- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
વિશ્વભરના મુસ્લિમો માટે મક્કાનું વિશેષ મહત્ત્વ પવિત્ર સ્થળ પાસે ડ્રોન એટેકથી ભારત ચિંતિત, શાંતિની અપીલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, સામાન્ય નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આવી હિંસા અસ્વીકાર્ય છે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાને લઈને ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું કે, સાઉદી અરેબિયાની સાર્વભૌમ સીમા પર થતા હુમલાઓ તેમજ સામાન્ય નાગરિકોના જીવન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાેખમમાં મૂકતી આવી ઘટનાઓની ભારત આકરા શબ્દોમાં નિંદા કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘મક્કા નજીક બનેલી આ ઘટના વિશેષ રૂપે ચિંતાજનક છે, કારણ કે સમગ્ર વિશ્વના કરોડો મુસ્લિમો…
ગૃહમંત્રી અમિત શાહ આપશે લીલીઝંડી PM મોદી જન્મ દિવસ પર વડનગરથી વારાણસી સુધીની યોજાશે બાઈક રેલી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે પીએમ મોદીના જન્મ દિવસ પર ગુજરાતમાં ખાસ આયોજન કરવામાં આવશે. જેમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે યુવા મોરચા દ્વારા વડનગરથી વારાણસી સુધી વિશાળ બાઈક રેલી યોજાશે. આ બાઈક રેલી ૧૭ સપ્ટેમ્બરથી ૭ ઑક્ટોબર સુધી યોજાનાર છે. આ અંતર્ગત બે યાત્રાઓનું આયોજન કરાયું છે, જેમાં એક યાત્રા વડનગરથી વારાણસી અને બીજી યાત્રા વારાણસીથી વડનગર તરફ પ્રસ્થાન કરશે. આ યાત્રા બંને દિશામાંથી…
થેમ્સ નદી પર ગંગા આરતી લંડનના હૃદયમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ સ્થાનિક ઇકોસિસ્ટમની જાળવણી માટે આયોજકોએ તમામ ધાર્મિક વિધિઓનું કડક રીતે પાલન કર્યું હતું લંડનમાં ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો એક અનોખો અને ઐતિહાસિક નજારો જાેવા મળ્યો. રવિવાર, ૧૩ સપ્ટેમ્બરના રોજ થેમ્સ નદીના કિનારે પહેલીવાર ‘ગંગા આરતી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીનવિચમાં આવેલી ‘ઓલ્ડ રોયલ નેવલ કોલેજ’ની નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના હજારો લોકો ઉમટી પડ્યા હતા. ‘ગંગા આરતી ઓન ધ થેમ્સ: અ સેરેમની ઓફ લાઈટ’ નામનો આ વિશેષ કાર્યક્રમ ‘ચિન્મય મિશન યુકે’ અને વાર્ષિક ‘ટોટલી થેમ્સ ફેસ્ટિવલ’ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ આયોજન વર્ષ ૧૯૫૧માં વેદાંતિક…
૯૫% પ્રોડક્ટ્સ ટેરિફ ફ્રી! ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક ર્નિણય, ભારત સાથે ‘ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ’ને સંસદની મંજૂરી એગ્રિમેન્ટ અમલી બનતાની સાથે જ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી તુરંત શૂન્ય થઈ જશે ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે એફટીએને લાગુ કરતા કાયદાને બહુમતીથી પસાર કરી દીધો છે. આ ઐતિહાસિક કરાર અંતર્ગત ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને ૧૦૦ ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.સંસદમાં આ બિલના સમર્થનમાં ૯૩ અને વિરોધમાં માત્ર ૨૯ વોટ પડ્યા હતા. દેશહિત અને ભારત સાથેના વેપારને મજબૂત કરવાના…
આમિર ખાન, સાજિદ નડિયાદવાલા અને આર. બાલ્કીની સુપરહીરો ફિલ્મ કરી રહ્યા હોવાની ચર્ચા આમિર ફિલ્મ સાઇન કરતાં પહેલાં સ્ક્રિપ્ટ સંપૂર્ણપણે તૈયાર અને સંતોષકારક હોય તેને પ્રાધાન્ય આપે છે આમિર ખાન ફરી એક વખત સુપરહીરો ફિલ્મ સાથે જાેડાવાની ચર્ચામાં છે. હવેના અહેવાલો અનુસાર, આમિર ખાન અને નિર્માતા સાજિદ નડિયાદવાલા વચ્ચે આર. બાલ્કીના દિગ્દર્શનમાં બનનારી એક મહત્ત્વાકાંક્ષી સુપરહીરો ફિલ્મને લઈને પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે. પ્રોજેક્ટ હાલ શરૂઆતના તબક્કામાં છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આમિરને ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેણે રસ પણ દાખવ્યો છે, જાેકે હજુ સુધી કોઈ સત્તાવાર કોન્ટ્રાક્ટ થયો નથી.સુત્રોના જણાવ્યા મુજબ આગામી…
