- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો ર્નિણય.મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો ર્નિણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ BMC (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે. BMC ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે અમીટ શાહી લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના સ્દ્ગજી ઉમેદવાર…
આ સોદો ટેક્સ મુક્તિ માટે હકદાર નથી : સુપ્રીમ કોર્ટ.ફ્લિપકાર્ટમાં રૂ.૧૪,૪૪૦ કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે.સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી.દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જાેઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ…
મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસને ૩ સીટ મળી.મહારાષ્ટ્રની ૨૯ નગર નિગમમાંથી ૨૧ સીટ પર ભાજપનો કબજાે.શિવસેના (શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિત સફળતા મતગણતરીના પરિણામો બતાવે છે કે રાજ્યમાં ભાજપની સ્પષ્ટ લહેર જાેવા મળી.મહારાષ્ટ્રના રાજકારણમાં નગર નિગમ ચૂંટણીએ મોટો રાજકીય બદલાવ નોંધાવી દીધો છે. રાજ્યની ૨૯ નગર નિગમોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે અને આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ લીડ બનાવતા વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. આંકડા અનુસાર, ભાજપે મુંબઈ સહિત ૨૧ નગર નિગમ પર કબજાે કરી લીધો છે. જ્યારે શિવસેના (શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઠાકરે જૂથ)ને મર્યાદિત સફળતા મળી શકે છે. સૌથી મોટો ઝટકો…
ઇંગ્લેન્ડના આદિલ રશીદ અને રેહાન અહેમદને હજી સુધી વિઝા ફાળવાયા નથી.ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતે ઇંગ્લેન્ડના બે ખેલાડીની વિઝા આપ્યા નથી.રશીદ અને અહેમદ હાલના તબક્કે ઉપલબ્ધ નથી તેવા સંજાેગોમાં ઇંગ્લેન્ડની ટીમમાં હવે માત્ર લિયમ ડાઉસન એકમાત્ર સ્પિનર રહી ગયો છે.ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનારો છે અને તે માટે તમામ ટીમ તૈયારી કરી રહી છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમની તૈયારીમાં વિક્ષપ પડ્યો છે કેમ કે તેના બે ખેલાડી આદિલ રશીદ અને રેહાન અહેમદને હજી સુધી ભારત સરકાર તરફથી વિઝા મળ્યા નથી. આ વિલંબનો અર્થ એ થયો કે પાકિસ્તાની મૂળ ધરાવતા આ બંને ખેલાડી ઇંગ્લેન્ડની ટીમના બાકીના ખેલાડીઓ…
આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ!.મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો.આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યાે કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ…
૨૬મીની પ્રજાસત્તાક દિનની પરેડમાં યુરોપીયન સંઘના નેતાઓ ભાગ લેશે.ભારત-EU વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલ ૨૭ જાન્યુઆરીએ: કૃષિનો સમાવેશ નહીં.નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર ૧૩૫ અબજ ડોલર હતો, બંને પક્ષે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાથી વ્યાપારી સંબંધો વધારે મજબૂત થશે.ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન સંઘ (EU)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેએન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યાે છે ત્યારે ભારત-EU વચ્ચે ૨૭ જાન્યુઆરીના રોજ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થશે. જાેકે આ કરારમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ કરાયો નથી. ભારતના સૌથી મોટા વ્યાપારી ભાગીદારોમાં EU નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં દ્વિપક્ષી વેપાર…
હુસૈન અસ્તરાની પુત્રીએ બે કરોડ માગતાં ર્નિણય.શાહિદની ઓ રોમિયોનું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મોકૂફ.ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે.શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલત્વી રહ્યું હોવાનું કહેવાય છે. હુસૈન અસ્તરાની દીકરીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી બે કરોડની માગણી કરી છે અને પોતાની કેટલીક ડિમાન્ડ સંતોષાય નહિ ત્યાં સુધી ફિલ્મની રીલિઝ મુલત્વી રાખવા ચેતવણી આપી છે. તેના પગલે આ ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે. આ ફિલ્મ હુસૈન અસ્તરાની જીવનકથા પર આધારિત હોવાનું કહેવાય…
‘ભૂલચૂક માફ’ : હનીસિંહ.કાર્યક્રમમાં અભદ્ર ભાષાના પ્રયોગ બાદ રેપરે કરી સ્પષ્ટતા.લોકપ્રિય રેપર યો યો હનીસિંહ બુધવાર, ૧૪ જાન્યુઆરીથી સોશિયલ મીડિયા પર એક વિવાદના કારણે ટ્રેન્ડ થઈ રહ્યો છે.લોકપ્રિય રેપર યો યો હનીસિંહ બુધવાર, ૧૪ જાન્યુઆરીથી સોશિયલ મીડિયા પર એક વિવાદના કારણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. હનીસિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે લાઈવ કોન્સર્ટ દરમિયાન વાંધાજનક ભાષાનો પ્રયોગ કરતો જાેવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો અને લોકોએ તેની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. જાેકે, વિવાદ વધતા હવે હનીસિંહે જાહેરમાં માફી માંગી છે.હનીસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર…
ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.અક્ષય ખન્ના રહેમાન ડકૈતના પાત્રમાં ‘ધુરંધર ૨’ ફરી ધૂમ મચાવશે.નિર્માતાઓએ ‘ધુરંધર ૨’ નું શૂટિંગ પહેલાથી જ કરી લીધું છે, અને હવે તેઓ કેટલાક પસંદગીના દ્રશ્યો ફરીથી શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે.અક્ષય ખન્નાનું રહેમાન ડકૈતનું અવિસ્મરણીય પાત્ર ‘ધુરંધર ૨’ માં ફરી એકવાર ધૂમ મચાવી રહ્યું છે, જે આદિત્ય ધરના બોક્સ ઓફિસ સેન્સેશનની સિક્વલ છે. જાેકે તેના પાત્રનો પ્રથમ હપ્તામાં દુ:ખદ અંત આવ્યો હોય તેવું લાગતું હતું, ફિલ્મ નિર્માતાઓ તેને ફરીથી જાેઈ શકાય તે માટે નવીન ફ્લેશબેક અને રિશૂટ બનાવી રહ્યા છે. આદિત્ય ધરની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક સફળતા મેળવી છે.…
ઇમરાન ખાને ૨૦૧૧ માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા.ડીપ્રેશનના સમયમાં મને ગર્લફ્રેન્ડ લેખાએ સાચવ્યો: ઇમરાન ખાન.લગભગ ૧૧ વર્ષના લાંબા ગાળા પછી, ઇમરાન ખાન હેપ્પી પટેલ સાથે મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે.સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા, ઇમરાન ખાન, હાલમાં તેમની આગામી ફિલ્મ, હેપ્પી પટેલ માટે સમાચારમાં છે. વર્ષાેથી ડિપ્રેશનથી પીડાતા ઇમરાન, તાજેતરમાં એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ, લેખા વોશિંગ્ટન વિશે ખુલ્લેઆમ વાત કરી. ઇમરાન ખાને વર્ણન કર્યું છે કે કેવી રીતે લેખાના બિનશરતી પ્રેમે તેમના જીવનના મુશ્કેલ સમયમાં તેમને સાથ આપ્યો. તેમની પુત્રી ઇમરાએ પણ આમાં તેમનો સાથ આપ્યો.ઇમરાન ખાન માને છે કે લેખાના સાચા પ્રેમને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


