Author: garvigujrat

એફિલ ટાવરથી પણ ઉંચો છે ચિનાબ બ્રિજ વિશ્વના સૌથી ઊંચા રેલવે ટ્રેક પર ‘બુલેટ’ ટ્રેનની સ્પીડે દોડી વંદે ભારત ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું દુનિયાનો સૌથી ઉંચો અને ભારતનો સૌથી પડકારજનક રેલ્વે ટ્રેક, ચેનાબ બ્રિજ પર વંદે ભારત પહેલી વખત ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડી છે, આ વીડિયો જાેયા બાદ દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયા. ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું. આ રેલ્વે ટ્રેક ૧૮૦-ડિગ્રી ચઢાણ સાથે પડકારોથી ભરેલો છે. તમને જણાવી દઈએ કે, ચિનાબ બ્રિજ પર બનેલો…

Read More

ગુજરાતના ભાવનગરમાં ઝેરી મિશ્રણથી બનેલા બોગસ દારૂ (લઠ્ઠા)નું સેવન કરવાને કારણે અંદાજે 9 જેટલા લોકોના કમનસીબ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય અનેક લોકોની તબિયત લથડતાં તેઓને ત્વરિત તબીબી સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી કેટલાકની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાસક પક્ષ પર તીખો હુમલો કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું…

Read More

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય સહ સચિવ રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત લીધી હતી. આ તકે પત્રકારોને સંબોધતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો હોસ્પિટલમાં દાખલ છે, તેમની મેં મુલાકાત લીધી, ખબર-અંતર પૂછ્યા અને પ્રશ્નો પૂછીને જાણવાની કોશિશ કરી કે તેઓ શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ તેના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં આ જ જગ્યાએ બેસીને બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે મેં ગળું ફાડી-ફાડીને…

Read More

તહેવારો ટાણે જ ખાંડનો ભાવ વધતાં સરકાર લાવી નવો નિયમ તહેવારોમાં જમાખોરી રોકવા સ્ટોક લિમિટ અડધી કરાઈ ૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી, ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો વેપાર કરનારા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે…

Read More

રિયલ એસ્ટેટમાં બિગ બીનો મોટો ધમાકો પ્રોપર્ટી ભાડે આપીને બિગ બી દર મહિને કમાશે ૩૩ લાખ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ ફાઈનલ કરી છે અભિનેતા અમિતાભ બચ્ચને રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટી ડીલ કરી છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ડેટા આપનાર પ્લેટફર્મ ઝૈપકી (Zapkey ) ના દસ્તાવેજ પ્રમાણે તેમણે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત સિગ્નેચર બિલ્ડિંગના ૩ ફ્લોર્સ લીઝ પર આપ્યા છે. તેનો ટોટલ કાર્પેટ એરિયા લગભગ ૮૪૨૮ સ્ક્વેર ફૂટ છે. ન્યૂટ્રિશન બ્રાન્ડ TruNativ F&B Private Limited આ જગ્યા માટે દર મહિને ૩૩ લાખ રૂપિયાનું ભાડું ચુકવશે. આ લીઝ એગ્રીમેન્ટ ૫ વર્ષ માટે છે. તેનાથી બચ્ચન પરિવારને…

Read More

સંતોષકારક જવાબ ન મળ્યો તો લાખોનો દંડ થઈ શકે શાહરુખ, અજય, ટાઈગર શ્રોફ પર થઈ શકે છે કાર્યવાહી ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે બોલીવુડ એક્ટર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને મહારાષ્ટ્ર FDA તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો પાન મસાલાના સરોગેટ વિજ્ઞાપન સંબંધિત છે. આ મામલે FDA એના ઉચ્ચ અધિકારી તુકારામ મુંઢે એ સ્પષ્ટ કરી દીધું છે કે જાે ત્રણેય અભિનેતા તરફથી મળેલો જવાબ સંતોષકારક નહીં હોય તો તેમના પર કાર્યવાહી પણ થઈ શકે છે આવા મામલામાં ૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. મહત્વનું છે કે બોલીવુડ એક્ટર શાહરુખ ખાન,…