નવાઝુદ્દીને બધું ઠુકરાવ્યું ‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’ બાદ ૨૦૦ સ્ક્રિપ્ટ અને બ્લેન્ક ચેક મળ્યા અભિનેતા નવાઝુદ્દીન છેલ્લે ‘મૈં એક્ટર નહીં હૂં’માં જાેવા મળ્યો હતો. હવે તે ‘તુમ્બાડ ૨’માં જાેવા મળશે અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’એ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની કારકિર્દીને નવી ઓળખ આપી હતી. ફિલ્મની સફળતા બાદ તેની પાસે કામની ઓફરનો ધસારો થયો હતો. જાેકે, નવાઝુદ્દીને તે સમયે ઉતાવળમાં કોઈ ફિલ્મ સાઇન કરવાને બદલે યોગ્ય ભૂમિકાની રાહ જાેવાનું પસંદ કર્યું હતું. આ વાતચીતમાં નવાઝુદ્દીને કહ્યું, “‘ગેંગ્સ ઑફ વાસેપુર ૨’ રિલીઝ થયા બાદ મને ઓછામાં ઓછી ૨૦૦ સ્ક્રિપ્ટ મળી હતી. મારા ટેબલ પર બ્લેન્ક ચેક પડ્યા હતા. લોકો કહેતા હતા, ‘આ…
ટીવી કલાકારોના મેળાવડાની સરખામણી કરી રોહિત રોયે ટીવીને ‘ડસ્ટબિન’ ગણાવીને ફિલ્મ કલાકારોની સ્ટાઇલ અને ક્લાસની વાત કરી રોહિત રોયે ૧૯૯૦ના દાયકાની દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘સ્વાભિમાન’થી ઓળખ મેળવી હતી ૧૯૯૦ના દાયકાની દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘સ્વાભિમાન’થી ઓળખ મેળવનારા અભિનેતા રોહિત રોયે ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચેના તફાવત અંગે વાત કરી છે. વર્ષાેથી ટેલિવિઝન પર સક્રિય રહેલા રોહિતે બંને માધ્યમના કલાકારોના જાહેરમાં વર્તન અને તેમની રજૂઆતમાં તફાવત હોવાનો દાવો કર્યાે છે. આ દરમિયાન તેણે ટેલિવિઝનને ‘ડસ્ટબિન મીડિયમ’ પણ ગણાવ્યું હતું.એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં રોહિતને મનોરંજન ઉદ્યોગમાં ટેલિવિઝન કલાકારોને ફિલ્મ કલાકારો કરતાં નીચાં ગણવાની માનસિકતા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેણે ફિલ્મ…
ફિલ્મને આશરે ૩૦૦ કરોડનું નુકસાન થયું ‘ટૉક્સિક’ ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી ૩૧૨.૫૦ કરોડમાં સમેટાઈ ગઈ આંધ્ર પ્રદેશ-તેલંગાણા સર્કિટમાં ૨૯ કરોડ, તમિલનાડુમાં ૧૧.૫૦ કરોડ, કેરળમાં ૩.૭૫ કરોડ અને હિન્દી રાજ્યોમાં ૧૪૯ કરોડની કમાણી કરી યશની ફિલ્મ ‘ટૉક્સિક’નાં થિયેટરમાં દિવસો હવે લગભગ પુરા થઈ ગયા છે. ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૩૧૨.૫૦ કરોડની કમાણી નોંધાવી છે. ભારતમાં ફિલ્મની કમાણી ૨૬૬.૭૫ કરોડ રહી, જ્યારે વિદેશી બજારમાંથી તેને ૪.૮૦ મિલિયન ડૉલર એટલે કે આશરે ૪૫.૫૦ કરોડ મળ્યા છે.ફિલ્મે ભારતમાં શરૂઆતના દિવસે ૧૧૨ કરોડની જાેરદાર કમાણી કરી હતી. જાેકે, દર્શકો તરફથી મળેલા નબળા પ્રતિસાદની અસર બીજા દિવસથી જ બોક્સ ઓફિસ પર જાેવા મળી હતી. ત્યારબાદ વર્કિંગ ડેઝમાં કલેક્શન…
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવા અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ગત વખતે આમ આદમી પાર્ટી પ્રથમ વખત એ ચૂંટણીનો ભાગ બની હતી. પ્રથમ વખત જ્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી, ત્યારે જ પ્રથમ ચૂંટણીમાં પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ૨૨ ટકા જેટલા મતો મેળવ્યા હતા. જે પરંપરાગત સિલસિલો ચાલે છે તે જ રીતે કોંગ્રેસમાંથી પણ ૩ સભ્યો તૂટ્યા અને કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. આનાથી વિરોધપક્ષ જેવું કશું બચવા દીધું નથી અને કોંગ્રેસના લોકોએ ગાંધીનગરના લોકોના મતો સાથે દ્રોહ કરીને જનતાને ભાજપના ભરોસે છોડી દીધી.…
આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપેIFFCO (ઇફકો)ના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણીનીઇન્ટરનેશનલ કો-ઓપરેટિવએલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director) તરીકે પસંદગી થઈ છે. શ્રી દિલીપસંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવતાં જ પનામામાં ઉપસ્થિત ભારતીય સહકારી પ્રતિનિધિમંડળનાસભ્યોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ. તમામ સભ્યોએએકસ્વરે **“ભારત માતા કી જય” અને “વંદેમાતરમ”**ના નારાઓથી સમગ્ર સભાખંડનેગુંજાવી દીધો. વિદેશી ધરતી પર ગુંજેલા **“ભારત માતા કી જય” અને “વંદેમાતરમ”**ના નારાઓએ વૈશ્વિક સહકારી મંચ પર ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા અને પ્રભાવનેઅભિવ્યક્ત કર્યો. પનામાસિટીમાંયોજાયેલીICAની મહાસભા દરમિયાન થયેલી ચૂંટણીમાં શ્રી સંઘાણીનીજીતને ભારતના વિશાળ સહકારી આંદોલન માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે. આ સિદ્ધિ વૈશ્વિક સહકારી જગતમાં ભારતની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


