- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
પાંચ વરસના ભાડા પેઠે ૨.૮૧ કરોડ રૂપિયા ચુકવશે માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં ૭૩૧ સ્કે. ફૂટની ઓફિસ ભાડા પર લીધી પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે માધુરી દીક્ષિતે મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પર લીધી છે. જેનું શરૂઆતમાં ભાડું ૪.૨૫ લાખ રૂપિયા હશે અને પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે. અભિનેત્રી પાંચ વરસમાટે ૨. ૮૧ કરોડ રૂપિયા ભાડા પેટે ચુકવશે. રજિસ્ટરકરાયેલા દસ્તાવેજાેના અનુસાર, માધુરીએ ૭૩૧ સ્કે. ફૂટની એક કમર્શિયલ ગાળો લીધો છે. જેમા ંએક કાર પાર્કિંગ પણ સામેલ છે. જે માટે ૭૨,૬૦૦ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં…
યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી ઈરાનની ધમકી-US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો હવે ઈઝરાયલની યુનિવર્સિટીઓ અને પશ્ચિમ એશિયાના આરબ દેશોમાં આવેલી અમેરિકા સાથે જાેડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ મુખ્ય નિશાન પર ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી અને ઇસ્ફહાનની ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.IRGC એ ચેતવણી આપી…
ઈન્ટરનેશનલ સ્ટાઇલમાં છેતરપિંડી ટ્રાવેલ એજન્ટ પાસેથી ૧૯ લાખ પડાવનાર માસ્ટમાઇન્ડ ઝડપાયો ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા એક વેપારી સાથે અત્યંત ચાલાકી અને પ્લાનિંગથી છેતરપિંડી છત્તીસગઢની રાજધાની રાયપુરના તેલીબાંધા વિસ્તારમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા એક વેપારી સાથે અત્યંત ચાલાકી અને પ્લાનિંગથી છેતરપિંડી આચવામાં આવી છે. આ કેસમાં પીડિત હરદીપ સિંહ હોરા “ટ્રાવેલ પ્લાનર” નામની ટૂર અને ટ્રાવેલ્સ કંપની ચલાવે છે. ૧ માર્ચ ૨૦૨૬ના રોજ હરદીપ સિંહ હોરાને વોટ્સએપ કોલ આવ્યો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને હર્ષિત અગ્રવાલ તરીકે ઓળખાવ્યો અને અમેરિકા તેમજ લંડનમાં હોટલ બુકિંગની વાત કરી. વિશ્વાસ જીતવા માટે તેણે વિવિધ હોટલ વિકલ્પો માંગ્યા અને બીજા દિવસે પેમેન્ટ…
યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા યુદ્ધ ક્યારે સમાપ્ત થાય તેના કોઈ અણસાર દેખાતા નથી જે યુદ્ધ થોડા દિવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ બની રહ્યું છે ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા છે. જે યુદ્ધ થોડા દિવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ બની રહ્યું છે. ઈરાનમાં સત્તા પરિવર્તન માટે શરૂ થયું હતું યુદ્ધ જેમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે હુમલા શરૂ કર્યા હતા. જાે કે, સુપ્રીમ લીડર અને…
શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા : ઈરાન ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે : ઈરાન અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા છે, ત્યારે ઈરાની સંસદના સ્પીકરે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્પીકર મોહમ્મદ ગાલિબાફે દાવો કર્યો છે કે, ‘અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ ગુપ્ત રીતે ઈરાનમાં ઘૂસી જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.’ ઈરાની સંસદના સ્પીકરે યુદ્ધ વચ્ચે ચેતવણી આપી છે કે, ‘ઈરાન અમેરિકાના સહયોગી…
