Author: garvigujrat

ચાહકોને દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ ગમે છ.રણબીર અને દીપિકા ૧૦ વર્ષ પછી ફરી સાથે કામ કરશે.આ પહેલા દીપિકા પાદુકોણ અને રણબીર ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘તમાશા’માં સાથે જાેવા મળ્યા હતા.દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના ચાહકોએ વારંવાર તેમને મોટા પડદા પર સાથે જાેવાની માંગ કરી રહ્યા છે. હવે, એવું લાગે છે કે આ માંગણી પૂર્ણ થવાની છે. દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ૧૦ વર્ષ પછી કોઈ ફિલ્મમાં સાથે જાેવા મળી શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવશે. અહેવાલો અનુસાર આ ફિલ્મ ૧૯૫૬ની ફિલ્મ ચોરી ચોરીનું રૂપાંતરણ હશે.અહેવાલ મુજબ, અયાન મુખર્જી એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરવા…

Read More

વામિકા ગબ્બી રાજકુમાર હિરાણીના પુત્ર વીરની હિરોઈન બનશે.ફિલ્મનાં ટાઈટલ તથા રીલિઝ ડેટ અંગે હજુ સુધી કોઈ વિગતો રજૂ કરાઈ નથી. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથીી શરુ કરાય તેવી સંભાવના છે. સંજય દત્તની ‘મુન્નાભાઈ’ સીરિઝની ફિલ્મો બનાવનારા રાજકુમાર હિરાણીનો દીકરો વીર પિતાને પગલે ફિલ્મ સર્જક બનવાને બદલે એક્ટર તરીકે ઝંપલાવી રહ્યો છે. જાેકે, તે પિતાના દિગ્દર્શન હેઠળની ફિલ્મને બદલે ‘કપૂર એન્ડ સન્સ’ તથા ‘ગહેરાઈયાં’ જેવી ફિલ્મોના સર્જક શકુન બત્રાનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેની હિરોઈન તરીકે વામિકા ગબ્બી પસંદ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. શકુન બત્રાએ વામિકાને લીડ હિરોઈનનો રોલ ઓફર કર્યાે હતો અને તેણે તે…

Read More

ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં ઘટસ્ફોટ ગુજરાતમાંથી ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં એક સિનિયર સિટીઝન સાથે થયેલા ૨૫ લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ગેરકાયદે રીતે ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ સ્થિત કોલ સેન્ટરોમાં મોકલીને મોટું નેટવર્ક ચલાવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, થોડા સમય પહેલાં અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે ૨૫ લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયું હતું. આ ફ્રોડમાં…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવ્યા અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ટ્રમ્પ અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવા ઈચ્છે છે. તેઓ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે. તેમનું માનવું છે કે, જાે દેશમાં આવા લોકો રહેશે તો માહોલ ખરાબ થશે. એટલું જ નહીં આવા લોકોના કારણે અમેરિકન લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ટ્રમ્પ માની રહ્યા છે, તેથી જ તેમણે ‘રાષ્ટ્રપ્રમુખને મળેલી સત્તાની કલમ’ને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત…

Read More

દિલ્હીવાસીઓને ગૂંગળાતા જાેઈ કિરણ બેદી વ્યથિત વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી કરો : કિરણ બેદી રાજધાનીમાં લાંબા સમયથી વાયુ ગુણવત્તા કેમ વધી રહી છે, તેની તપાસ થવી જાેઈએ : કિરણ બેદી દિલ્હીનું હવાનું પ્રદૂષણ દિવસે ને દિવસે બગડતું જઈ રહ્યું છે. રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં સતત વધારો થતા અહીંના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ મામલે સામાજિક કાર્યકર્તા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી કિરણ બેદીએ ફરી ચિંતા વ્યક્ત કરી છે. કિરણ બેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ કરીને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને ગંભીર વાયુ પ્રદૂષણ સંકટ પર સ્પષ્ટ જવાબદારી…

