Author: garvigujrat

કેટી પેરીનો એસ્ટ્રોનોટ લુક અને બેયોન્સેના આઉટફિટે જમાવ્યું આકર્ષણ.૭૮મા મેટ ગાલામાં વિશ્વભરના સિતારાઓનો ઝગમગાટ.બોલિવૂડ ડાયરેક્ટર કરણ જાેહરનું મેટ ગાલામાં ભવ્ય ડેબ્યૂ : મનીષ મલ્હોત્રાના કલેક્શન દ્વારા રાજા રવિ વર્માના વારસાને આપી અંજલિ.૭૮મા મેટ ગાલામાં વિશ્વભરના સેલિબ્રિટીઓનો મેળાવડો જાેવા મળ્યો. કેટી પેરી અને ટેયાના ટેલરથી લઈને બેયોન્સે, મેડોના, કિમ કાર્દાશિયન, નિકોલ કિડમેન, કેન્ડલ જેનર અને સબરીના કાર્પેન્ટર સુધી, ઘણી સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. કેટી પેરી એસ્ટ્રોનોટના લુકમાં આવી હતી, ત્યારે ડોએચી અને હૈદી ક્લૈમ સહિત અન્ય ઘણા સ્ટાર્સના આઉટ ફીટએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.અમેરિકન ગાયિકા કેટી પેરી મેટ ગાલા ૨૦૨૬ માં રેડ કાર્પેટ પર સફેદ પોશાક પહેરીને આવી હતી.તેણીએ એક…

Read More

રાજ્યના ૬ જિલ્લામાં માવઠું પડશે.ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી વરસાદની આગાહી.વાતાવરણમાં ૨ સિસ્ટમ સક્રિય થતાં ૪૦-૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ.રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે હજુ આગામી ૨૪ કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં બે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભેજવાળા પવનો ખેંચાઈ આવ્યા છે, જેના લીધે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમાચારની સીધી અસર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર જાેવા મળશે. હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓ-મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે…

Read More

શરૂ થશે નવા બે પ્રોજેક્ટ્સસેમીકંડક્ટરની રેસમાં ગુજરાતની મોટી છલાંગઆ પરિયોજનાઓનું લક્ષ્ય આયાત પર ભારતની ર્નિભરતા ઘટાડવાનું છે અને દેશને એક વૈશ્વિક ઈલેક્ટ્રિક સપ્લાય ચેન પાર્ટનરના રૂપમાં સ્થાપિત કરવાનું છે.કેન્દ્ર સરકારે ઈન્ડિયા સેમીકંડક્ટર મિશન (ISM) હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકંડક્ટર એકમની સ્થાપનાને મંજૂરી આપી છે. આ પગલું ન માત્ર ભારતના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂતી પ્રદાન કરશે, પરંતુ આગામી પેઢીની ડિસ્પ્લે ટેક્નોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની ઉપસ્થિતિ વૈશ્વિક પલટ પર નોંધાવશે. આ બંને પરિયોજનાઓમાં લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકારે કુલ ૧૦ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપી છે. તેમાંથી માઇક્રોન ટેક્નોલોજી અને કેન્સ ટેક્નોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના…

Read More

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, જનતાનો આદેશ સીધો ડીએમકે (DMK) સરકારની વિરુદ્ધમાં છે અને તેમાં કોંગ્રેસનો.કોઈ વાંક ન હોવા છતાં તેને નુકસાન વેઠવું પડ્યું છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે X પર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓ પોતાની બેઠકો હારી ગયા છે, જે સ્પષ્ટ કરે છે કે જનતાએ વર્તમાન સરકારને નકારી દીધી છે. હવે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિજયની પાર્ટી ટીવીકે (TVK) સાથે હાથ મિલાવવાની વ્યૂહરચના પર વિચાર કરી…

Read More

આઈટી ક્ષેત્રની અગ્રણી કંપનીમાં છટણી થશે.કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે.આ વખતે ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓની નોકરી પર જાેખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર.આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff) ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓની નોકરી પર જાેખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જાેવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ ૩,૫૭,૦૦૦થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે. કંપનીએ અગાઉ…

