Author: garvigujrat

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા નવા નવા નાટકો લઈને તૈયાર હોય છે, ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પાસે લોકોની પીડા સાંભળવાનો સમય નથી. તેમની એસી ઓફિસમાં બેસીને જનતાના કામ કરવા માટેનો તેમની પાસે સમય નથી પરંતુ મોદીજીની જન્મજયંતી નિમિત્તે તેઓ બાઇકો લઈને તાયફો કરવા માટે તૈયાર છે. તેઓ જનતાને પોતાના કામો ગણાવી શકે અને કામોનો હિસાબ આપી શકે એવું કશું નથી, એટલા માટે તેઓ વારંવાર નાટકો કરતા આવે છે. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ​સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ દીપક ગુપ્તાએ લાંબા સમય સુધી જેલવાસ, ન્યાયિક બહુમતીવાદ અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં અદાલતોની નિષ્ફળતાની ટીકા કરી હતી. ઉમર ખાલિદ, એલ્ગાર પરિષદ અને સોનમ વાંગચુકના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે પ્રક્રિયા સજા બની ગઈ છે પૂર્વ ન્યાયાધીશે એક લેખ માં લખ્યું છે કે લોકોને રાષ્ટ્રવિરોધી નું લેબલ લગાવી તેમની જિંદગી બરબાદ કરી દેવામાં આવે છે, જ્યારે અદાલતો તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે પોતાના લેખ સ્વતંત્રતાનો સાચો અર્થ માં લખ્યું છે કે દેશની સ્વતંત્રતાનો અર્થ માત્ર વિદેશી શાસનમાંથી મુક્તિ નથી. સાચી સ્વતંત્રતા ત્યારે…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ભારતીય ન્યાયતંત્ર પર જ્યારે નાનામાં નાના માણસને પણ ભરોસો હોય છે. જ્યાં બીજે ક્યાંય ન્યાય ન મળતો હોય તો નાના માણસ ને કોર્ટમાં ન્યાય મળવાની આશા રહે છે. ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીમાં ક્યાંક તો ન્યાય મળશે એવું ઘણા માને છે ને ન્યાય મળે પણ છે. અલબત્ત ? ન્યાય મેળવવાનું મોંઘું છે ને કોર્ટ માં તો બધું દાવા- દલીલ પર અવલંબે છે. ​સરકારી વકીલ સાક્ષી-પુરાવા પર પોતાનો કેસ સાબિત કરવા મથે છે ને બચાવ પક્ષના વકીલ અસીલને નિર્દોષ છોડાવવા મથતો હોય છે. છેલ્લે આનો ચુકાદો જજ આપે છે. તે સજા કરે છે…

Read More

ભગવાન શ્રી ગણેશની દિવ્ય પૌરાણિક કથાઓ,રહસ્યો અને શાસ્ત્રીય મહત્વ. સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને પ્રથમપૂજ્ય,વિઘ્નહર્તા,બુદ્ધિદાતા અને શિવ-પાર્વતીના લાડકવાયા પુત્ર તરીકે પૂજવામાં આવે છે.પૌરાણિક ગ્રંથો જેવા કે મુદ્ગલપુરાણ ગણેશપુરાણ,શિવપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં ગણેશજીની દિવ્ય લીલાઓ અને રહસ્યોનું અત્યંત મનોરમ્ય વર્ણન પ્રાપ્ત થાય છે.જેમ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ ભક્તોના હૃદયને આનંદિત કરે છે તેમ બાલ-ગણેશજીની મધુર ક્રીડાઓ અને દિવ્ય ચમત્કારો પણ પુરાણોમાં અમર થઈ ગયા છે.ગણેશજી કેવળ વિઘ્નોનો નાશ કરનારા દેવ નથી પરંતુ તેઓ પરબ્રહ્મનું જ સાકાર સ્વરૂપ છે,તેમની દિવ્ય કથાઓમાં બુદ્ધિ,ધર્મ,ભક્તિ,વાત્સલ્ય અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળે છે. નાગલોકની યાત્રા: રાજા વાસુકીનો ગર્વભંગ અને શેષનાગ દ્વારા સન્માન.. એક પૌરાણિક પ્રસંગ અનુસાર બાળ…

Read More

આભા અને જાઝાનમાં ઈમરજન્સી એલર્ટ મિસાઇલ-ડ્રોન હુમલાથી સાઉદી અરેબિયામાં દહેશત આભા અને તાઇફ સહિતના અનેક દક્ષિણી શહેરોમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે, જેમાં જેદ્દાહ અને જજાન જેવા મહત્ત્વના શહેરો પણ સામેલ છે યમનના હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે. હૂથીઓએ દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત ખાતે ડઝનેક મિસાઈલો અને ડ્રોન દાગ્યા છે, જેમાં એક સૈન્ય એરબેઝને ખાસ નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલાઓને કારણે ૧૩ નાગરિકોના ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાેકે, સાઉદી સિવિલ ડિફેન્સે બાદમાં પુષ્ટિ કરી હતી કે હવે ખતરો ટળી ગયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને…

