- આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમૂજી યાદ શેર કરી; ‘ઓમ કા હરી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
- સમંથા રૂથ પ્રભુએ પતિ રાજ નિદિમોરુ સાથે યોજી પરંપરાગત ‘સીમંતમ’ વિધિ; આધ્યાત્મિક અનુભવ કર્યો શેર
- ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા મોના સિંહે 90% શો નકાર્યા; કારકિર્દી અંગે કર્યા ખુલાસા
- આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ૧૪ મુદ્દાનું ‘ગેરંટી પત્ર’ જાહેર કર્યું.
- મહર્ષિ દધિચી: પરોપકાર, સર્વોચ્ચ ત્યાગ અને માનવતાનું અમર પ્રતીક
- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
Author: garvigujrat
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ બાદ જયશંકરનું મોટું નિવેદન.ઓઈલ ક્યાંથી ખરીદવું એ અમે નક્કી કરીશું : વિદેશ મંત્રી જયશંકર.અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદ દાવો કરવામાં આવતો હતો કે ભારત અમેરિકાના પ્રેશરમાં આવી ગયું છે અને હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહ્યું હતું. પણ વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લીને કહી દીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી. મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં દિલ્હી ડિસાઈડ્સ વિષય પર ચર્ચા કરતા જયશંકરે સ્પષ્ટ કહી દીધું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓઈલ ક્યાંથી ખરીદશે, તેનો ર્નિણય ખાલી ભારત કરશે. ભારતના નેશનલ ઇન્ટરેસ્ટમાં જે હશે, તેના આધાર પર…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમારે એક વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, ગતરાત્રે કોળી સમાજના આગેવાન અને મઢુલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી. આ હુમલાના વિડીયો પણ પરિવારને ઉતાર્યા છે. નેશનલ હાઇવે પર આવવાના તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈને ખુલ્લેઆમ ધીરુભાઈ અને તેમના પરિવારની મહિલાઓને મારવાની કોશિશ કરે છે. આ પરિવાર એ હુમલાખોરોને ઓળખતા પણ નથી. માટે પરિવારનું માનવું છે કે આ હુમલાખોરોને કોઈએ સોપારી આપી હોય એવું લાગી રહ્યું છે. નેશનલ હાઈવે પર એક…
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં કાર્યકર્તા સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે જ્યારથી આમ આદમી પાર્ટીએ સુરતમાં પગ મૂક્યો, ત્યારથી સુરત પર જીતની ડબલ જવાબદારી આવી ગઈ છે. આ આજની વાત નથી. સમગ્ર ગુજરાતમાં પહેલી સભા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી હતી અને ત્યારથી સુરતના કાર્યકર્તાઓ સતત પોતાના અભિયાનને આગળ વધારતા રહ્યા છે. વિધાનસભા ક્ષેત્રોમાં ચહેરા બદલાયા, ઘણા લોકો સક્રિય બન્યા, કેટલાક નિષ્ક્રિય રહ્યા, છતાં સુરતે પોતાની જવાબદારી ક્યારેય છોડી નથી. તેમણે…
આમ આદમી પાર્ટીના ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ખોટી જાહેરાતો અને તાયફાઓ કરી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ગુજરાતની ભાજપ સરકારે ફરી એક વાર ખોટી જાહેરાત કરી ફરીથી એક નવો રેકોર્ડ બનાવવાનું કામ કર્યું. ગુજરાતમાં મોટાભાગે ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ગુજરાતની ભાજપ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની અને 10,000 કરોડની સહાયની જાહેરાત કરી દીધી. પરંતુ વાસ્તવમાં ગુજરાતના અનેક ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા છે. વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, એનાથી પણ એનાથી પણ વધારે ચોંકાવનારી…
લગ્નની ખુશીઓ વચ્ચે બે પરિવારોમાં માતમ છવાયો સુરતમાં નવવધૂનું લગ્નના દિવસે રાતે ટાઇફોઇડથી મોત થયું દુલ્હન વેદી પટેલ એક અઠવાડિયાથી બીમાર હતી. તેને ટાઈફોઈડનું નિદાન થયું હતું હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જન્મ અને મરણનો ખેલ ઉપરવાલાના હાથમાં હોય છે. મોતનો પડદો ક્યારે પડે તે કંઈ કહેવાય નહિ. ત્યારે સુરતની એક નવવધૂને લગ્નની રાતે જ મોત આવ્યું. જ્યાં સવારે લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં સાંજ ઢળતા જ માતમ છવાયું હતું. કેનેડાના યુવક સાથે સુરતની યુવતીના જે દિવસે લગ્ન હતા, તે જ દિવસે રાતે તેનું ટાઈફોઈડથી મોત નિપજ્યું હતુ. આ ઘટનાથી બે પરિવારો પર આભ તૂટી પડ્યું હતુ. વાત જાણે…
