Author: Garvi Gujarat

નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો.૧ જાન્યુઆરીથી CNG અને PNG ભાવ ઘટી શકે છે.આ ફેરફારને કારણે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ગેસ પહોંચાડવાનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ ગ્રાહકોને ભાવ ઘટાડા સ્વરૂપે મળશે.આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવતા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ૨ થી ૩ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. PNGRB સભ્ય એ.કે. તિવારીએ જણાવ્યું હતું કે, બોર્ડે હાલની જટિલ ટેરિફ વ્યવસ્થાને સરળ બનાવી છે. અત્યાર સુધી અમલમાં રહેલી ત્રણ ઝોનની વ્યવસ્થાને નાબૂદ કરીને હવે…

Read More

એકને ગોળ અને બીજાને ખોળ.સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ.બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ?.ગુજરાતના બે જિલ્લાઓમાંથી કોઈ પાકરો કોઈ પોતાનો હોય ખરો! ન જ હોય પણ તંત્ર ઈચ્છે તો આવું બને પણ ખરું, વાત છે છોટા ઉદેપુર જિલ્લાની, જ્યાં ખેડૂતોમાં ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા અંગે રોષ ભભૂકયો છે. કારણ કે કપાસ ખરીદીમાં ‘વ્હાલા-દવલા‘ની નીતિનું વલણ રાખવામાં આવ્યું છે બે જિલ્લામાં અલગ-અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ? હાલમાં છોટા ઉદેપુર…

Read More

૨૦૨૪માં જંત્રી માટે વાંધા સૂચનો મંગાવાયા હતા.નવી જંત્રીના અમલ માટે ગુજરાત સરકારમાં હિલચાલ.વર્ષ ૨૦૨૬ના શરૂઆતમાં નવી જંત્રી લાગુ થવાની સંભાવના છે.રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તા. ૧૫-૦૪- ૨૦૨૩ થી અમલમાં છે. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાંને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ-૨૦૨૩ થી નવેમ્બર-૨૦૨૩ સુધી તબક્કાવારફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. “શહેરી વિસ્તાર” અને…

Read More

કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂરસરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી ખેડૂતો માટે ન્યાયની માંગ કરી.ખેડૂતોને થયેલા ખર્ચ અને બગડેલા પાકની સામે મળવાપાત્ર સહાય ખૂબ જ ઓછી હોવાથી ધરતીપુત્રોમાં અસંતોષની લાગણી જન્મી છે.પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન બાદ જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતો માટે અપૂરતું સાબિત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ એકત્ર થઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી વાસ્તવિક નુકસાન મુજબ વળતર આપવાની માંગ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ગોધરા પંથકમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન…

Read More

બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી..ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ કરવાનો ર્નિણય લેવાયો.ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર સુરક્ષાના કારણોસર બપોરે બે વાગ્યાથી તેની કામગીરી સ્થગિત કરી દેવાઈ.બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બગડતી જતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો ર્નિણય લીધો છે. ઢાકા સ્થિત ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC)ને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. જમુના ફ્યુચર પાર્કમાં આવેલું આ સેન્ટર ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ સુરક્ષાના કારણોસર આજે બપોરે બે વાગ્યાથી તેની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. IVAC દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિને જાેતા આ પગલું ભરવામાં…

Read More

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુંટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કિ કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર્જ ચૂકવવાનો રહેશેરેલવેમાં મુસાફરી કરતાં લોકોએ હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ મામલે સરકારે માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (૧૭ ડિસેમ્બર) જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કિ કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે. તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીએ પૂછેલા સવાલના લેખિત જવાબમાં વૈષ્ણવે સામાન પર એકસ્ટ્રા ચાર્જ મામલે નિવેદન આપ્યું હતું. રેડ્ડીએ અગાઉ પૂછ્યું હતું કે, શું રેલવે, એરપોર્ટ…

