- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
ફરીથી સ્કૂલમાં હાજર શિક્ષકો પર કાર્ય ભાર વધી રહ્યો છે સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જાેડાયા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સ્તરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોના શિક્ષણ બગડી રહ્યું છે આ ઓછું હોય તેમ થોડા સમય પહેલાં મોટા ભાગના શિક્ષકો મતદાર સુધારણા કાર્યક્રમ જીૈંઇ માં જાેડાયા હતા. તે માંડ પુરું થયું ત્યારે હવે સમિતિના અનેક શિક્ષકો આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જાેડાયા છે તેથી ફરીથી સ્કૂલમાં હાજર શિક્ષકો પર કાર્ય ભાર વધી…
હાઈકોર્ટે મેકર્સને આપ્યો મોટો ઝટકો The Kerala Story 2ની રિલીઝ પર રોક લગાવાઈ આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરાઈ વિવાદાસ્પદ ફિલ્મ “ધ કેરળ સ્ટોરી ૨”ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટે ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ બેચુ કુરિયન થોમસે આ મામલે સુનાવણી કરતા આદેશ આપ્યો છે કે, ફિલ્મ તેની નિર્ધારિત તારીખ એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ કરી શકાશે નહીં. કોર્ટે સેન્સર બોર્ડ (ઝ્રમ્હ્લઝ્ર)ની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઉઠાવ્યા છે અને અવલોકન કર્યું છે કે સર્ટિફિકેટ આપવામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં ત્રણ…
ટ્રમ્પ સામે વડાપ્રધાન મોદી ઘૂંટણીએ : કોંગ્રેસ અમેરિકા-ભારતની ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રમ્પના દબાણ અને ખેડૂતોના નુકસાન અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. આજે ગુજરાત બજેટ સત્ર ૨૦૨૬-૨૭નું વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો હતો. દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા પગથિયાં પાસે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ અંગે બેનર અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમેરિકાની સાથે…
ખેતરમાંથી નીકળવા લાગ્યું ક્રૂડ ઓઇલ રાજસ્થાનના બાડમેરમાં અચાનક ફાટી જમીન કૌખેડા ગામમાં આવેલ ઓઈલ ફિલ્ડ પાસે લગભગ ૪૦ કલાકથી ઓઈલ નીકળી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો રાજસ્થાનના બાડમેરના કૌખેડા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી ક્રૂડ ઓઇલ લીક થતાં ભારે સનસનાટી મચી ગઈ. છેલ્લા ૪૦ કલાકથી ખેતરમાંથી ક્રૂડ ઓઇલ નીકળી રહ્યું છે. નજીકમાં જ એક ઓઇલ ફીલ્ડ પણ આવેલી છે. આ ઘટના બાદ ઓઇલ ફીલ્ડના કામદારો ખાડો ખોદીને ટેન્કરો ભરી ભરીને તેલ કાઢી રહ્યા છે. કંપનીના અધિકારીઓ કહે છે કે તેઓ લીકેજના સોર્શની તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ઉકેલ શોધવાની આશા છે. દરમિયાન ખેતરના માલિક અને ખેડૂતોનું કહેવું…
ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી હુમલો થયો તો અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઈશું! ચીન ઈરાનને આપશે અત્યાધુનિક સુપરસોનિક મિસાઇલો અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હવે ચીન ખુલીને ઈરાનના પક્ષમાં આવી ગયું છે. ચીને વોશિંગ્ટનને સીધી ધમકી આપી છે કે જાે અમેરિકા તેહરાન(ઈરાન) પર હુમલો કરશે, તો ચીન તરત જ રેર મેટલની નિકાસ રોકી દેશે. આ ધમકી અત્યંત ગંભીર માનવામાં આવે છે કારણ કે અમેરિકા તેની જરૂરિયાતના ૯૦% રેર મેટલ ચીન પાસેથી જ ખરીદે છે. જાે ચીન આ સપ્લાય અટકાવે, તો માત્ર ૪૮ કલાકની અંદર અમેરિકાની આખી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ શકે છે. રેર મેટલ અત્યાધુનિક…
ગ્રેન્ડ કોલર પેલસ્ટાઇની દ્રારા અપાતું સર્વોચ્ચ સન્માન મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતાઓમાંના એક બન્યા ઇઝરાયેલી સંસદમાં ઐતિહાસિક સંબોધન બાદ મોદીને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ) માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે. નેસેટના સ્પીકર અમીર ઓહાનાએ પીએમ મોદીને આ મેડલ અર્પણ કર્યો હતો,…
માર્કરામ-ડીકોક વચ્ચે ૯૫ રનની ભાગીદારી વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી વેસ્ટ ઇન્ડિઝે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત આક્રમક રહી હતી ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૮ તબક્કામાં આજે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સુપર-૮ સ્ટેજની આ એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને ૯ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ભારતીય ટીમ માટે પણ સેમિફાઇનલનો રસ્તો હવે ઘણો આસાન થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ આક્રમક રહી હતી. કેપ્ટન એડન માર્કરામ અને…
ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે : વડાપ્રધાન મોદી ભારત-ઈઝરાયેલ વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત બાદ એમઓયુ પર હસ્તાક્ષર ઈઝરાયેલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (૨૬ ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં…
ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત રાજકોટના મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રિએ ભીષણ આગ લાગી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં લાગેલી આગને કારણે ગૂંગળામણ થવાથી માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે પૌત્ર બહાર હોવાથી તેનો બચાવ થયો છે.રાજકોટના પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર ૮માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ ના ચોથા માળે, બ્લોક નંબર C-402માં ગત રાત્રે આશરે…
NCTEના મંજૂરી પત્ર જ બોગસ ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ઉનાની વી.બી. નાંડોળા બીએડ કોલેજમાં અભ્યાસ કર્યાે છે ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTE ના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