Read More

તૂટી ગયો સચિનનો મહારેકોર્ડ વિરાટ કોહલીએ ૫૨મી સદી ફટકારી રચ્યો અનોખો ઇતિહાસ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડેમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની કારકિર્દીના એવા તબક્કામાં છે જ્યાં તે મેદાન પર ઉતરે છે ત્યારે દરેક રેકોર્ડ બને છે અને તૂટે છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં પણ આવું જ દૃશ્ય જાેવા મળ્યું. રવિવારે રાંચીમાં સદી ફટકારીને કોહલીએ આશ્ચર્યજનક ઇતિહાસ રચ્યો. આ તેની ૫૨મી વનડે સદી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. તેણે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને તેની કારકિર્દી…

Read More

સેલિબ્રિટીઝને પણ નિશાને લીધા મારા મીડિયા સાથે સારા સંબંધો, જયા બચ્ચને પૈપરાજીને કહ્યા ઉંદર તેમના મુજબ, પૈપરાજી એ છે કે જેઓ મોબાઈલ ફોન લઈને કોઈપણ પ્રકારની પ્રાઈવસીની જગ્યાએ ઘૂસી શકે છે જયા બચ્ચન પૈપરાજીને જાેઈને ભડકી જતા હોય છે. જેને લઈને તેમણે એક ઈવેન્ટમાં જવાબ આપ્યો છે. જયા બચ્ચને કહ્યું કે, મીડિયા સાથે મારા સારા સંબંધ છે. જ્યારે પૈપરાજી માટે એટલું સન્માન નથી. જયા બચ્ચને પૈપરાજીને ઉંદર કહ્યા હતા. તેમના મુજબ, પૈપરાજી એ છે કે જેઓ મોબાઈલ ફોન લઈને કોઈપણ પ્રકારની પ્રાઈવસીની જગ્યાએ ઘૂસી શકે છે. એરપોર્ટ પર ફોટો પડાવવા માટે જાણીજાેઈને પૈપરાજીને બોલાવતા સેલિબ્રિટીઝની પણ જયા બચ્ચને નિંદા કરી…

Read More

વડાપ્રધાન મોદીની પોલીસને ટકોર લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ૬૦મી અખિલ ભારતીય ડીજીપી-આઇજી સંમલેનનો આજે અંતિમ દિવસ હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સંમેલનમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતાં કહ્યું છે કે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે. પ્રતિબંધિત સંગઠનોનું રેગ્યુલર મોનિટરિંગ તથા માઓવાદથી મુક્ત થયેલા વિસ્તારોમાં વિકાસ અને દરકિયાકાંઠા વિસ્તારોમાં…

Read More

આર્થિક વિકાસના નામે ક્યાં સુધી વિનાશ નોતરીશું? ગુજરાતના લાખો નાગરિકોનું આરોગ્ય આજે જાેખમમાં! સુરત ઝેરી હવાની ઝપેટમાં : છેલ્લા એક અઠવાડિયાથી શહેરની હવાની ગુણવત્તા આંકડો ૨૦૦ને પાર થઈ ગયો સુરતની હવામાં હવે ઝેર ભળી ગયું છે. AQI ૨૦૦થી વધુ એટલે બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે તો ખતરો છે જ, પણ સ્વસ્થ લોકો પણ હવે સુરક્ષિત નથી. શ્વાસ લેતાં જ ગળામાં બળતરા, આંખોમાં પાણી, ઉધરસ અને શ્વાસની તકલીફની ફરિયાદો વધી છે. હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને એમોનિયા જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. સૌથી મોટો આક્ષેપ હજીરા, પાંડેસરા જેવા ઔદ્યોગિક વિસ્તારો પર છે. ગુજરાત…

Read More

માનદ વેતનમાં કર્યો બમ્પર વધારો! SIRની કામગીરી વચ્ચે ચૂંટણી પંચે BLOને આપ્યા ખુશખબર બીએલઓનું માનદ વેતન ૬,૦૦૦થી વધારી ૧૨,૦૦૦ કરાયું, ૨૦૧૫ પછી વધારો કરાયો : AEROને ૨૫,૦૦૦, એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. જી હા… લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જાેડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે એક ઐતિહાસિક ર્નિણય કર્યો છે, જેનાથી બૂથ લેવલ ઓફિસર્સ (BLO) સહિતના સ્ટાફના માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર (BLO) નું માનદ વેતન વાર્ષિક ૬,૦૦૦થી વધારીને ૧૨,૦૦૦ કરી દીધું છે. આ વધારો ૨૦૧૫ પછી પહેલી વાર કરવામાં આવ્યો…

Read More