Read More

જનતાનો ઉગ્ર વિરોધ; ટાયરો સળગાવી હાઈવે જામ સીરિયામાં ડીઝલના ભાવમાં એક ઝાટકે ૪૦%નો વધારો રશિયાથી ક્રૂડ ઓઈલની સપ્લાય ઘટતાં અને બનિયાસ રિફાઇનરી બંધ રહેતાં ઇંધણની તંગી ગંભીર બની; ૯૦% ગરીબીમાં જીવતી વસ્તી પર મોંઘવારીનો મોટો ફટકો સીરિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક થયેલા ભારે વધારાને પગલે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. સરકારે ડીઝલની કિંમતમાં ૪૦%નો વધારો કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને રાજધાની દમાસ્કસને ઔદ્યોગિક શહેર અલેપ્પો સાથે જાેડતા મુખ્ય હાઈવે સહિતના માર્ગો બ્લોક કરવામાં આવ્યા હતા. આ ભાવવધારાએ યુદ્ધ અને આર્થિક સંકટથી પહેલેથી જ મુશ્કેલીમાં જીવતા સામાન્ય પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે.…

Read More

જિનપિંગના પરત ફર્યા બાદ ડ્રેગનનું મોટું નિવેદન ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી ગતિવિધિ નહીં થવા દે! બંને દેશોના નેતાઓ સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવા સહમત બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકને લઈને ચીનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, ચીન સાથેના સંબંધોને લઈને ભારતનો દ્રષ્ટિકોણ કોઈ ત્રીજા પક્ષના પ્રભાવથી મુક્ત છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની જમીન પર કોઈને પણ ચીન-વિરોધી ગતિવિધિઓ કરવા દેશે નહીં.વડાપ્રધાન મોદી સાથેની બેઠકનો ઉલ્લેખ કરતા વાંગ યીએ કહ્યું કે બંને નેતાઓએ…

Read More

સાઉદી અરેબિયામાં હૂતિઓનો ખૌફ! જેદ્દાહ-અભહા-જાઝાન સહિત ૫ાંચ શહેરોમાં ઈમરજન્સી એલર્ટ, ૧૩ નાગરિકો ઘાયલ હૂતિઓના હુમલાના જવાબમાં સાઉદી અરેબિયા અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૂતિઓના ઠેકાણાઓ સામે હવાઈ હુમલા તેજ કર્યા યમનના હૂતિ બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયાને નિશાન બનાવતાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તણાવ વધ્યો છે. હૂતિઓએ ખમીસ મુશૈત સ્થિત સૈન્ય એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો કર્યાે છે. હૂતિ સંગઠને આ હુમલાને યમનમાં સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલાનો જવાબ ગણાવ્યો છે. હુમલાની સ્થિતિને જાેતા સાઉદી અધિકારીઓએ ખમીસ મુશૈત, અભહા, તાઈફ, જેદ્દાહ અને જાઝાન સહિતના અનેક શહેરોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યા હતા. અહેવાલો પ્રમાણે હુમલામાં…

Read More

સ્ટુડિયોમાં જૂની પરંપરા હવે અસ્તિત્વમાં નથી આરકે સ્ટુડિયોના ગણપતિ ઉત્સવનો પણ એક જમાનો હતો અભિનેતા રાજ કપૂરના નિધન પછી, આરકે સ્ટુડિયોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી બંધ થઈ ગઈ એક સમય હતો જ્યારે આરકે સ્ટુડિયો ફક્ત ફિલ્મ શૂટિંગ માટે જ નહીં, પણ હોળી અને દિવાળીની ઉજવણી તેમજ ગણપતિ બાપ્પાની ભક્તિ માટે પણ જાણીતો હતો. ગણેશ ચતુર્થીના દિવસે ધૂમ મચતી હતી. ફિલ્મજગતની મોટી હસ્તીઓ કપૂર પરિવારની પરંપરામાં જાેડાતી હતી. સમયનાં વહેણની સાથે કપૂર પરિવારનો જલવો હવે રહ્યો નથી. રાજ કપૂરના યુગની આ ખાસ પરંપરા ધીમે ધીમે ઇતિહાસ બની ગઈછે. કરિશ્મા કપૂરે તેના દાદાના યુગની એક યાદ શેર કરી છે. આરકે સ્ટુડિયોમાં ગણેશ ઉત્સવ…

Read More

ફિલ્મે વિદેશોમાંથી ૯.૫૦ કરોડની કમાણી કરી ‘હનુમાન અંશ’ ફિલ્મ બનાવવામાં સ્ટીવ જાેબ્સની પણ ભૂમિકા છે! હનુમાન અંશ ફિલ્મનું નેટ કલેક્શન ૧૯૨.૧૩ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે તેનું ગ્રોસ કલેક્શન ૨૨૭ કરોડ સુધી પહોંચી ગયું ‘હનુમાન અંશ’ આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંની એક છે, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના નિર્માતા ફક્ત ૨૧ વર્ષના છે. નિર્માતા અનુપ્રિયા નાગરે તાજેતરમાં જ ફિલ્મ પાછળની પ્રેરણાનો ખુલાસો કર્યાે છે.નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ચર્ચાનો વિષય છે. આ ફક્ત એટલા માટે નથી કારણ કે તે દેશ અને દુનિયામાં આદરણીય અને જાણીતા સંતના જીવન પર આધારિત છે, એ સાથે…

Read More