Read More

ઘરેલુ બજારમાં પણ બંને કિમતી ધાતુઓ ઉછળી .સોનાના ભાવમાં એકાએક તોતિંગ વધારો, ચાંદી પણ જાેરદાર ઉછળી.કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ ૧.૪૩ ટકા વધીને ૪૬૩૩ ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો.સોના અને ચાંદીમાં એકવાર ફરીથી તેજી જાેવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં સોનું ૧ ટકાથી વધુ ચડ્યું. જ્યારે ચાંદીએ પણ ઉછાળો માર્યો અને ૨ ટકા સુધી ચડી ગઈ. અત્રે જણાવવાનું કે બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી જાેવા મળતા આ તેજી જાેવા મળી રહી છે. કોમોડિટી બજારની વાત કરીએ તો કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ ૧.૪૩ ટકા વધીને ૪૬૩૩ ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો. જ્યારે ચાંદી લગભગ ૧.૩૬ ટકા ચડીને ૭૫ ડોલર પ્રતિ…

Read More

૮ મેના રોજ BJP ધારાસભ્યોની બેઠક.બંગાળમાં નવી સરકાર બનાવવાની હલચલ તેજ.ભાજપે બંગાળના પર્યવેક્ષક તરીકે ગૃહમંત્રી અમિત શાહને નિયુક્ત કર્યા છે : ભાજપે બંગાળમાં ૨૦૭ સીટો જીતી છે ૪ મેના રોજ જાહેર થયેલા પરિણામો સાથે પશ્ચિમ બંગાળનો રાજકીય માહોલ સ્પષ્ટ થઈ ગયો છે. ભાજપે ૨૦૭ બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે લગભગ દોઢ દાયકાથી સત્તામાં રહેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ચૂંટણી પરિણામો બાદ નવી વિધાનસભાની રચના માટેની તૈયારીઓ ઝડપી બની છે. ચૂંટણી પંચે એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. રાજ્યપાલને આ નોટિફિકેશન મોકલવામાં આવ્યું છે, જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. સૂત્રોના…

Read More

સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે વિજય.વિજય નહેરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : ૫,૦૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં સમગ્ર સમારોહનું આયોજન કરવામાં આવશે.તમિલનાડુમાં નવી સરકારની રચના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેતા-રાજકારણી વિજયે રાજ્યપાલને મળ્યા છે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમની પાર્ટી તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) એ કોંગ્રેસનો ટેકો મેળવ્યો છે, જેનાથી સરકાર બનાવવાનો રસ્તો સરળ થયો છે. આ સાથે, વિજયની પાર્ટી TVK એ AIDMK ગઠબંધનના પ્રસ્તાવને હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. ખરેખર, DMK ના લાંબા સમયથી સાથી રહેલા કોંગ્રેસે હવે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને વિજયની પાર્ટી TVK…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.1139નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.2788 અને ચાંદીના વાયદામાં રૂ.9990નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.43951.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.216088.04 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26780.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36834 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.260039.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.43951.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.216088.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36834 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5470.36 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 26780.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152889 અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતીય લોકશાહીમાં સૌથી મૂળભૂત જવાબદારી પધ્ધતિ એ છે કે નાગરિકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને તેમના કાર્યકાળના અંત પહેલા દૂર કરવાનો અધિકાર છે. પરંતુ આ મૂળભૂત જવાબદારીની પધ્ધતિ ખોવાઈ ગઈ છે. હાલમાં ઘણા ચૂંટાયેલા સાંસદ, ચૂંટણીના દિવસોમાં આપેલા તેમના વચનોથી વિરુધ્ધ કાર્ય કરતાં હોય છે. ઉપરાંત જે પક્ષની વિરુધ્ધમાં હતા તે પક્ષની સરકારને ટેકો આપતા હોય છે. ક્યારેક તેમના મતદારોને નુકશાન પહોંચાડતા બિલોને પણ સમર્થન આપતા હોય છે. ક્યારેક અથવા મોટેભાગે તેમના મતવિસ્તારમાંથી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જતાં હોય છે. આમ છતાં પાંચ વર્ષ સુધી અથવા આગામી ચૂંટણી સુધી કોઈ તેમણે કંઈ કશું કહી શકતું પણ નથી. યુનાઈટેડ સ્ટેટસમાં…

Read More