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે બળાપો ઠાલવ્યો વડોદરા ક્રિકેટમાં સત્તાધિશોને સલામ કરનારાઓને જ કામ મળે છે ઈરફાન પઠાણે કહ્યું BCA નું સ્તર સતત નીચે જઈ રહ્યું છે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણે હાલની વ્યવસ્થા અને સત્તાધીશો સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નીચે જઈ રહ્યું છે અને ક્રિકેટના વિકાસ માટે તાત્કાલિક સુધારાની જરૂર છે. ઇરફાન પઠાણે કહ્યું કે BCA સાથે તેમની ઘણી યાદો જાેડાયેલી છે અને આજે તેઓ જે કંઈ છે તેમાં BCA નો મહત્વનો ફાળો છે. તેમણે કહ્યું…
બ્રહ્મપુત્ર નદી નીચે એક સાથે દોડશે ટ્રેનો અને કાર ભારતની પહેલી અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને કેબિનેટની મંજૂરી આ અંડરવોટર ટ્વિન ટ્યુબ રોડ ટનલ બનવાથી 240 km નું અંતર ઘટીને માત્ર 34 km રહી જશે મોદી કેબિનેટે આજે શનિવારે (૧૪ ફેબ્રુઆરી) આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે રેલ અને રોડ ટનલ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ અંડરવોટર ટ્વિન ટ્યુબ રોડ ટનલ બનવાથી 240 km નું અંતર ઘટીને માત્ર 34 km રહી જશે. બ્રહ્મપુત્રા નદીની નીચે 34 km લાંબી ટનલ બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ટ્વિન-ટ્યુબ અંડરવોટર ટનલ બનવા જઈ રહી છે. આ ટનલમાં વાહનો અને ટ્રેનો બંને ચલાવવાની સુવિધા…
પોલીસે કહ્યું જીવનું જાેખમ હોઈ શકે અમેરિાકમાં મૂળ કર્ણાટકનો સાકેત શ્રીનિવાસૈયા ગુમ અમેરિકાના બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણતો હતો : સાકેત છેલ્લે ૯મી ફેબ્રુઆરીએ સાંજે જાેવા મળ્યો હતો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત અને હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે એક વધુ ચોંકાવનારો મામલો જાેવા મળ્યો છે. જેણે ચિંતા પેદા કરી છે. અમેરિકાના બર્કલેમાં ૨૨ વર્ષનો ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા ગુમ થઈ ગયો છે. અમેરિકી પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે સાકેતની શોધ ચાલુ છે. અમેરિકી પોલીસે તેને જીવનું જાેખમ હોવાનું પણ ગણાવ્યું છે. સાકેત છેલ્લે મંગળવારે સાંજે ૫ વાગે જાેવા મળ્યો…
૧૫ ફેબ્રુઆરી ક્રિકેટ ફેન્સ માટે સુપર સન્ડે ભારત અને પાકિસ્તાન રવિવારે મેદાનમાં ઉતરશે આ દિવસે બંને દેશોની મહિલા ટીમનો સામનો પણ થશે ૧૫ ફેબ્રુઆરીનો દિવસ ક્રિકેટ ફેન્સ માટે સુપરહિટ રહેવાનો છે. આ દિવસે ક્રિકેટ ફેન્સને IND vs PAK મેચનો ડબલ રોમાંચ જાેવા મળશે. આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ બે-બે મેચ રમાશે. ૧૫ ફેબ્રુઆરીએ ટી૨૦ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઈ વોલ્ટેજ મેચ રમાશે. તેના પર બધા ફેન્સની નજર રહેશે. પરંતુ આ દિવસે અન્ય એક મેચમાં IND vs PAK ની ટક્કર થશે, આ મેચ મહિલાઓ વચ્ચે રમાશે. તેની જાણકારી ખૂબ ઓછા ફેન્સને હશે. તો આવો આ…
ભાદર નદીમાં વધતા કેમિકલ પ્રદૂષણ સામે આમ આદમી પાર્ટી દ્વારા “ભાદર બચાવો” અભિયાન તેજ કરવામાં આવ્યું છે. કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા મહેશ કોટડીયા છેલ્લા પાંચ દિવસથી અડીખમ ઉપવાસ પર બેઠા છે. તેમના આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભાદર નદીના કાંઠા વિસ્તારના પ્રદૂષણથી અસરગ્રસ્ત ગામોમાં પક્ષના નેતા ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન અને જનસભાઓ યોજાઈ રહી છે. આજે લુણાગરી, લુણાગરા અને કેરાળી ગામોમાં “ભાદર બચાવો” સભાઓ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. AAP નેતા ધાર્મિક માથુકિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


