- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
પુણેના વકીલે તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાવી ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાની ઉજવણી હાર્દિક પંડ્યાએ ભૂલ કરી નાખી ઉજવણી દરમિયાન તિરંગો લપેટીને હાર્દિક ફરતો જાેવા મળ્યો, પોડિયમ પર ગર્લફ્રેન્ડ સાથે સૂતો જાેવા મળ્યો ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શાનદાર જીત મેળવી અને ટ્રોફી જીતી. ખેલાડીઓએ મનમૂકીને ઉજવણી પણ કરી. પરંતુ ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યા ઉજવણીમાં એવી ભૂલ કરી બેઠો કે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મહારાષ્ટ્રના પુણેના એક પોલીસ મથકમાં વકીલ વાજેદ ખાન બિડકરે આ મામલે હાર્દિક પંડ્યા વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાનની ફરિયાદ કરી છે…
ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધ્યા ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧% થયો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર ૨.૭૫ ટકા હતો પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જાેવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને ૩.૨૧ ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જાેખમ તોળાઈ રહ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) ૨.૭૫ ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને ૩.૨૧ ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો…
ભોજનના ભાવ વધશે ગેસ સિલિન્ડરની તંગીથી ઉજ્જૈનમાં ભોજનાલય-રેસ્ટોરન્ટ માલિકો ટેન્શનમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે થઈ રહેલા યુદ્ધની અસર હવે મહાકાલેશ્વરની નગરીમાં પણ દેખાવા લાગી છે વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની નગરી જેને ધાર્મિક નગરીના નામથી પણ ઓળખવામાં આવે છે. રોજ અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જાે કે હાલમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધના તણાવની અસર ઉજ્જૈનમાં પણ જાેવા મળી રહી છે. ઉજ્જૈનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પ્રભાવિત થઈ ગઈ છે. તેની સીધી અસર મહાકાલ મંદિર વિસ્તારમાં આવેલી ૩૫૦થી વધારે રેસ્ટોરન્ટ અને ભોજનાલય પર પડી છે. આ જગ્યા પર માત્ર બે દિવસનો ગેસ બચ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક હોટલ માલિકો ભોજન…
ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવેથીકુટુંબ‘ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર ર્નિભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જાે કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.…
બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો : રોહિત પવાર રોહિત પવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારના વિમાન દુર્ઘટના કેસ અંગે એક મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો મહારાષ્ટ્ર સરકારમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા રહેલા સ્વર્ગસ્થ અજિત પવારના પ્લેન અકસ્માતના કેસમાં ધારાસભ્ય રોહિત પવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના નેતા અને ધારાસભ્ય રોહિત પવારે જણાવ્યું કે, “હું ૨ દિવસ પછી એક મોટો ખુલાસો કરીશ.” પવારનું કહેવું છે કે રાહુલ ગાંધીએ…
તેનો હેતુ મંદિરોની પવિત્રતા જાળવવાનો છે ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ઉત્તરાખંડના ૪૭ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ઉત્તરાખંડમાં તેના અધિકારક્ષેત્ર હેઠળના ૪૭ મંદિરોમાં બિન હિન્દુ કરનારાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેમાં બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. આ ર્નિણય દેહરાદૂન સ્થિત મંદિર સમિતિના કાર્યાલયમાં મ્દ્ભ્ઝ્રના પ્રમુખ હેમંત દ્વિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે, સમિતિ ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ર્નિણય ફક્ત સનાતન ધર્મનો દાવો કરનારાઓને જ ચારધામ મંદિરો…
ક્રૂડ તેલના વાયદામાં તેજીની આગેકૂચ સાથે ભાવમાં રૂ.350નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં પણ વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40170 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155534.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40170 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5100.36 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162799ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162991 અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મ.ન.પા મા આજ રોજ અધિકારી વર્ગ અને ટેકનિકલ કલાર્ક વિગેરેની જગ્યા ભરવા માટે જે જાહેરત બહાર પાડેલ છે તે બદલ સુરત મ.ન.પા ના કમિશ્નર નાગરાજન ને ખૂબખૂબ અભિનંદન. સુરત મ.ન.પા માં આશરે ૦૯ વર્ષ કરતાં વધુ સમયથી સફાઈ કામદાર, બેલદાર, કલાર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડ્રાઈવર, સ્ટાફ નર્સ,જુનિયર ફાર્માસીસ્ટ, મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ, માર્શલ (વોચ એન્ડ વોર્ડ), ટાઉન પ્લાનર, મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર, લેબોરેટરી ટેક્નિશિયન, ઝૂકીપર વિગેરે ની જગ્યાઓ ખાલી હોવા છતાં લાંબા સમયથી ભરતી કરવામાં આવતી ન હતી. સુરત મહાનગરપાલિકા આ જગ્યાઓ ભરે તે માટે જાગૃતિ દાખવીને હવે કર્મચારીઓના હિતમા જાગૃત બનેલા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે આપણને એવા સ્વરૂપની લોકશાહી જોઈએ છે જે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાનું શાંતિમય પરીવર્તન લાવવામાં આપણને મદદરૂપ થાય. ગામડાના સ્તરે આપણને એવું કાંઈક લોકશાહી તંત્ર જોઈએ. જેમાં લોકો સીધા વહીવટમાં ભાગ લેતા હોય. પરંતુ આજના લોકશાહી માળખામાં આવું નથી. આજે તો લોકોની નહીં લોકોના પ્રતિનિધિઓની લોકશાહી ચાલે છે. તે પ્રતિનિધિઓએ લોકોના વતી કામ કરવાનું છે એમ મનાય છે ખરું.પણ વાસ્તવમાં વખત જતાં રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અનિવાર્યપણે રાજધાનીમાં થઈ જાય છે. આજ ની “રાજનીતિ” એ “રાજધાની ની રાજનીતિ” છે. આપણને અત્યારે જોઈએ છે એવી લોકશાહી જે લોકો ધ્વારા ચાલતી હોય અને લોકોના જીવાનનું પુનનિર્માણ કરવા માટે ચાલતી હોય.…
મહારાષ્ટ્રના એક ગામમાં ર્નિણય લેવામાં આવ્યો હવે માતા-બહેનની ગાળ આપી તો ચૂકવવો પડશે દંડ! જાે કોઈ વ્યક્તિ ગામમાં કોઈની માતા કે બહેન માટે અપશબ્દો અથવા ગાળોનો પ્રયોગ કરશે, તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે મહારાષ્ટ્રના અહિલ્યાનગરની કોલગાંવ ગ્રામ પંચાયતે સામાજિક શિસ્ત અને મહિલાઓના સન્માન માટે એક મોટો ઠરાવ પસાર કર્યો છે. ગામના નવા નિયમ મુજબ, જાે કોઈ વ્યક્તિ ગામમાં કોઈની માતા કે બહેન માટે અપશબ્દો અથવા ગાળોનો પ્રયોગ કરશે, તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામનો આ ર્નિણય બહાર આવતા હાલ સમગ્ર દેશભરમાં આ ર્નિણયની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ગામના આ ર્નિણયની પ્રશંસા કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


