- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
- Magic Red Casino Review: Full Guide for UK Players
- Online casino VegasHero: overview and options for UK players
- Candyland casino games account verification guide for UK players
- મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દે
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે ક્રુઝ બોટ પલટી જવાથી બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર વડોદરાની હરણી બોટ કાંડની ઘટનાને યાદ કરી જાહેર સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ અકસ્માતે બોટ સવારી દ્વારા આનંદ અને સાહસ કરવા માંગતા ઘણા લોકોના ઉત્સાહને શોકમાં ફેરવી દીધો. અહીં જોવાની ખૂબી એ હતી કે આ દુર્ઘટના પછી પણ, વહીવટી તંત્ર પાસે કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ માહિતીનો અભાવ હતો. જ્યારે અધિકારીઓએ ફક્ત વેચાણ કરાયેલી ટિકિટોની સંખ્યા ના આધારે આંકડા જાહેર કર્યા?? જ્યારે વાસ્તવિકતા એ હતી કે ઘણા ટિકિટ ધારકો તેમના બાળકો સાથે હતા. જ્યારે સવાલ અહીં એ છે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) એ બજારમાં વેચાઈ રહેલા સિન્થેટિક પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને ગ્રાહક સુરક્ષા માટે બજારમાંથી દૂર કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ઉચ્ચ સ્તરની સમિતિએ ઓક્ટોબર ૨૦૨૫ માં આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને માર્ચ ૨૦૨૬ માં એક બેઠકમાં એને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. સમિતિનો તર્ક છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી ઉત્પાદક દેશ હોવા છતાં અહીં સસ્તા અને ભેળસેળ યુક્ત કુત્રિમ પનીરનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે. એ…
સોમનાથ મંદિરની ગણના જ્યોતિર્લિંગમાં પ્રથમ છે! અને એ ગુજરાતી માટે ગૌરવની વાત છે. 11 મેં એ સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ છે, અને આ વખતે મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થાય છે. સોમનાથ નું મંદિર ગૌરવશાળી ઈતિહાસનું સાક્ષી છે, અને દરેક હિન્દુઓની આસ્થાની ધજા છે. ભગવાન શંકર સંસારી હોવાથી જીવ તેથી સાથે આસાનીથી જોડાઈ શકે છે અને આ ઉપરાંત ભગવાન શંકર સહજ સરળ અને ભોળા છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ સર્વ પ્રથમ ક્રમે છે. આખી દુનિયામાંથી શિવભક્તો અહિં ભવ્ય શિવલિંગનાં દર્શન…
દાદી કી શાદી સાથેના ડેબ્યુને રિદ્ધીમાએ ‘કમિંગ ફુલ સર્કલ’ ગણાવ્યું રિદ્ધિમા ૪૫ વર્ષની ઉંમરે ડેબ્યુ કરનારી કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ રિદ્ધિ ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર એમ બંને સાથે સ્ક્રીન શેર કરશે ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સહાની ૪૫ વર્ષની ઉંમરે, ‘દાદી કી શાદી’થી એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. તે કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ બની રહી છે. આ ડેબ્યુ રિદ્ધિમા માટે ભાવનાત્મક છે અને તે વધુ ખાસ એટલા માટે બને છે કારણ કે તે ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર બંને સાથે સ્ક્રીન શેર…
કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે સફાઈ અભિયાન ગાંધીનગર કોંગ્રેસમાં ૨૦ સભ્યોને ઘરભેગા કરાયા ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૨૦ કાર્યકરોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચૂંટણીમાં…
બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનું દર્દ છલકાયું ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે ભારતીય બેડમિન્ટન જગતનો ચમકતો સિતારો સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ રોષ ઠાલવ્યો છ ઇન્સ્ટાગ્રામ મોડલ્સને અમારા કરતા વધુ મહત્ત્વ મળે છે: બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીનાં નિવેદનથી ચર્ચા જાગી છે. થોમસ કપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા બેડમિન્ટન સ્ટાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો આક્રોશથી હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા સ્તબ્ધ છે. થોમસ કપ રમીને અમે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કોઈ ઓળખતું નહોતું, સરકાર કે બેડમિન્ટન એસોસિએશન તરફથી પણ કોઈ સ્વાગતમાં ન આવ્યું નહોતું. હું મિત્રો સાથે ડિનર માટે જાઉં તો ટેબલ નથી મળતું, પણ ઈન્સ્ટાગ્રામની કોઈ ફેમસ વ્યક્તિ ત્યાં આવે તો તેનું સ્વાગત…
પોસ્ટમાં લખી દિલની વાત પંજાબના ખેલાડીના અચાનક મોતથી ભાવુક થયો વિરાટ કોહલી કોહલીએ પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલના અચાનક નિધન પર શોક વ્યક્ત કર્યો, બંને સાથે રમ્યા હતા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પંજાબના પૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરતા લખ્યું કે, “અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. તેના પરિવાર અને પ્રિયજનો માટે હું પ્રાર્થના કરું છું. તેઓની આત્માને શાંતિ મળે, ઓમ શાંતિ.” તમને જણાવી દઈએ કે, કોહલી અને અમનપ્રીત અંડર ૧૯ ક્રિકેટમાં એક સાથે રમી ચૂક્યા છે. એ જ કારણ છે કે, તેને…
સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.916 અને ચાંદીનો વાયદો રૂ.8845 વધ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.351 ગબડ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.34894.45 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.151450.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24453.38 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37141 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.186344.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34894.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.151450.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 37141 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3508.74 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24453.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152887ના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતમાં ગરીબો માટે શિક્ષણ મેળવવું અઘરું બની રહ્યું છે તેનું કારણ નીતિ આધારિત અસમાનતાઓ. એક તરફ સરકારી સંસ્થાઓનું ભંડોળ ઓછું કરી દેવાયું છે અને બીજી તરફ ખાનગી શિક્ષણનો ઊંચો ખર્ચ અને કોચિંગ સેન્ટરોની મોંઘીદાટ ફી ગરીબ પરિવારોને પરવડે તેમ નથી. ઉપરાંત શિક્ષણ સામાજિક સ્થિરતા લાવી શકે છે તેવો તેમનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. ત્યારે યાદ કરીએ નહેરુ યુગ, નહેરુના સમયમાં ભારતમાં ગરીબો શિક્ષણને મહાન સ્તરીકરણ માનીને એક સરળ ક્રાંતિકારી વિચારમાં વિશ્વાસ રાખતા હતા. “પઢ જાયેંગે તો બઢ જાયેંગે” (“ભણીશું તો આગળ વધીશું”) તેમના માટે શિક્ષણ જાતિ, ગરીબી, જન્મના વારસાગત ગેરફાયદામાંથી બહાર નીકળવાનો માર્ગ હતો. ભારતના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશના વિવિધ રાજ્યોની હાલમાં જ થયેલી ચૂંટણીઓ પછી પશ્ચિમ બંગાળમાં સત્તા પલટો થયો અને બંગાળના ઇતિહાસમાં કદી પણ સત્તા ન મેળવી શકેલા એક પક્ષને બંગાળનું સિંહાસન મળ્યું છે એટલે આ પક્ષ (ભાજપ)ના કાર્યકરો અને નેતાઓમાં જીતનો ઉભરો આવે એ સ્વાભાવિક ગણાય પરંતુ કમનસીબે વિજયને પચાવી ન શકેલા. વિજેતા ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ જે રીતે વિજયની ઉન્માદી ઉજવણી કરી છે તેના કારણે સમગ્ર બંગાળ હિંસાની આગમાં સપડાઈ ગયું છે. અને એને કારણે સભ્ય અને સંસ્કારી સમાજ એ બંગાળનો હોય કે અન્ય કોઈપણ રાજ્યનો તેના મનમાં દહેશત,ભય અને ચિંતાનું લખલખુ પસાર થઈ રહ્યું છે. સૌના હોઠ ઉપર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


