- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
LPG સંકટ વચ્ચે સરકારનો મોટો ર્નિણય હવે પેટ્રોલ પંપ પર ગેસ સિલિન્ડર પણ મળશે નવા નિયમો હેઠળ ૫ કિલોગ્રામના નાના સિલિન્ડર હવે રાજ્ય સંચાલિત ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ પર મળશે ઈરાન અને અમેરિકાના વચ્ચેના સંઘર્ષને કારણે ભારતની ઓઈલ અને ગેસ આયાત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેથી ઓઈલ અને ગેસ સંકટને ઉકેલવા માટે સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક નિયમોમાં સુધારો કર્યો છે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરના દરોમાં ફેરફાર અને બુકિંગ સમયમર્યાદામાં ફેરફારથી લઈને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો અને દાયકાઓથી મોટાભાગે ગાયબ થયેલ કેરોસીન પરત…
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો સુરક્ષા એજન્સીઓએ દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહમદ લોનની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકી બાંગ્લાદેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવીને તેને દિલ્હી બોર્ડર પરથી દબોચી લીધો છે. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાના મિશન પર હતો. હાલ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે દિલ્હી અને…
રાજકોટમાં કોળી સમાજના યુવાન પર પોલીસ દ્વારા અત્યાચાર સામે આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોળી, ઠાકોર તેમજ અન્ય પછાત સમાજના લોકો પર પોલીસ દ્વારા અન્યાય, બેરહેમીથી મારપીટ અને ખોટા કેસોના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. તેમણે તાજેતરમાં રાજકોટની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજકોટમાં કોળી સમાજના પત્રકાર…
ભ્રષ્ટ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરમાં નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે લડી રહેલા આમ આદમી પાર્ટીના સિનિયર નેતા કમલેશ કોટેચા સહિત નેતાઓ પર ખોટી ફરિયાદ દાખલ કરીને જેલમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોના અધિકારો માટે જેલ જવા પણ તૈયાર હોય, આજે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં પોલીસ સ્ટેશન પહોંચીને સાબિત કરી દીધું કે અમે તમારી જેલથી ડરતા નથી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે, મુખ્ય બાબત એ છે કે સુરેન્દ્રનગરના રહેવાસીઓને રોડ રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે અનેક સમસ્યાઓ છે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડોનું ભ્રષ્ટાચાર કરવામાં આવે…
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ગુજરાતના યુવાનો અને ગુજરાતના વિદ્યાર્થીઓ પર અત્યાચાર અને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેના કારણે યુવાનો હવે ભાજપને પસંદ પણ કરતા નથી અને ભાજપના નેતાઓની રેલીઓમાં પણ જવા માંગતા નથી. તો હવે જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તો એમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે વિદ્યાર્થીઓ પણ દબાણ કરવામાં આવી રહ્યું છે અને બળજબરીપૂર્વક આ રેલી અને સભામાં લઈ જવામાં આવી રહ્યા છે. અમને જાણકારી મળી છે કે ગુજરાતની 47 એન્જિનિયરિંગ…
દહેગામના ખેડુતો અને પશુપાલકો દ્વારા કડજોદરા મુકામે એક જનસંમેલન યોજાયું હતું, જેમાં દહેગામના ખેડુતો અને પશુપાલકોની એક જ માંગણી “વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં” ગુંજી ઊઠી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોપાલ રાયે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ આંદોલન માત્ર દહેગામના લોકો પૂરતું સીમિત નથી, પરંતુ સાંબરકાંઠા, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના લોકોનું આંદોલન બની ગયું છે અને આખું ગુજરાત તેમના સમર્થનમાં ઉભું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતનું મીની ભારત કહેવાતું સુરત શહેર વિવિધતામાં એકતા સમાન છે. જ્યાં દરેક પ્રાંતના લોકો આવીને શહેરના વિવિધ સ્થળોએ વસવા લાગતા શહેરની વસ્તીમાં પણ વધારો થતાં જમીનોના ભાવ ઊંચકાવા લાગ્યા અને એનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ખંધા બિલ્ડરોએ મહાકાલ ગ્રુપના વકીલો કે જેઓ કોર્ટમા પ્રેક્ટીસ કરતાં નથી તેઓ મારફતે કોઠા કબાડાની કરોડોની જમીનો તેઓના ટેબલ ઉપરથી નિકાલ કરાવતા હોય છે. ત્યારે આજે પણ મોટી ઉંમરના વકીલો તેઓનું ગુજરાન ચલાવવા માટે વ્હીલચેરમાં આવી પ્રેક્ટીસ કરવાની ફરજ પડી છે. અને તેઓ જિંદગીભર વકીલાત કરતાં કરતાં માંડ માંડ ઘર કે નાની ઓફિસ કે એક ફોરવ્હીલ વસાવી શકયા છે. જેની સામે કેટલાક…
સોનાના વાયદામાં રૂ.1418, ચાંદીના વાયદામાં રૂ.3567 અને ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.200ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.27350.41 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66293.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18399.44 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35467 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.93645.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27350.41 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.66293.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35467 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2426.51 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18399.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.142100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.145797 અને…
શ્રીલંકાના સાંસદ નેતા નમલ રાજપક્ષાએ ભારતનો આભાર માન્યો.ભારતે સંકટના સમયે શ્રીલંકાને ૩૮ હજાર ટન પેટ્રોલિયમની સહાય કરી.જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય હોય કે આર્થિક સહાય, ભારતે હંમેશા પોતાની ‘પડોશી પ્રથમ’ની નીતિનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં ભારત ફરી એકવાર પડોશી દેશ શ્રીલંકાની મદદે આવ્યું છે. શ્રીલંકાના સાંસદ અને નેતા નમલ રાજપક્ષાએ મુશ્કેલ સમયમાં ૩૮,૦૦૦ ટન પેટ્રોલિયમની સમયસર આપૂર્તિ કરવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા દ્વારા હૃદયપૂર્વક આભાર માન્યો છે. નમલ રાજપક્ષાએ જણાવ્યું હતું કે ભારત હંમેશા શ્રીલંકા માટે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’…
નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ.૨૦ એપ્રિલથી ફ્લાઈટમાં ૬૦% સીટ વધારાના ચાર્જ વગર ઓફર થશે.સીટ એલોકેશનમાં પણ એરલાઈન્સ દ્વારા પારદર્શક પ્રક્રિયાનું પાલન થશે: DGCA.સઉડ્ડયન ક્ષેત્ર પર દેખરેખ રાખતી એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઈન્સ કંપનીઓની નફાખોરી પર લગામ કસવા આખરે પ્રયાસ થયો છે. DGCA ના જણાવ્યા મુજબ, ૨૦ એપ્રિલથી એરલાઈન્સ એજન્સીઓ વધારાનો ચાર્જ લીધા સિવાય ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકની ફાળવણી કરશે. સીટ એલોકેશનની પ્રક્રિયાને પણ આ સાથે પારદર્શક બનાવવામાં આવશે. અગાઉ ૧૮ માર્ચે કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવાની સૂચના DGCA ને આપી હતી. જેના ભાગરૂપે નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. સરકારની સૂચના અન્વયે…




