- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ઇરાનમાં માદુરો જેવી કાર્યવાહી કરવી શક્ય નથી.ઇરાન હોર્મુઝની ખાડી બંધ કરશે તેવા ડરથી ટ્રમ્પ આક્રમણ કરતાં નથી.હોર્મુઝનો અખાત એક મહિનો બંધ રહે તો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૦ ડોલરને આંબી જાય.ઇરાનમાં ઇસ્લામિક કટ્ટરવાદી સરકાર સામે પ્રજાનું જબરદસ્ત વિરોધ પ્રદર્શન છે અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તેમને ધમકીઓ પર ધમકીઓ આપે છે. આમ છતાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો જેવી કોઈ કાર્યવાહી કેમ કરતા નથી કે ઇરાન પર કેમ હુમલો કરતાં નથી તે સવાલ બધાને થાય તેમ છે. ટ્રમ્પ આમ કરતાં ખચકાઈ રહ્યા છે તેનું કારણ છે હોર્મુઝની ખાડી.કોઈને પણ સવાલ થાય કે હોર્મુઝની ખાડીમાં વળી એવો તે શું છે કે તેના…
એ.આર. રહેમાનનું નિવેદન: ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાંપ્રદાયિકતા વધી’, રામાયણને ધર્મથી ઉપર ગણાવ્યું
દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાનનું ચોંકાવનારૂ નિવેદન.‘છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો છે‘.‘રામાયણ’ના સંગીતકાર કહે છે – મારો સહયોગી હંજ જિમર યહુદી છે, હું મુસલમાન છું અને રામાયણ હિન્દુ ગ્રંથ છે.જન્મે હિન્દુ પણ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા ટેલેન્ટેડ મ્યુઝીક ડાયરેકટર એ.આર. રહેમાને ચોંકાવનારી વાત એક ઈન્ટરવ્યુમાં કહી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોમ્યુનલ (કોમવાદી) બની ગઈ છે, એક ઓસ્કાર વિનર સંગીતકારને કામ નથી મળી રહ્યું.એ.આર. રહેમાન નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં સંગીત આપી રહ્યા છે. રહેમાને તેની પાછળની ધાર્મિક સોચના બારામાં વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે ખુદ એક બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યા છે.એ.આર. રહેમાનનું કહેવું છે કે તેને…
સાંઈ પલ્લવીનું બોલીવૂડમાં ડેબ્યૂ.ફિલ્મ ‘એક દિન’નું શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું.આ ટિજરની શરૂઆત જુનૈદ ખાનના વોઇસઓવરથી થાય છે, જેમાં તેનું પાત્ર સપનાઓ, આશાઓ અને પ્રેમ વિશે વાત કરે છે.મુંબઈ: કાજલ અગ્રવાલ, પ્રિયામણી, નયનતારા, તાપસી પન્નુ અને રસ્મિકા મંદાના બાદ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક અભિનેત્રી બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જીહા, હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં જાેવા મળશે. જેનું નામ છે સાંઈ પલ્લવી. આમિર ખાનના દીકરા જુનૈદ ખાન સાથે સાંઈ પલ્લવીની નવી ફિલ્મ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.સાંઈ પલ્લવીની ડેબ્યુ ફિલ્મ ‘એક દિન’નું આજે…
વીડિયો શેર કરીને જણાવી વ્યથા.વર્લી મેટ્રો સ્ટેશન પર દિવ્યાંગ કોમેડિયનને થયો કડવો અનુભવ.દિવ્યાંગ કોમેડિયન કર્ણ શાહને પડેલી હાલાકીના વીડિયોને લઈને યુઝર્સે કર્ણ પ્રત્યે સંવેદના અને તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે.માયાનગરી મુંબઈની મેટ્રો ટ્રેનની સુવિધાનો અનેક મુંબઈગરાઓ ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં મુંબઈના એક મેટ્રો સ્ટેશન પર પાયાની સુવિધાનો અભાવ જાેવા મળ્યો છે. પાયાની સુવિધાના અભાવના કારણે કર્ણ શાહ નામના દિવ્યાંગ કોમેડિયનને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.વર્લી મેટ્રો સ્ટેશન પર કોમેડિયન કર્ણ શાહને કડવો અનુભવ થયો છે. પોતાના અનુભવને કર્ણ શાહે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને શેર કર્યાે છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર…
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે…
પાન-મસાલાની જાહેરાત મામલે જયપુર કોર્ટની કાર્યવાહી.અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર.પાન મસાલા અને સરોગેટ એડવર્ટાઇઝિંગ મામલે અગાઉ પણ અજય દેવગન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ કલાકારો વિવાદમાં આવી ચૂક્યા છે.બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. આ વખતે મામલો કોઈ ફિલ્મી વિવાદ કે શિકારનો નથી, પરંતુ પાન મસાલાની જાહેરાતનો છે. જયપુરની એક કોર્ટે સલમાન ખાન વિરુદ્ધ ૧૦,૦૦૦ રૂપિયાનું જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.રાજસ્થાનના જયપુરમાં એડવોકેટ શાલીની શર્મા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સલમાન ખાન પાન મસાલા જેવી હાનિકારક વસ્તુઓનું પ્રમોશન કરી રહ્યો છે. જે સમાજ…
આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ૭૪ હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના ૧૨.૩૫ લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ…
સોનું એપ્રિલ રૂ.1.47 લાખ અને ચાંદી જુલાઇ, ચાંદી-મિની તથા ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદા રૂ.3 લાખના ઊંચા સ્તરને પાર ક્રૂડ તેલના વાયદામાં રૂ.83ની તેજીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38970 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.149028.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.40110.56 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108912.9 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 38970 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.33023.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.142589ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.143296 અને નીચામાં રૂ.142400ના મથાળે અથડાઈ, રૂ.143121ના આગલા બંધ સામે રૂ.31 વધી રૂ.143152 થયો હતો.…
સર્વેની કામગીરી હાથ ધરતા સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમટેક્સ ત્રાટક્યું.ટોલ પ્લાઝાના વ્યવહારોમાં બહુ મોટી આર્થિક ગરબડ હોવાની આશંકાના આધારે આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે.સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સામાન્ય રીતે ઈન્કમટેક્સ વિભાગ, કોઈના ઘરે, ઓફિસે, ગોડાઉન પર, ફેકટરી ટુંકમાં વ્યવસાયના સ્થળે દરોડા પાડતું હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તો આવકવેરા વિભાગે ટોલ પ્લાઝા પર તવાઈ બોલાવી છે. આજે વહેલી સવારથી આઈટીના અધિકારીઓની વિવિધ ટીમોએ, સાબરકાંઠામાં દરોડા પાડ્યા છે. જેમાં એક ટીમે પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરતા સૌ…
મનપાએ રૂ. ૨૦૦ કરોડની લોન લેવી પડી.રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ.ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે.આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા ઇતિહાસના સૌથી કપરા આર્થિક સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે. નાણાંના અભાવે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે અને સ્થિતિ એવી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


