- વડીયાના ખેડૂત મનસુખભાઈ સોજીત્રાની આત્મહત્યા મુદ્દે ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપો
- અમદાવાદમાં ડોગ સેન્સસ શરૂ: શ્વાનોને યુનિક આઈડી, છતાં ડોગ બાઈટના કેસમાં ચિંતાજનક વધારો
- ચીન-જાપાન-ઇન્ડોનેશિયામાં ભૂકંપનો ત્રિપલ આંચકો: 40 મિનિટમાં 8 ઝટકા, ચીનમાં ઈમરજન્સી એલર્ટ
- શૂટિંગ જગત શોકમાં: જસપાલ રાણાના નિધન બાદ તેમની માતાનું પણ અવસાન, એક અઠવાડિયામાં પરિવાર પર દુખનો પહાડ
- મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ જૂથના સાંસદ-શિંદે કેમ્પની મુલાકાતથી પક્ષપલટાની અટકળો તેજ
- નૌશેરા સેક્ટરમાં LoC પાસે માઇન બ્લાસ્ટ: JCO સહિત 4 સૈનિકો ઘાયલ, તપાસ શરૂ
- ઈરાનની નવી શરતથી અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર સંકટ: લેબેનોનમાંથી ઈઝરાયલ સેનાની પાછી ખેંચની માંગ
- अकोले में ग्रामीण विद्यार्थियों को मिला शैक्षणिक संबल: 375 से अधिक बच्चों को स्कूल किट वितरण
Author: Garvi Gujarat
૫થી ૧૦ ટકા કમિશન લો- માંઝીની વિચિત્ર સલાહ.કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ.નેતા જીતન રામ માંઝીએ એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગય.કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચા (HAM-S) ના નેતા જીતન રામ માંઝીએ એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને એવું નિવેદન આપ્યું છે જેનાથી હોબાળો મચી ગયો છે. માંઝીએ દાવો કર્યો છે કે તમામ સાંસદો અને ધારાસભ્યો વિકાસ કામોમાં કમિશન લે છે તેમજ હું પણ મારી પાર્ટીના ધારાસભ્યોને પણ આવું કરવાની સલાહ આપું છું. ગયાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું, ‘જાે તમે ૧૦ ટકા કમિશન…
રશિયા-ચીનનું વધશે ટેન્શન.માત્ર ૫૭ હજારની વસતી ધરાવતા દેશ પર કબજાે કરવા ટ્રમ્પ તલપાપડ.ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિને કારણે યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો છે.ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આ જીદ પર અડગ છે. ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલેન્ડને કોઈ પણ ભોગે હસ્તગત કરવા માટે ટ્રમ્પ અત્યારે પૂરજાેશમાં પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રમ્પની આ વિસ્તારવાદી નીતિને કારણે યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ પર કબજાે મેળવવો અત્યંત અનિવાર્ય છે.આ મિશનને ગંભીરતાથી આગળ વધારવા માટે ટ્રમ્પે લુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીને ગ્રીનલેન્ડ માટે ‘વિશેષ દૂત‘ તરીકે નિયુક્ત કર્યા છે. લેન્ડ્રી પર આ આખા આઇલેન્ડને…
જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન.બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ, સંસ્થાઓ પર કબજાે કર્યો.ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીના પ્રવાસ દરમિયાન ફરી એકવાર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બર્લિનની હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે, ‘ભાજપ દેશના બંધારણની મૂળભૂત ભાવનાને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે અને લોકશાહીની સ્વાયત્ત સંસ્થાઓ હવે સ્વતંત્ર રહી નથી.‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ‘ભારતની લોકશાહી સંસ્થાઓ પર ભાજપે સંપૂર્ણ કબજાે કરી લીધો છે. CBI અને ED…
વિદ્યાર્થીઓને પેન્સિલને બદલે સાવરણા પકડાવતા રોષ.લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ.હાથમાં સાવરણા લઈ સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ : તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું અકળ મૌન.સરકાર શિક્ષણ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે લીંબડી તાલુકાના ઉમેદપરની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે તેમની પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થી શાળાના પટાંગણમાં હાથમાં સાવરણા લઈને સફાઈ કરતા જાેવા મળી રહ્યા છે.વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણની આશાએ શાળાએ મોકલે છે, પરંતુ ઉમેદપર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસે શારીરિક શ્રમ અને સફાઈ કર્મચારી તરીકેનું કામ લેવામાં આવતા…
સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ.ભારતને ૧૦૦ ટકા સ્વચ્છ હવા મેળવવામાં ૧૮૮ વર્ષ લાગશે.રિપોર્ટ મુજબ ભારતને પોતાની ઉર્જા સિસ્ટમથી હવા પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન પુરી રીતે ખતમ કરવામાં બે સદી જેટલો સમય લાગી શકે છે.ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે એક વૈશ્વિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જાે ભારત વર્તમાન ગતિથી સ્વચ્છ હવા મેળવતુ રહ્યું તો સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં ભારતને ૧૮૮ વર્ષ લાગી શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ તારણ બહાર પડાયું છે. જેમાં વધુમાં દાવો કરાયો છે કે ચીન આ લક્ષ્ય માત્ર ૨૫ વર્ષમાં જ પ્રાપ્ત કરી લેશે.ચીનમાં અનેક વસ્તુઓનું ઉત્પાદન…