Read More

કોર્ટમાં જવાનું સાચું કારણ આવ્યું સામે સુનિતા કોઈપણ ભોગે ગોવિંદાને છોડવા તૈયાર નથી બોલિવૂડનાં હીરો નંબર ૧ ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજા છેલ્લાં ઘણાં સમયથી તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે ગોવિંદા અને સુનીતાનાં સંબંધોને લઈને ચાલી રહેલી તમામ અટકળોની વચ્ચે એક્ટરનાં મેનેજરે આ સ્થિતિને સ્પષ્ટ કરી દીધી છે. એક ખબર અનુસાર ગોવિંદાનાં મેનેજરે કન્ફર્મ કર્યું છે કે સુનીતા આહુજા બાંદ્રા કોર્ટમાં તેમનાં એક જૂનાં છૂટાછેડાનો કેસ પાછો ખેંચવા ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર ડિસેમ્બર ૨૦૨૪ ની આસપાસ બાંદ્રા ફેમિલી કોર્ટમાં તલાક સાથે જાેડાયેલી એક પિટિશન ફાઈલ થયા બાદ બન્ને પાર્ટીઓનાં વકીલોએ આ કેસ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. ગોવિંદાએ જણાવ્યું…

Read More

ઘૂંટણમાં વાગતાં હોસ્પિટલમાં દાખલ શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાર્તિક આર્યન કબીર ખાનની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના મુંબઈમાં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જાણીતા ડિરેક્ટર કબીર ખાનની આગામી અનટાઈટલ્ડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મુંબઈમાં ફિલ્મના શૂટિંગના અંતિમ તબક્કા દરમિયાન તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે, જેના પગલે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે હતું અને છેલ્લા ૨ દિવસ માટે મહત્ત્વપૂર્ણ એક્શન દૃશ્યો શૂટ કરવાના બાકી રાખવામાં આવ્યા હતા. કાર્તિક આ ખાસ સીન…

Read More

જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : સર્જિયો ગોર અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીરની મુલાકાત લીધી નવનિયુક્ત એમ્બેસેડરે શ્રીનગરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે આર્થિક સહયોગ-વિકાસ મુદ્દે ચર્ચા કરી અમેરિકાએ જમ્મુ-કાશ્મીર માટે અમલમાં મૂકેલી કડક ‘ટ્રાવેલ એડવાઇઝરી‘ને હળવી કરવા અમે વિચારણા કરીશું. આ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.’ અમેરિકાના નવનિયુક્ત એમ્બેસેડર(રાજદૂત) સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના તેમના પ્રથમ પ્રવાસમાં જ આ નિવેદન કર્યું હતું. આ નિવેદન સાબિત કરે છે કે, ભારત માટે અમેરિકાની વિદેશ નીતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અને પહેલગામ હુમલા પછી કોઈ અમેરિકન રાજદૂતે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. આ મુલાકાત…

Read More

ટ્રમ્પે નવો નકશો જાહેર કર્યો હોર્મુઝ પર નિયંત્રણ અને માલિકી બંને અમારી વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરતો ભડકાઉ નકશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નીતનવા ગતકડા કરવા જાણીતા છે. આવા જ એક વધુ ગતકડામાં તેમણે હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરીને ઇરાન સાથે તણાવ વધાર્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક નકશો પોસ્ટ કરી આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને અમેરિકાની માલિકીનો જળમાર્ગ જાહેર કર્યો છે. બીજી બાજુ ઇરાને સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા વચગાળાની સમજૂતી હેઠળની શરતો પૂરી કરે નહીં ત્યાં સુધી હોર્મુઝની ખાડી બંધ રહેશે. ટ્રમ્પનો આ ભડકાઉ નકશો ત્યારે…

Read More