- ભાજપના કાર્યક્રમો સામે આપનું “દીવા તળે અંધારું” કેમ્પેઇન
- ન્યાયતંત્ર, વ્યક્તિગત સ્વતંત્રતા અને અંડરટ્રાયલ કેદીઓની સ્થિતિ પર ચિંતા
- ભારતીય ન્યાયતંત્રની પારદર્શિતા અને મહિલા ન્યાયાધીશો સામેના પડકારો
- ભગવાન શ્રી ગણેશની દિવ્ય લીલા, રહસ્યો અને શાસ્ત્રીય મહાત્મ્ય
- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
Author: garvigujrat
‘ધુરંધર ૨’ ૨૦૨૬ની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં ધુરંધર ૨ સામેલ ફિલ્મ ‘ધુરંધર ૨’એ ક્રિસ હેમ્સવર્થની ‘ક્રાઇમ ૧૦૧’ અને ઝેન્ડાયા ની ‘ધ ડ્રામા’ને પણ પાછળ છોડી ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાની સાથે આદિત્ય ધરની સ્પાય ડ્રામા ‘ધુરંધર: ધ રિવેન્જ’ વૈશ્વિક સ્તરે પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ભારત અને નોર્થ અમેરિકા ખાતે મળેલી અદ્ભુત સફળતાએ ફિલ્મને આ વર્ષે વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.થિયેટરમાં ત્રીજું અઠવાડિયું પૂરું થવાનું છે, ત્યારે ‘ધુરંધર ૨’એ ભારતમાં ૧૦૦૦ કરોડથી વધુ નેટ અને ૧૨૪૬ કરોડ ગ્રોસ કમાણી કરી છે, જે હિન્દી…
સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની…
મૂળી-૨ બેઠક પરથી લડશે ચૂંટણી ભાજપમાં જાેડાયાના ૨૪ કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ ભાજપે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-૨ બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો જાેવા મળ્યો છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જાેડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે તેમને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-૨ બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નોંધનીય છે કે રાજુ કરપડા ગઈકાલે જ વિધિવત રીતે ભાજપમાં જાેડાયા હતા…
૧૦ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં ૬૦ થી ૬૫ ટકાનો વધારો સમગ્ર શહેરમાં વહેંચી હતી અને તેની અસર પણ લોકોમાં જાેવા મળી હતી. કોરોના બાદ હોમિયોપેથી કોલેજની સીટોમાં ૫૦% નો વધારો થયો છે છેલ્લા પાંચથી છ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં ૬૦થી ૬૫ ટકાનો વધારો થયો છે. લોકો હવે એલોપેથી સારવારથી હોમિયોપેથી તરફ વળી રહ્યા છે. હોમિયોપેથીએ જર્મન ચિકિત્સક ડૉ.સેમ્યુઅલ હૅનેમેન દ્વારા ૧૮મી સદીમાં વિકસાવવામાં આવેલી એક પ્રાકૃતિક અને સર્વગ્રાહી ચિકિત્સા પદ્ધતિ છે. તે “સમ: સમમ્ શમયતિ” એટલે કે “જેનાથી રોગ થાય, તેનાથી જ તે મટે” ના સિદ્ધાંત પર આધારિત છે, જે દર્દીના શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણોને…
હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો થતા નિર્ણય ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ $ ૮૫-ઇં૯૦ થી વધીને $ ૧૫૦-$ ૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો ઝીંક્યો છે. યુદ્ધના કારણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ૨૫% જેટલો હિસ્સો ધરાવતા ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, એર ઇન્ડિયા, ઈન્ડિગો અને યુનાઈટેડ એરલાઇન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ ટિકિટના ભાવ, સામાન ફી અને સર્વિસ ચાર્જમાં વધારો…
સોનાના વાયદામાં રૂ.644 અને ચાંદીના વાયદામાં રૂ.1371ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36696 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.154435.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36696 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.97 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152685ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152990 અને નીચામાં રૂ.151745ના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમાજમાં સામાન્ય રૂપે દીકરીના છૂટાછેડા થાય ત્યારે માતા-પિતાની સાથે સમગ્ર પરિવાર પણ દુઃખી થતો હોય છે. એને બદલે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ સામાજિક રૂઢિચુસ્તતા તોડીને એક નવો ચીલો ચાતર્યો છે. પોતાની પુત્રીના છૂટાછેડા પર શોક મનાવવાને બદલે આ પરિવારે ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે તેનું ભવ્ય સ્વાગત કરીને આ પ્રસંગને ઉત્સવમાં ફેરવી નાખ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અનોખા સ્વાગત ના વિડીયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે અને લોકો પિતાના આ પ્રગતિશીલ વિચાર ના વખાણ કરી રહ્યા છે. મેરઠના શાસ્ત્રીનગર ની રહેવાસી પ્રતીક્ષા ના લગ્ન વર્ષ ૨૦૧૮ માં શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે થયા હતા.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મહિલાઓના જાતિય શોષણ અને કાળા કરતૂતોના કારણે જેલમાં બંધ ભોન્દુબાબા અશોક ખરાતને બળાત્કારના મુખ્ય કેસ જેમાં તેના જ ઓફિસ સ્ટાફની સાત મહિનાની ગર્ભવતી પત્નીનું જાતિય શોષણ કરવાનો આરોપ છે એમાં ધરપકડ કરીને વિડીયો લિન્ક ધ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ અરજી પર દલીલો દરમ્યાન ખુલાસો થયો હતો કે પોલીસે હજી પણ એ શોધવાનું બાકી છે કે અશોક ખરાત તેના ગ્રાહકોને ડરાવવા માટે રમકડાંના સાપ અને વાઘનું ચામડું ક્યાથી લાવ્યો હતો.એથી કસ્ટડી લંબાવવામાં આવી હતી.
ધોની મારો આદર્શ, ફિનિશર બનવું છે મારું લક્ષ્ય IPL રાતોરાત સ્ટાર બન્યા બાદ મુકુલ ચૌધરી થયો ભાવુક મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી આઈપીએલ ૨૦૨૬ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. ૨૧ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરીએ માત્ર ૨૭ બોલમાં ૭ સિક્સર અને ૧ ચોગ્ગાની મદદથી અણનમ ૫૪ રન ફટકારીને લખનૌને ૩ વિકેટથી યાદગાર જીત અપાવી છે. મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી. મેચ બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં મુકુલ…
શું કોંગ્રેસને ગુજરાતથી કોઈ વાંધો છે? ખડગે બાદ હવે કન્હૈયા કુમારના નિવેદનથી ભારે ખળભળાટ “સૌથી મોટો ઘૂસણખોર ગુજરાતમાંથી આવ્યો છે” કન્હૈયાના આ વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતમાં ભારે રોષ વ્યાપી ગયો છે ચૂંટણીના ગરમાવા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ હવે વ્યક્તિગત અને પ્રાદેશિક સ્તરે પહોંચી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ આસામમાં એક રેલી દરમિયાન કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કન્હૈયા કુમારે ગુજરાત અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને નિશાન બનાવીને એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ગુજરાતીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમારે મંચ પરથી કહ્યું કે, “હું આવ્યો ત્યારે મને મીડિયાના એક પત્રકારે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


