
- ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર: ૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી અને ૧૦ મંત્રીની નિમણૂક
- કાતિલ ઠંડી વચ્ચે માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભીડ, ૩૧ ડિસેમ્બર નજીક હોટલ ભાડા આકાશે
- ગુજરાત-મહારાષ્ટ્રને પાછળ છોડી આસામ ટોચે, RBI ડેટા મુજબ સૌથી ઝડપથી વિકસતું રાજ્ય
- અડાલજ ટોલનાકા પર ગૌસેવકોની સતર્કતા: કતલખાને લઈ જવાતા ૧૬ પશુઓ બચાવાયા
- કચ્છમાં ૩૦ કલાકમાં ૨૪ આંચકા: નિષ્ણાતોની ચેતવણી, મોટા ભૂકંપની સંભાવના, તૈયારી જરૂરી
- એઆઇની વધતી ભૂખ: ૨૦૩૦ સુધી ૯૪૫ ટેરાવોટ અવર વીજ વપરાશે, જૂના વીજ પ્લાન્ટ ફરી શરૂ કરવાની નોબત
- પિતાને શ્રદ્ધાંજલિ સાથે નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’નું લોકાર્પણ કર્યું
- ડીઝલ-પેટ્રોલ છોડો નહીં તો યુરો-૬ લાગુ: નિતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક ચેતવણી
Author: Garvi Gujarat
૨૦૩૦ સુધી ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો.અમેઝોન ભારતમાં ૩.૧૪ લાખ કરોડનું કરશે રોકાણ.કંપની ભારતમાં AI-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશ.ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન ૨૦૩૦ સુધીમાં ભારતમાં તેના તમામ બિઝનેસ સેગમેન્ટમાં આશરે રૂ.૩.૧૪ લાખ કરોડનું જંગી રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ જાહેરાત કંપનીના એમેઝોન સંભવ શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે કંપની ભારતમાં છૈં-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગ્રવાલના મતે, એમેઝોન તેના પ્લેટફોર્મ દ્વારા ભારતમાંથી નિકાસને વર્તમાન $૨૦ બિલિયનથી વધારીને $૮૦ બિલિયન કરવાનો લક્ષ્ય રાખે છે. કંપની ૨૦૩૦…
કોણ બનશે PM મોદીના ઉત્તરાધિકારી?.ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને ર્નિણય લેશે : ભાગવત.ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ દેશના પ્રધાનમંત્રી પદની કમાન કોને સોંપવામાં આવશે તો ભાગવતે કહ્યું કે તેના પર ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને કોઈ ર્નિણય લેશે. ભાગવતે આ અવસરે તમિલનાડુમાં આરએસએસની મર્યાદિત ઉપસ્થિતિ ઉપર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમિલનાડુમાં…
કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી.દેશભરના CGHS અને ECHS લાભાર્થીઓને ફાયદો.તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે.કેન્દ્ર સરકારે CGHS અને ECHS સંલગ્ન નિયમોમાં મોટો ફેરફાર કરતા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. રક્ષા મંત્રાલયે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫થી સંશોધિત CGHS/ECHS રેટ્સ લાગૂ કરવાના આદેશ બહાર પાડ્યા છે. આ સાથે જ વર્તમાન તમામ કરાર (MoA) આ જ તારીખની મધરાતથી રદ ગણાશે. એટલે કે હવે તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે. જે હોસ્પિટલ સમય પર અંડરટેકિંગ નહીં જમ કરે તેમને આપોઆપ ડિપેનલ્ડ ગણવામાં આવશે. સરકારના આ ર્નિણયની…
ભારત માટે ગૌરવની ક્ષણ.દિવાળી યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ થઈઆ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો (UNESCO) એ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં યુનેસ્કોની આ પ્રકારની બેઠકનું આયોજન થયું હોય, અને આ જ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને…
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો ર્નિણય.હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂપિયા ૫૦૦૦નો દંડ.વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ હેઠળ આ આદેશ કરાયો.દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકાર અનેક નવતર પ્રયોગ કરી રહી છે. હવે દિલ્હી સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં પણ કોલસો-લાકડા બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ હેઠળ આ આદેશ કરાયો છે. આ સાથે તમામ હોટલ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, હવે તેમણે માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર અથવા અન્ય સ્વચ્છ ઇંધણ(Clean Fuel)ના વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. એટલું જ નહીં, જાે…