મન કી બાતમાં વડાપ્રધાન મોદીની અપીલ વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું આપણા વૈશ્વિક સંબંધો, વિવિધ દેશો તરફથી આપણને મળેલા સહયોગ અને છેલ્લા દાયકામાં આપણે જે શક્તિઓ બનાવી છે તેના કારણે ભારત આ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શક્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ૧૧ વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સાથે સીધી વાત કરી. મન કી બાત કાર્યક્રમના ૧૩૨ મા એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું, “માર્ચનો આ મહિનો વૈશ્વિક સ્તરે ખૂબ જ અશાંતિપૂર્ણ રહ્યો છે. આપણે બધાને યાદ છે કે ભૂતકાળમાં, કોવિડને કારણે સમગ્ર વિશ્વ લાંબા સમય સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરી…
તપતી ગરમીમાં તરસ્યા પક્ષીઓ માટે ‘આદી ફાઉન્ડેશન’ની અનોખી પહેલ 1000થી વધુ પાણીના વાસણોનું વિતરણ, નાગરિકોએ લીધી સેવા કરવાની પ્રતિજ્ઞા અમદાવાદની કરકસર ગરમીમાં જ્યાં માનવજીવન મુશ્કેલ બની રહ્યું છે, ત્યાં બેઝુબાન પક્ષીઓ માટે પાણી મેળવવું જીવ-મરણનો પ્રશ્ન બની જાય છે। આવી પરિસ્થિતિમાં ‘આદી ફાઉન્ડેશન’ દ્વારા માનવતાભરી અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી છે। આજે ગુરુકુલ સ્થિત ઑક્સફર્ડ ટાવર ખાતે પક્ષીઓ માટે માટીના પાણીના વાસણોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ અભિયાન અંતર્ગત 1000થી વધુ માટીના પાણીના વાસણો નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઘર, છત, બાલ્કની અને આસપાસના વિસ્તારોમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી શકે। કાર્યક્રમમાં હાજર નાગરિકોએ આ સુંદર…
ગ્વાલિયર, 28 માર્ચ (પીટીઆઈ) ભારતીય સેનાની ફાયરપાવરને પ્રોત્સાહન આપવા માટે, એક ડિફેન્સ મેજરએ શનિવારે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ઉત્પાદિત 2,000 ‘પ્રહાર’, લાઇટ મશીનગન (LMG) નો પ્રથમ બેચ પહોંચાડ્યો. 7.62 મીમી-કેલિબર હથિયારનું ઉત્પાદન અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ દ્વારા ગ્વાલિયરની બહાર સ્થિત તેના સ્મોલ આર્મ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું છે. આર્મીને LMG સોંપવા માટે શનિવારે તેના પરિસરમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં સંરક્ષણ મંત્રાલયના ડીજી એક્વિઝિશન એ અનબારાસુ, અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશી અને ખાનગી કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અનબારાસુએ બાદમાં સેના માટે LMGની પ્રથમ બેચ લઈ જતી ટ્રકોની શ્રેણીને લીલી ઝંડી આપી. ફ્લેગ ઓફ કર્યા પછી…
આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક સરકારી રિપોર્ટની પોલ ખોલતા જણાવ્યું હતું કે, આજે સરકારે “ભરમાવો ભટકાવો” અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને એક પણ સેમ્પલનું દૂધ હાનિકારક નીકળ્યું નથી. અહીંયા હકીકતમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. જે રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગનું દૂધ જોવા જઈએ તો એ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે, પહેલા કહેવામાં આવે છે કે દૂધ સબ સ્ટાન્ડર્ડ છે અને પછી કહ્યું કે આમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈના દાદર પોલીસે આપેલી માહિતી મુજબ સિધ્ધવિનાયક મંદિરની કર્મચારી વીણા પાટીલને CCTV કેમેરાના ફૂટેજ તપાસતી વખતે દાનપેટીમાંથી ચોરી થતી હોવાનું જણાયું હતું. તેણે તાત્કાલિક તેના સિનિયર અધિકારીણે જાણ કરી હતી. ત્યાર બાદ ટ્રસ્ટના સભ્યોએ છેલ્લા આઠ થી ૧૦ દિવસના CCTV કેમેરાના ફૂટેજ તપસ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપી વારંવાર દાનપેટીઓમાંથી પૈસા ચોરી રહ્યો હતો. ત્યાર બાદ ટ્રસ્ટે દાદર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે દાદર પોલીસે શુક્રવારે આરોપીની ધરપકડ કરી હતી. આમ મુંબઈના પ્રખ્યાત સિધ્ધવિનાયક મંદિરમાં કર્મચારી ધ્વારા જ ચોરી કરવાનો બનાવ બન્યો છે. તાજેતરમાં જ દાનપેટીમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર ચોરી…




