- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી હતી. તારીખ 26ના રોજ આ યાત્રા માણાવદરના ચિરોડા, સુલતાનાબાદ, ખાગેશ્રી, સમેગા અને ભાણખોખરીથી પસાર થઈ હતી. ભાણખોખરીમાં સાંજે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો પણ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ ગામેગામ જઈને ખેડૂતોને મળ્યા હતા તથા તેમના પ્રશ્નોને જાણ્યા હતા. ખાગેશ્રી અને ચિરોડા ગામે ખાટલા બેઠકનું પણ આયોજન…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલે મહત્વપૂર્ણ મુદ્દા પર સમેગા, માણાવદર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જીગીશાબેન પર કરવામાં આવેલ હુમલો પૂર્વઆયોજિત કાવતરૂ હતુ. સાથે સાથે તેમણે કહ્યું કે પાયલબેન ગોટીનું રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર પોલીસ લુખ્ખા તત્વોનું સરઘસ ક્યારે કાઢશે? બહેનો અને દીકરીઓની સુરક્ષાની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં ધોળા દિવસે જીગીશાબેન જેવી કેટલીય બહેનો પર હુમલા થાય છે, અત્યાચાર થાય છે. હમણાં જ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે એક વર્ષમાં…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગુજરાત વિધાનસભામાં તેમજ બાદમાં મીડિયા સમક્ષ સસ્તા અનાજના વિતરણ અને મહાનગરપાલિકાઓમાં પેઈડ એફએસઆઈ સંબંધિત ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં સસ્તા અનાજના વિતરણ બદલ દુકાનદારોને ચૂકવાતી કમિશન રકમ અંગે સરકાર પાસેથી મળેલા આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દર મહિને આશરે 93,833 લાભાર્થીઓને અનાજ વિતરણ કરવા બદલ 1,03,82,000 પેમેન્ટ તરીકે ચૂકવવામાં આવે છે. વર્ષ 2024 દરમિયાન જુનાગઢ જિલ્લામાં અંદાજે 11 કરોડથી વધુ અને રાજકોટ જિલ્લામાં 15 કરોડથી વધુ રકમ દુકાનદારોને ચૂકવાઈ હતી, ગરીબોને નહિ. વર્ષ 2025માં પણ રાજકોટ જિલ્લામાં 15 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ વિભાગને લઈને મારો પ્રશ્ન હતો કે ગુજરાતમાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી. તો મને જોવા મળે છે કે છેલ્લા બે વર્ષમાં 75 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે. આપણું આટલું મોટું શિક્ષણનું બજેટ હોય અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવાની જગ્યાએ સરકાર શાળાઓ બંધ કરી રહી છે અને ખાનગી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે ,એ આજના જવાબ પરથી દેખાઈ રહ્યું છે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મારો બીજો પ્રશ્ન હતો કે રાજ્યમાં કેટલી શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે, એટલે…
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026–27નું અંદાજપત્ર રજૂ થયા બાદ તેના પર ચર્ચાનો બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આ મહત્વનો દિવસ છે. બીજી તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો દ્વારા ડેડિયાપાડામાં પરીક્ષા કેન્દ્રોની નજીક મોટા વરઘોડો કાઢ્યો. જો આ મંત્રીઓને વિદ્યાર્થીઓની ચિંતા હોત તો વરઘોડો ન કાઢત. છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં તેમની સરકાર છે. જો યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આજે વરઘોડો કાઢવાની જરૂર ન પડતી. નવેમ્બરમાં નરેન્દ્ર…
ભાજપ પર ગુંડાગર્દીના આક્ષેપ AAP નેતાઓ પર હુમલા મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા કહ્યું કે, આમ આદમી પાર્ટી જેમ મજબૂત બની તેમ તેમ હવે હુમલાઓની રાજનીતિ શરૂ થઈ છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૨૪ ફેબ્રુઆરીએ આપ નેતા જીગીશા પટેલ પર અજાણ્યા શખસો અને મહિલાઓના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાબતે આજે બુધવારે આપ નેતાઓએ વિધાનસભા પરિસરમાં રોષ ઠાલવી વિરોધ વ્યક્ત કર્યો, અને ભાજપના હોદ્દેદારો પર ગુંડાગર્દી આરોપ કરતાં કહ્યું હતું કે, ભાજપના ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલીને હુમલો કરાવ્યો હતો સમગ્ર મામલે જાે કાર્યવાહી ન થાય તો રોડથી લઈને વિધાનસભા સુધી ઉગ્ર વિરોધની પણ ચીમકી આપ નેતાઓ…
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે! અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે ૮.૩૦ કલાક સુધી આંશિક વાદળછાયું આકાશ રહેવા વકી ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં વરસાદ કેમ પડી રહ્યો છે તે અંગેનું કારણ પણ જણાવ્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન, રાજસ્થાન પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન,…
ઈરાન સાથે ટેન્શન વચ્ચે મોટી દુર્ઘટના અમેરિકન F-16 ફાઈટર જેટ તૂર્કિયેમાં તૂટી પડ્યું અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા તૂર્કિયેના બાલીકેસિર પ્રાંતમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિશન ફ્લાઇટ પર નીકળેલું તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ કરુણ અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા છે. તૂર્કિયેના પશ્ચિમ પ્રાંત બાલીકેસિરના ૯મા મેઈન જેટ બેઝ પરથી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે (લગભગ ૧૨:૫૦ વાગ્યે) આ ફાઇટર જેટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં પ્લેનનો રડાર અને રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. આ જેટ…
UK જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર આજથી ઈ-વિઝા સિસ્ટમ શરુ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં ભારતીય અરજદારો માટે યુકે ઈ-વિઝા સેવા શરુ કરી દેવામાં આવી છે, જે પરંપરાગત વિઝા સ્ટીકરનું સ્થાન લેશે બ્રિટન (UK) જવાની તૈયારી કરી રહેલા ભારતીયો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે યુકે સરકારે તેની વિઝા સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે. અત્યાર સુધી પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવાની જે સિસ્ટમ હતી, તેનો હવે અંત આવ્યો છે અને તેની જગ્યાએ હવે ‘ઈ-વિઝા‘ (eVisa) આપવામાં આવશે. આ નવા ફેરફારને કારણે હવે ભારતીય પ્રવાસીઓએ વિઝા પ્રોસેસિંગ વખતે પાસપોર્ટ જમા કરાવવાની જરૂર રહેશે નહીં. કોલકાતા સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ…
ગેરકાયદે ન્ઈડ્ઢ લાઈટ હશે તો કડક કાર્યવાહી કરાશે.રાજ્યમાં આજથી ૧૫ દિવસ સુધી હેલ્મેટ ડ્રાઈવ.પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા.રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ ન પહેરનારા ટૂ વ્હીલર વાહનચાલકોને અટકાવીને ફરિયાદો નોંધવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવની કાર્યવાહી વચ્ચે ઘણા વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. રોંગ સાઈડ, વાહનોમાં ગેરકાયદે LED લાઈટ હશે તેવા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


