- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં છને પીએચડી, 11 છાત્રોને ગોલ્ડ મેડલ સહિત 649 પદવીઓ એનાયત કરાઈ ગાંધીનગર અગાઉ DA-IICT તરીકે ઓળખાતી અને હવે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU)ના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 11 છાત્રોને ગોલ્ડ મડેલ સહિત 649 વિદ્યર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. 75 ટાકાથી વધુનું પ્લેસમેન્ટ, 57 લાખનું સૌથી મોટું વાર્ષિક પેકેજ નોંધનીય બાબત એ છે કે સંસ્થાના વિવિધ કોર્સમાંથી ઉત્તીર્ણ થનારા 75 ટકાથી વધુ છાત્રોનું દેશ-વિદેશની વિવિધ કંપનીઓમાં પ્લેસમેન્ટ થઈ ગયું છે જ્યારે હજુ આ પ્રક્રિયા જારી છે. ચાલુ વર્ષના પ્લેસમેન્ટમાં સૌથી વધુ 57 લાખનું…
ગ્રામસભામાં લેવાયો ઐતિહાસિક ર્નિણય.જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે એક અત્યંત અનોખો ર્નિણય લીધો.ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારી વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે એક અત્યંત અનોખો અને કડક ર્નિણય લીધો છે. ગામને દારૂબંધી અને વ્યસનમુક્ત બનાવવા માટે ગ્રામજનોએ એકજુટ થઈને જાહેર કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે તો તેને પોલીસને સોંપતા પહેલા ગામમાં ખાસ બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે. ગઈકાલે રાત્રે પાંછા ગામમાં સરપંચ અને ગામના વડીલોની હાજરીમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત…
પુનર્વિકાસ કામને લઈને ૧૮ તારીખે કેટલીક ટ્રેન રદ્દ.અમદાવાદ જંક્શન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામને લઈને ટ્રેન રદ્દ.પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પુનર્વિકાસ કાર્યના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા ૦૬, ૦૭, ૦૮, ૦૯ અને ૧૦ ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-૦૩ માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કાર્ય એઆરટી ક્રેન તથા હાઈડ્રા ની મદદથી કરવામાં આવશે. આ કાર્ય માટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ તથા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: ૧૮ જાન્યુઆરીના રોજ…
અમેરિકી પ્રમુખ ટ્રમ્પને લખ્યો પત્ર.ભારતે દાળ-કઠોળ પર ૩૦% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા.અમેરિકન સેનેટરોએ માંગ કરી કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં કઠોળના પાક માટે અનુકૂળ જાેગવાઈઓ સામેલ કરવામાં આવે.ભારત અને અમેરિકા વચ્ચે બહુપ્રતિક્ષિત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાની વાતચીત અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. આ મહત્ત્વપૂર્ણ સમયગાળા વચ્ચે, અમેરિકન સેનેટરોના એક જૂથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત દ્વારા આયાતી દાળ પર લગાવવામાં આવેલા ૩૦% ટેરિફને હટાવવા માટે દબાણ લાવવાની માંગ કરી છે. અમેરિકન સેનેટરોએ પ્રમુખ ટ્રમ્પને લખેલા પત્રમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં કઠોળના પાક માટે અનુકૂળ જાેગવાઈઓ સામેલ કરવામાં આવે. તેમની…
૧ એપ્રિલથી ટોલ નાકા પર રોકડા રૂપિયા નહીં ચાલે.વાહન ચાલકોએ FASTag અને UPI થી જ ભરવો પડશે ટેક્સ.કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે કહ્યું કે, ભારત ઝડપથી ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે.દેશના હાઇવે પર મુસાફરીની રીત બદલાઈ રહી છે. હાઈવે પર મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. ૧ એપ્રિલથી દેશના તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ટોલ પ્લાઝા પર રોકડા રૂપિયા સ્વીકારવામાં આવશે નહીં. હવે ટોલ ટેક્સ માત્ર FASTag અથવા UPI દ્વારા જ ચૂકવી શકાશે. સરકારનું માનવું છે કે આ ર્નિણયથી મુસાફરી સરળ બનશે, સાથે જ સમય, ઇંધણ અને…
