બનશે કે સંસદના એકેય ગૃહમાં બસપાના કોઈ સાંસદ નહીં હોય.એક મજબૂત ત્રીજા વિકલ્પ તરીકે ઊભરેલી બહુજન સમાજ પાર્ટી આજે પોતાના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.ઉત્તર પ્રદેશના ૧૦ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ નવેમ્બર ૨૦૨૬માં ખતમ થઈ રહ્યો છે. આ ૧૦ રાજ્યસભા સાંસદોમાં ભાજપના ૮, સપાના અને બસપાના એક-એક સભ્ય છે. ૨૦૨૬માં રિટાયર થનારા રાજ્યસભા સાંસદોમાં ભાજપમાંથી બૃજલાલ, સીમા દ્વિવેદી, ચંદ્રપ્રભા ઉર્ફ ગીતા, હરદીપ સિંહ પુરી, દિનેશ શર્મા, નીરજ શેખર, અરુણ સિંહ અને બીએલ વર્માનું નામ સામેલ છે. સપામાંથી પ્રોફેસર રામગોપાલ યાદવ અને બસપામાંથી રામજી ગૌતમ છે. રામજી ગૌતમ બાદ બસપા શૂન્ય સાંસદોવાળી પાર્ટી બની જશે.…
ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો.આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં.ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટો ફેરફાર કર્યો છ.ભારતીય સેનાએ બદલાતા સમય અને ટૅક્નોલૉજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરવાની કે મોનિટર કરવાની છૂટ અપાઈ છે. જાે કે, તેઓ કોઈ પોસ્ટ નહીં કરી શકે અને કોઈ પોસ્ટ પર લાઇક, શેર અને કોમેન્ટ પણ નહીં કરી શકે. ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.…
જાણો તાંજાવુર શૈલીની આ કલાકૃતિની વિશેષતા.રામ મંદિરના ‘અંગદ ટીલા’ ઉપર સ્થપાશે રામલલાની સુવર્ણ પ્રતિમા.કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી.અયોધ્યામાં રામલલા મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક ભવ્ય અને કિંમતી સુવર્ણ પ્રતિમા બિરાજમાન કરાશે. કર્ણાટકના બેંગલુરુના રહેવાસી જયશ્રીફનીશ દ્વારા અર્પણ કરાયેલી આ પ્રતિમા મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી ગઈ હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી રત્નો જડવામાં આવ્યા છે. આ મૂર્તિનું મૂલ્ય જાહેર કરાયું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેની કિંમત રૂ. ૩૦ કરોડ જેટલી હોઈ શકે છે. આ દક્ષિણ ભારતની પરંપરાગત તાંજાવુર શૈલીમાં તૈયાર કરાયેલી માત્ર એક કલાકૃતિ નથી,…
ઢાકામાં રાજકીય ઉથલપાથલ.૧૭ વર્ષ પછી ડાર્ક પ્રિન્સનું બાંગ્લાદેશમાં આગમન.BNP ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે.બાંગ્લાદેશી રાજકારણમાં એક મોટા ઘટનાક્રમમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા બેગમ ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષની લાંબી ગેરહાજરી પછી ઘરે પરત ફર્યો છે. તારિક રહેમાનના પાછા ફરવાથી BNP સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે, અને તેને દેશના રાજકીય પરિદૃશ્યમાં એક વળાંક તરીકે જાેવામાં આવી રહ્યો છે. તારિક રહેમાનનું પાછા ફરવું એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશ ગંભીર રાજકીય અસ્થિરતાનો અનુભવ કરી રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉની મુલાકાતે.અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી.મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(૨૫ ડિસેમ્બર) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને અટલ બિહારી બાજપેયીની ૧૦૧મી જન્મજયંતી પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના…
સુરત એસીબીએ એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી.સુરતમાં ડે. ચીફ ફાયર ઓફિસર એક લાખની લાંચ લેતાં ઝડપાયા.બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.સુરત ACB એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડયા છે. પહેલાં ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરને ૧૦ હજારની લાંચ લેતા ACB રંગેહાથ ઝડપી પાડયા હતા. બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-૩…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



