- આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમૂજી યાદ શેર કરી; ‘ઓમ કા હરી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
- સમંથા રૂથ પ્રભુએ પતિ રાજ નિદિમોરુ સાથે યોજી પરંપરાગત ‘સીમંતમ’ વિધિ; આધ્યાત્મિક અનુભવ કર્યો શેર
- ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા મોના સિંહે 90% શો નકાર્યા; કારકિર્દી અંગે કર્યા ખુલાસા
- આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ૧૪ મુદ્દાનું ‘ગેરંટી પત્ર’ જાહેર કર્યું.
- મહર્ષિ દધિચી: પરોપકાર, સર્વોચ્ચ ત્યાગ અને માનવતાનું અમર પ્રતીક
- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
Author: garvigujrat
માસ્ટર માઈન્ડની ધરપકડ મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે કચ્છના મુન્દ્રામાં ૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બારોઇ રોડ પર આવેલા રૂદ્રાક્ષ જ્વેલર્સમાં બંદૂકધારી શખસોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો અને પોલીસને હવાલો કર્યો હતો. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ અનુસાર, મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલા ચાર શખસોમાંથી મૂળ મધ્યપ્રદેશના પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિતની…
૮,૦૦૦ બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બેનામી બેંક ખાતાઓના ઉપયોગ દ્વારા મની લોન્ડરિંગ અને સાયબર છેતરપિંડી ચલાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો ઉપયોગ આતંકવાદી ભંડોળ માટે પણ થતો હોવાની ગંભીર શંકા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આવા લગભગ ૮,૦૦૦ બેનામી બેંક ખાતાઓ ઓળખીને ફ્રીઝ કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ બેનામી ખાતાઓ આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગ માટે મહત્વપૂર્ણ સાધન બની ગયા હતા. મુખ્યત્વે આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડથી મળેલા નાણાંને…
માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ટીપુ સુલતાનનો ફોટો હટાવાયો માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું મહારાષ્ટ્રના માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીરને લઈને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ વાત બહાર આવતા જ શહેરના અનેક સંગઠનો અને નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. વધતા દબાણ અને તણાવને જાેતા આખરે તંત્રએ પીછેહઠ કરવી પડી હતી અને તસવીર હટાવી દેવામાં આવી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ, શિવસેના સહિત અનેક હિન્દુત્વવાદી સંગઠનો અને…
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાનને આજે બીજા દિવસ વધુ તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા 6 દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના યુવા નેતા અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં આજે અભિયાનના બીજા દિવસે ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ. આજે ઉમરકોટ અને વેગડી ગામમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, દિલીપ ભુવા,…
બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો ગિરનાર.મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપુર.ભક્તિ, ભજન અને સેવાભાવના માહોલ વચ્ચે સાધુ-સંતોના દર્શન, ભક્તો માટે ભોજન-પાણીની વ્યવસ્થા.જ્યાં શિવ અને જીવનું અનોખું મિલન થાય છે, તે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના જયકારો કરી રહ્યા છે. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ પાંચ દિવસીય મહામેળોમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું. મિની કુંભ તરીકે ઓળખાતા મહાશિવરાત્રીના આ મહામેળામાં ભક્તિ, ભજન અને ભોજનનો અદ્ભુત સમન્વય જાેવા મળી રહ્યો હતો. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હાથમાં ત્રિશૂલ, હોઠ પર હર હર મહાદેવનો નાદ અને હૃદયમાં અખંડ શ્રદ્ધા દરેક ક્ષણ ભક્તિથી ભીંજાઈ છે,…
લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું.ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી શકે નહીંે.અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે.ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે ચાલી રહેલી તમામ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી. જર્મનીમાં આયોજિત ‘મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સ‘ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોના એક નિવેદને વૈશ્વિક સ્તરે ધ્યાન…
ખામેનાઈએ મૂકી એક શરત!.ઈરાનની મોટી જાહેરાત, અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા તૈયાર.ઈરાને શરત રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા તૈયાર હોય.ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતીનો રસ્તો હવે ખોલી દીધો છે. તહેરાનનું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જાે કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે કરાર કરવા માટેની ઈચ્છા માટેની જવાબદારી અમેરિકા પર છે.…
ભારત A મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું.ભારતની દીકરીઓ સામે પાકિસ્તાન ઘૂંટણીએ, ૧૧ ઓવરમાં જીતી મેચ.પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A ટીમ ૯૩ રનમાં ઓલઆઉટ : ભારતે ૧૧મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.ભારત છ મહિલા ટીમે પાકિસ્તાનને હરાવ્યું. ACC મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૬ની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત છ મહિલા ટીમે ૮ વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન છ મહિલા ટીમ ૧૯મી ઓવરમાં ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે ૧૧મી ઓવરમાં મેચ જીતી લીધી. ભારતીય ટીમ હવે ૧૭ ફેબ્રુઆરીના રોજ તેમની અંતિમ ગ્રુપ મેચમાં નેપાળનો સામનો કરશે. રાધા યાદવની આગેવાની હેઠળની ભારત છ ટીમે…
દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ.પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! .જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે.ઓપરેશન સિંદૂર બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. જેને લઈને પાકિસ્તાને અનેક પ્રતિક્રિયા આપી પરંતુ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ સંધિ શાંતિ માટે હતી. આમ, જાે પાકિસ્તાન શાંતિ સ્થાપવા ઈચ્છતુ નથી તો આ સંધિ પણ નહીં રહે. આ દરમિયાન ભારત પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે. જેમાં જમ્મુ અને કાશ્મીર સરકાર ચાર દાયકાથી બંધ પડેલા વુલર બેરેજ પ્રોજેક્ટને પુનર્જીવિત કરી રહી છે. તેનો હેતુ ઝેલમ નદીના…
૩૮ દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા મોદી.રાજનીતિક સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો.વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ કરવું એ સરકારની ફરજ છે : વડાપ્રધાન.કેન્દ્રીય બજેટ અને અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથેના મહત્વની ટ્રેડ ડીલ (વેપાર કરાર) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ ને એક વિશેષ ઇન્ટરવ્યુ આપ્યો છે. આ બે મોટી ઘટનાઓ પછી કોઈ મીડિયા સાથે તેમણે કરેલી પહેલી મુલાકાત છે. વડાપ્રધાન મોદીએ આ ઇન્ટરવ્યુમાં ભારતીય અર્થતંત્ર અને સંરક્ષણ ક્ષેત્ર અંગે કેટલીક પાયાની વાતો અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેટલીક બાબતો મામલે સ્પષ્ટતા પણ કરી હતી. વિવિધ ડીલની શરતો પર પણ પ્રકાશ પાડ્યો હતો.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