લોકસભામાં બોલ્યા કંગના રનૌત.વડાપ્રધાન મોદી EVM નહીં, દિલ હેક કરે છે.કંગનાએ વિપક્ષ દ્વારા જીૈંઇ વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરૂઆત કરી.લોકસભામાં આજે શિયાળુ સત્રનાં સાતમાં દિવસે સાંસદ કંગના રનૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું…
ભારત શ્રેણીમાં ૧-૦થી આગળ.હાર્દિકની ફિફ્ટી બાદ બોલર્સ છવાયા, ભારતે આફ્રિકાને ૧૦૧ રને કચડ્યું.પ્રથમ ટી૨૦માં ભારતના ૧૭૬ રનના ટારગેટ સામે દક્ષિણ આળિકા ૭૪માં ખખડ્યું, હાર્દિકનું ધમાકેદાર પુનરાગમન.હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી ફિફ્ટી ફટકારવાની સાથે ભરાતીય ટીમમાં ઓલરાઉન્ડ દેખાવ સાથે શાનદાર કમબેક કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતનો ૧૦૧ રને દબદબાભર્યાે વિજય રહ્યો હતો. ભારતીય ટીમની ડામાડોળ શરૂઆત બાદ હાર્દિક પંડ્યાએ ૫૯ રનની અણનમ ઈનિંગ્સ રમતા ભારત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૫ રનનો મજબૂત સ્કોર રજૂ કરી શક્યું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ ૧૨.૪ ઓવરમાં ૭૪ રનમાં જ ખખડતાં ભારતે શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યાે હતો. પાંચ ટી૨૦…
જાપાનના અધિકારીઓ પર ૨૦૧૧ની સુનામીનો ડર હજુયે યથાવત.જાપાનમાં ૯૮ ફૂટ ઊંચી સુનામીની ચેતવણી, ૨ લાખ લોકોને જીવનું જાેખમ.હાલ ૧૮૨ નગરપાલિકાઓને સૂચના અપાઈ છે. આ તાજેતરના વર્ષોમાં જાહેર કરાયેલી વ્યાપક ભૌગોલિક ચેતવણીઓ પૈકીની એક છે.જાપાન તાજેતરના દિવસોમાં ભૂકંપ અને સુનામીના સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, મંગળવારે મેગાક્વેક એડવાઇઝરી જાહેર કરાઈ છે. તેને એક રેર એડવાઇઝરી કહેવામાં આવે છે. ઓમોરીના પૂર્વ તટ પર ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી આ ચેતવણી જાહેર કરાઈ છે.આ ભૂકંપથી વધારે નુકસાન થયું ન હતું, પરંતુ અધિકારીઓના આશંકા છે કે આવનારા દિવસોમાં ખતરો વધી શકે છે. જેના કારણે આ ચેતવણી જાહેર કરાઈ છે. જાે અહીં સુનામી…
ભારતનું પ્રસ્તાવિતિ યુનિટ યુએસ બહારનું સૌ પ્રથમ મેન્યુફેક્ચરિંગ એકમ બનશે.મિલિટરી એરક્રાફ્ટ બનાવતી અમેરિકાની લોકહિડ માર્ટિન ભારતમાં યુનિટ ઊભું કરશ.હાલ ભારતીય એરફોર્સ મિલિટરીના ભારે માલસામાનના પરિવહન માટે ૧૨ જેટલાં સી-૧૩૦ જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.મિલિટરીના ભારે માલવાહક હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી અમેરિકાની મહાકાય કંપની લોકહિડ માર્ટિને મંગળવારે કહ્યું હતું કે તે મિલિટરીના ભારે માલસામાનનું પરિવહન કરતાં સી-૧૩૦ જે એરક્રાફ્ટનું ભારતની સાથે ભેગાં મળીને ઉત્પાદન કરવા ભારતમાં પોતાનું એક યુનિટ ઉભું કરશે. આ યુનિટ કંપનીનું અમેરિકા બહારનું સૌ પ્રથમ એકમ હશે એમ કંપનીએ ઉમેર્યું હતું.ભારતીય એરફોર્સે જ્યારથી મિલિટરીના ભારે માલસામાનનું પરિવહન કરી શકે એવા ૮૦ વ્યૂહાત્મક એરક્રોફ્ટ ખરીદવા પોતાની…
ભારત સાથે ટ્રેડ ડીલની વાતો વચ્ચે નવો ફણગો.ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ટેરિફ બોમ્બ ફોડવાની ધમકી.ભારત, થાઈલેન્ડ, ચીનના ચોખાના ડમ્પિંગની સમસ્યાનો ‘ટેરિફ’થી એક જ દિવસમાં ઉકેલ લાવી દઈશ : ટ્રમ્પની અમેરિકન ખેડૂતોને હૈયાધારણ.અમેરિકાએ નવી સુરક્ષા નીતિમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતને તેનું સૌથી વિશ્વસની સાથી ગણાવ્યું છે અને ક્વાડ સંગઠન મારફત ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરી છે તેવા જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. ટ્રમ્પે સોમવારે ભારતને અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરવા સામે ચેતવણી આપતાં આ સમસ્યાના ઉકેલરૂપે ‘બમણો ટેરિફ’ નાંખવાની ધમકી આપી છે. આ સાથે ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે ૧૨ અબજ ડોલરની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