સોનાનો વાયદો રૂ.1.38 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.16 લાખના સ્તરને પારઃ ક્રૂડ તેલમાં રૂ.17નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.36079.35 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.214960.4 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.28410.90 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34290 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.251048.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36079.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.214960.4 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 34290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2469.44 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.28410.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138297ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138444ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.137826ના સ્તરને સ્પર્શી, રૂ.136744ના આગલા બંધ સામે રૂ.1448 વધી રૂ.138192 થયો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1052 વધી રૂ.110045ના ભાવે…
રકુલ પ્રીત બાંદ્રામાં રહે છે પ્રદૂષણ ઘટાડવા રકુલનું સૂચન, રોડ સારા હોય તો લોકો સાઈકલ ચલાવશે મુંબઈ શહેરમાં સતત નવા મકાનો-ઈમારતો બનતા રહે છે અને તેના કારણે ધૂળ ઊડવાનું સામાન્ય છે પ્રદૂષણની સમસ્યા સમગ્ર દેશમાં વકરી રહી છે. દિલ્હીમાં તો એર ક્વોલિટી ઈન્ડેક્સ કથળી જતાં વાહનચાલકો માટે આકરા નિયમો લાદવામાં આવ્યા છે. મુંબઈવાસીઓને પણ પ્રદૂષણની સમસ્યા કનડી રહી છે અને મુંબઈ કોર્પાેરેશને એર ક્વોલિટી ઈન્ડેક્સ ચકાસવા નવા માપદંડો લાગુ કર્યા છે. હવાની ગુણવત્તા બગાડવામાં વાહનોનો મોટો ફાળો છે ત્યારે રકુલપ્રીત સિંહે સાઈકલ ચલાવી પ્રદૂષણ ઘટાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે રકુલે તંત્રને સૂચન કર્યું છે કે, રોડ-રસ્તા સારા હશે…
વિકી કૌશલે લક્ષ્મણ ઉટેકરની ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કર્યાે હતો ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી થીમને ફોર્મ્યુલામાં ખપાવવાનો પ્રયાસદેશભક્તિ એ સચ્ચાઈ છે અને ફિલ્મો, સાહિત્ય તથા સ્પોર્ટ્સ ક્ષેત્રે તેની અભિવ્યક્તિ કરતા રહીશું: વિકી કૌશલ વિકી કૌશલ અને રણવીર સિંહ માટે ૨૦૨૫નું વર્ષ અત્યંત સફળ રહ્યું છે. ‘છાવા’માં વિકી અને ‘ધુરંધર’માં રણીરના પરફોર્મન્સને વૈશ્વિક સ્તરે પ્રશંસા થયેલી છે. આ વર્ષની સૌથી મોટી હિટમાં સ્થાન મેળવનારી આ બંને ફિલ્મોમાં થીમમાં દેશભક્ત સપૂતોની વીરતાની ગાથા છે. ઓડિયન્સને આ પ્રકારની ફિલ્મો પસંદ આવી રહી છે ત્યારે હવે દેશભક્તિની થીમને હિટ ફોર્મ્યુલા કહી શકાય ખરી? આ બાબતે વિકી કૌશલે ખુલાસો કર્યાે હતો કે, ‘છાવા’ અને…
આ ફિલ્મ મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ છે મહેશ બાબુએ રાજામૌલીની ‘વારાણસી’ માટે કલરીપાયટ્ટુની ટ્રેનિંગ શરૂ કરી કલરીપાયટ્ટુ એ વિશ્વની સૌથી જૂની માર્શલ આર્ટ્સ પૈકીની એક છે, જેનો ઉદ્ભવ કેરળમાં થયો હતો બાહુબલી ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની વધુ એક મેગા ટાઈમ ટ્રાવેલ એડવેન્ચર ફિલ્મ‘વારાણસી’નું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. ટોલીવુડનો હેન્ડસમ અભિનેતા મહેશ બાબુ હાલ તેની કારકિર્દીની આ સૌથી મોટી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે સુપરસ્ટાર મહેશ બાબુ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ‘કલરીપાયટ્ટુ’ની તાલીમ લઈ રહ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના આ સુપરસ્ટારે તાજેતરમાં ‘રુદ્ર’ના કેરેક્ટર માટે પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી હતી. મહેશ બાબુને આ પ્રાચીન…
ફિલ્મનો બીજાે ભાગ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે કંગનાએ ડાયરેક્ટર આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવી વખાણ કર્યા ૧૬ મહિનામાં ૭ કલાકના ફૂટેજ તૈયાર કરી દેવાયા, માર્ચમાં યશની ટોક્સિક સાથે ધુરંધર ૨ની ટક્કર થશે પાકિસ્તાની આતંકવાદીઓના કાળા કરતૂતો અને ભારતીય દેશભક્તોની વીરતાને દર્શાવતી ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જાણીતી એક્ટર અને સાંસદ કંગના રણોતે આ ફિલ્મ જાેયા બાદ ડાયરેક્ટર-લેખક અને કો-પ્રોડ્યુસર આદિત્ય ધરના ભરપૂર વખાણ કર્યાં છે. કેટલાક ક્રિટિક્સ અને દર્શકો આ ફિલ્મને પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ રજૂ કરતી ગણાવી રહ્યા છે ત્યારે કંગનાએ આ જ પ્રકારની ફિલ્મોની જરૂર હોવાનું જણાવી આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવ્યા છે. ફિલ્મ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