EPFOની કર્મચારીઓને મોટી ભેટ.કર્મચારીઓ એપ્રિલથી UPI દ્વારા ઉપાડી શકશો પૈસા.એપ્રિલ ૨૦૨૬ સુધીમાં આવું થઈ શકે છે : આ સુવિધા શરૂ થવાથી ૮ કરોડથી વધુ સભ્યોને ફાયદો મળશે.પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ઉપાડ અંગે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેથી કરીને હવે EPFO સભ્ય યુપીઆઈ દ્વારા સીધી બેંક એકાઉન્ટમાં પીએફની રકમ ટ્રાન્સફર કરી શકશે. એપ્રિલ ૨૦૨૬ સુધીમાં આવું થઈ શકે છે. આ સુવિધા શરૂ થવાથી ૮ કરોડ સભ્યોને ફાયદો મળશે અને પ્રોસેસમાં જે સમય લાગતો હતો તે હવે બંધ થઈ જશે. લેબર મિનિસ્ટ્રી અને EPFO તરફથી સોફ્ટવેરની ખામીઓને ઠીક કરાઈ રહી…
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મહત્ત્વનું નિવેદન.મણિકર્ણિકા ઘાટ વિવાદ : કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો.ધામના નિર્માણ માટે કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી, પરંતુ જર્જરિત મંદિરોને નવજીવન આપીને તેનું મૂળ સ્વરૂપ જાળવી રાખવામાં આવ્યું છે : યોગી.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મણિકર્ણિકા ઘાટ વિવાદ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કાશીને બદનામ કરવા માટે તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો છે. આ પહેલા વારાણસીના મુલાકાતે પહોંચેલા યોગીએ વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ ધામ પહોંચીને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ કાળ ભૈરવ મંદિર પહોંચીને આરાધના કરી હતી. કાશી વિશ્વનાથ ધામ અને મણિકર્ણિકા ઘાટ વિવાદ પર પ્રતિક્રિયા…
વહેલી સવારથી આઇટીના ઓફિસર્સે ઓફિસમાં તપાસ શરૂ કરી.પ્રાંતિજના કતપુર ટોલનાકા પર ITના દરોડા પડતાં કર્મચારીઓમાં ફફડાટ.અધિકારીઓએ કોમ્પ્યુટર સહિત અન્ય દસ્તાવેજાેની ચકાસણી કરી અને ટોલટેકસ પર ફરજ બજાવતા જવાબદાર કર્મચારીઓની પૂછપરછ કરી હતી.પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પર વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા ટોલટેકસ પર ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જાેકે ટોલ મેનેજર રજા ઉપર હોવાથી કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવતી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, શુક્રવારની વહેલી સવારે કતપુર ટોલ પર ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો આવી પહોંચ્યા હતા અને ઓફિસમાં જઇ તમામ કર્મચારીઓના મોબાઇલ સહિત અન્ય જરૂરી દસ્તાવેજાે જપ્ત કરી લીધા હતા.…
૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારાઈ.શિક્ષક બનવા માટેની મુખ્ય પરીક્ષામાં પેપર-૨ની પેટર્નમાં ધરખમ ફેરફાર.ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે.રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે. વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ ર્નિણય કરાયો છે. પેપરની પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારના પગલે હવે ૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવાઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ…
પાકિસ્તાની બેટરની મોટી ‘ફજેતી’.ક્રિકેટ જગતના બે સ્ટાર ખેલાડી વચ્ચે મેદાનમાં ઝઘડો.બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે તણાવની શરૂઆત મેચની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે થઈ હતી.ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ દરમિયાન એક જ ટીમના સાથી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને બાબર આઝમ વચ્ચે મેદાન પર થયેલી તણાવભરી ક્ષણોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાઓએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, કારણ કે બંને ખેલાડીઓ એક જ ટીમ (સિડની સિક્સર્સ) માટે રમી રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે સ્ટીવ સ્મિથે પોતાનું મૌન તોડ્યું છે અને ખાસ કરીને બાબરને સિંગલ લેવાની ના પાડવા પાછળનું અસલી કારણ જણાવ્યું છે.ફિલ્ડિંગમાં થઈ હતી તકરારની શરૂઆતઆ બંને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


