- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
- પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કોંગ્રેસ દેશવ્યાપી આંદોલનની તૈયારીમાં
- યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો 4 મેચનો બેન! રહાણેએ ખોલ્યું 2022નું મોટું રહસ્ય
- મમતા બેનર્જીના કાફલા પર હુમલો, ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંકાયા
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાનની 5 શરતો, અમેરિકાથી યુદ્ધનું વળતર માંગ્યું
- વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટર મુદ્દે AAPનો ભાજપ પર ગંભીર આરોપ
- મહારાષ્ટ્રમાં મોંઘવારીનો માર: 11 ઓગસ્ટથી દૂધના ભાવમાં ₹2નો વધારો
- PM મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ ઘેર-ઘેર તિરંગો લહેરાવો
Author: garvigujrat
એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે.વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી.વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.મહાશિવરાત્રીના પાવન પર્વે આગામી તા. ૧૫મીએ પ્રસ્થાન થનારી શિવજી કી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરના એડિ. પોલીસ કમિ. તથા મ્યુ. કમિ. સહિત ઉચ્ચ અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લીધી હતી. વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુન્દરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યએ પણ જરૂરી સૂચનો કર્યા હતા. આગામી તા. ૧૫, મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી કી સવારી શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૧.૩૦ વાગ્યાના સુમારેથી રાતના ૧૦ વાગ્યા…
ભેળસેળિયો માલ જાહેરમાં સળગાવીશું.ઊંઝામાં જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરનારા વેપારીઓના લાયસન્સ રદ થશે.ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝામાં મસાલાની શુદ્ધતા જાળવવા માટે APMC અને ફૂડ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.APMC ચેરમેન દિનેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઊંઝાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારને છોડવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ…
સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટકણી કાઢી.જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપી શકાય.હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહતનો ઇનકાર કર્યો.અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય? તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જાે કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ…
અભિષેક શર્માના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ.બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, હવે તે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ ગુરુવારે રમશે. એ પહેલા એક સારા સમાચાર આવ્યા છે, જેનાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધી જશે. જાે કે, તે રમશે કે નહીં, તે અંગે પછીથી ર્નિણય લેવામાં આવશે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમ ગુરુવારે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી મેચ રમશે. તેના એક દિવસ…
આજે ભારત બંધનું એલાન.ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા.ભારત બંધની અસર મોટા શહેરોમાં જાેવા મળી શકે છે જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની સંભાવના.ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા છે. ૧૨ ફેબ્રુઆરી એટલે કે કાલે ટ્રેડ યુનિયન, કિસાન સંગઠનો અને કેટલાય સામાજિક સંગઠનોએ સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું સમર્થન કર્યું છે. આવા સમયે બેન્કિંગ સેવાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સરકારી ઓફિસોના કામકાજ આંશિક રીતે ઠપ થઈ શકે છે. જેનાથી સામાન્ય લોકોને તકલીફ વેઠવી પડશે. ભારત બંધની અસર ખાસ કરીને મોટા શહેરોમાં જાેવા મળી શકે છે. જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પર અસર પડવાની…
ડબલ સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાયુ રોમાંચક મેચમાં આખરે સાઉથ આફ્રિકાની જીત પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૧૮૭ રન બનાવ્યા, જ્યારે અફઘાનિસ્તાને પણ જવાબમાં ૧૮૭ રન બનાવ્યા T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું. ૧૮૮ રનનો પીછો કરતા અફઘાનિસ્તાને શાનદાર બેટિંગ કરી. આખી મેચ દરમિયાન એવું ક્યારેય લાગ્યું નહીં કે કોઈ એક ટીમનું પલડું ભારે છે. દરેક બોલ રોમાંચથી ભરેલો હતો. આ સિઝનની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ કહી શકાય. અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી અને તેણે ૯ વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી,…
અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે : રાહુલ ગાંધી સરકારે ભારત દેશને વેચી નાખ્યો, ટ્રેડ ડીલને લઈને સંસદમાં રાહુલ ગાંધી ગર્જ્યા ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે, ડેટાની સુરક્ષા સૌથી મહત્વની છે, આપણા લોકોની પ્રતિભા અને વિચારો પર કબજાે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે : કોંગ્રેસ લોકસભામાં એક દિવસ પહેલા બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. સંસદમાં બજેટ પર ચર્ચાનો આજે બીજાે દિવસ છે. લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ માર્શલ આર્ટના દાવપેંચથી શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે આજે દુનિયા…
સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી તથા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ સુરતના વેલંજામાં આવેલી શાળાની હાલત અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે નવું શાળાનું મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં માત્ર ઉદ્ઘાટન માટે સમય ન મળતા બાળકોને જૂના અને જર્જરિત મકાનમાં ભણવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. માહિતી મુજબ ધોરણ 1 થી 5 માં 639 વિદ્યાર્થીઓ અને ધોરણ 6 થી 8 માં 397 વિદ્યાર્થીઓ ભણે છે. જગ્યાના અભાવે એક જ શાળામાં બે પાળી ચલાવવામાં આવે છે. તેમ છતાં પૂરતી જગ્યા ન હોવાથી બાળકોને ગીચોગીચ પરિસ્થિતિમાં, લોબીમાં અને અયોગ્ય ઓરડાઓમાં બેસાડી પરીક્ષા લેવાઈ રહી છે.…
ગુજરાતના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રવીણ રામે જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને તેઓ વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી થયા છે. તેમણે જણાવ્યું કે હડદડ મુકામે તેમણે અને રાજુભાઈએ મળીને ગુજરાતના ખેડૂતો માટે મજબૂત લડત લડી હતી અને ખેડૂતોના હક્ક માટે સશક્ત અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં ખેડૂતોની આ લડત અને ક્રાંતિને દબાવવા માટે ભાજપ સરકારે તેમને, રાજુભાઈને અને અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્રપૂર્વક જેલમાં નાખ્યા હતા. લગભગ 108 દિવસ સુધી તેમને ખોટા કેસોમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલ…
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના 30 વર્ષના શાસન બાદ પણ ગુજરાતમાં બાળકોને ભણવા માટે સારી શાળાઓ નથી. આજે હું નારોલની એક શાળામાં આવ્યો છું અને અહીંયા અમે જોયું કે શાળાનું સરખું બાંધકામ પણ નથી અને પતરાવાળી શાળામાં બાળકો ભણવા માટે મજબૂર છે. જે પતરા છે એમાં પણ મોટા મોટા કાણા પડેલા છે. આ શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચની પણ વ્યવસ્થા નથી, જેના કારણે બાળકો નીચે બેસીને ભણવા મજબૂર છે. સૌથી મોટી ચોંકાવનારી બાબતે છે કે આ શાળામાં BSNLનું એક મોટું…