Read More

તમામ ગેસ્ટ્સ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી, ગાંધીનગર સચિવાલયમાં હાઈ એલર્ટ.સંયુક્ત કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, પોલીસ ટીમો સંબંધિત શાળાઓમાં તપાસ કરી પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ શાળાઓને આજે બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ પર આવી ગયું છે. આ ધમકીના પગલે અમદાવાદની કેટલીક શાળાઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રજા જાહેર કરી હતી, જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા નવા અને જૂના સચિવાલયમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. બોમ્બ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિવાલય પરિસરમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગની માહિતીના આધારે આ…

Read More

ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો!.SIR ની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં.મમતા બેનર્જીના મતવિસ્તાર ભવાનીપુરમાંથી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે ૪૫,૦૦૦ મતદારોના નામ હટાવાતા ખળભળાટ.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મતવિસ્તાર ભવાનીપુરમાંથી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે ૪૫,૦૦૦ મતદારોના નામ હટાવવામાં આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ આંકડો કુલ મતદારોના લગભગ ૨૧.૭ ટકા જેટલો થાય છે, જેને પગલે તૃણમૂલ કોંગ્રેસ(TMC) એ ગ્રાઉન્ડ લેવલ પર તપાસ શરૂ કરી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, જાન્યુઆરી ૨૦૨૫ સુધી ભવાનીપુર બેઠક પર કુલ ૨,૦૬,૨૯૫ મતદારો હતા. જાેકે, સ્પેશિયલ વોટર રિવિઝન(SIR) અભિયાન બાદ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ યાદીમાં હવે માત્ર ૧,૬૧,૫૦૯ મતદારો જ બચ્યા…

Read More

૧.૯ કરોડને નોટિસ.પ.બંગાળમાં ૫૮ લાખ મતદારોના નામ કપાયાચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર, ચકાસણી દરમિયાન ૨૮ લાખ ગણતરી ફોર્મ અગાઉની SIR યાદી સાથે મેળ ખાતા નથી.પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બીજા તબક્કાના ભાગ રૂપે મંગળવારે (૧૬ ડિસેમ્બર) જાહેર કરાયેલા ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યમાં મતદારોની સંખ્યા ઘટીને ૭.૧ કરોડ રહી ગઈ છે. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં નોંધાયેલા ૭.૬ કરોડ મતદારોમાંથી, ૭.૬ ટકા એટલે આશરે ૫૮ લાખ નામ મૃત, સ્થળાંતરિત, ગેરહાજર અથવા એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા હોવાને કારણે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર, ચકાસણી દરમિયાન ૨૮ લાખ ગણતરી ફોર્મ અગાઉની SIR યાદી સાથે મેળ ખાતા નથી, જ્યારે ૧૬.૫ કરોડ ફોર્મમાં…

Read More

ઑફિસો માટે નવા નિયમો ૧૮ ડિસેમ્બરથી અમલ.દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે ૫૦% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત.પ્રદૂષણના સંકટને ટાળવા સરકારી અને ખાનગી ઑફિસોમાં માત્ર ૫૦% કર્મચારીઓની હાજરી સાથે કામકાજ ચલાવવાનું રહેશે.દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જાેતાં રેખા ગુપ્તા સરકાર ઍક્શન મોડમાં આવી છે. પ્રદૂષણ રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે દિલ્હી સરકારે સરકારી અને પ્રાયવેટ બંને ઑફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો આદેશ કર્યો છે. આ ર્નિણય દિલ્હીની એર ક્વોલિટી અત્યંત ગંભીર સ્તરે પહોંચ્યા બાદ લેવામાં આવ્યો છે, કારણ કે આવી હવામાં બહાર નીકળવું લોકો માટે બિલકુલ સુરક્ષિત નથી. દિલ્હીના શ્રમ મંત્રાલયના આદેશ અનુસાર, પ્રદૂષણના સંકટને ટાળવા માટે…

Read More