
લોકસભામાં બોલ્યા કંગના રનૌત.વડાપ્રધાન મોદી EVM નહીં, દિલ હેક કરે છે.કંગનાએ વિપક્ષ દ્વારા જીૈંઇ વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરૂઆત કરી.લોકસભામાં આજે શિયાળુ સત્રનાં સાતમાં દિવસે સાંસદ કંગના રનૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ઈવીએમ હેક કરતા નથી, પરંતુ તેઓ લોકોના દિલ હેક કરે છે.
કંગનાએ વિપક્ષ દ્વારા SIR વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન કંગનાએ કહ્યું કે, ‘જ્યારે સરકાર કોઈ કામ આગળ વધારે છે, ત્યારે વિપક્ષો તેનો વિરોધ કરવા માટે નિયમો તોડે છે. વિપક્ષ પાસે કોઈ ચોક્કસ તથ્યો અને કોઈ સ્પષ્ટ રણનીતિ પણ નથી. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બોલવા ઉભા થયા હતા, ત્યારે આશા હતી કે, તેઓ કોઈ મોટો ખુલાસો કરશે, પરંતુ તેઓએ તથ્યો અને ગંભીરતા વગર ભાષણ કર્યું હતું.’ રાહુલ ગાંધીએ હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં ૧૦ બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી ૨૨ મત આપ્યા હોવાનો અને તે મહિલા બ્રાઝિલિયન મોડેલ મેથ્યુસ ફેરેરો હોવાનો દાવો કર્યો હતો, જે મુદ્દે કંગનાએ વિદેશી મહિલાની તસવીર જાહેર કરવાની બાબતને ગંભીર અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘તે મહિલાએ જાતે જ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી અને તે ભારત ક્યારેય આવી નથી. તેમ છતાં વિપક્ષે તે મહિલાની તસવીરનો દુરુપયોગ કર્યો. હું ગૃહ તરફથી તે મહિલાની માફી માગું છું. તેણીને ખોટી રીતે જાહેર કરીને વિપક્ષે મહિલાઓ સન્માનનું અપમાન કર્યું છે. કોંગ્રેસ મહિલાઓનું અપમાન કરવા જેવી બાબતોમાં વારંવાર સામેલ હોય છે, જ્યારે વડાપ્રધાને મહિલાઓના સન્માન અને સુરક્ષા માટે અનેક મહત્ત્વના પગલા ભર્યા છે.’
વિપક્ષો વારંવાર ઈફસ્માં ગડબડીના આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે કંગનાએ તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે બેલેટ પેપરનાં સમયમાં ચૂંટણીમાં ગેરરીતિ થતી હતી. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાજ નારાયણ કેસમાં ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. આ કેસમાં એક વડાપ્રધાન દોષી ઠેરવાયા હતા. કોંગ્રેસ ઈવીએમ પર સવાલો ઉઠાવે છે, જ્યારે વાસ્તવિક ગેરરીતિ તેમના શાસનમાં થઈ હતી. સોનિયા ગાંધી ભારતીય નાગરિક બન્યા વગર મતદાન કરતા રહ્યા હતા.’




