- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
સોશિયલ મીડિયા પર ‘Mini VK’ની ધૂમ.ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલી તેના મિની વર્ઝન ને મળ્યો.બાળકનો ચહેરો કોહલીના બાળપણના ફોટાઓ સાથે એટલો મળતો આવે છે કે ખુદ વિરાટ પણ આશ્ચર્યચકિત.ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી એક એવા નાના પ્રશંસકને મળ્યો જે હૂબહૂ વિરાટના બાળપણ જેવો જ દેખાય છે. વડોદરામાં ટ્રેનિંગ બ્રેક દરમિયાન જ્યારે કોહલી ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો, ત્યારે તેની નજર આ બાળક પર પડી હતી. આ બાળકનો ચહેરો કોહલીના બાળપણના ફોટાઓ સાથે એટલો મળતો આવે છે કે ખુદ વિરાટ પણ તેને જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નેટીઝન્સે આ બાળકને ‘Mini VK’ નામ આપ્યું…
ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાયા!,નલિયામાં ૩.૮ લઘુત્તમ તાપમાન નોંધાતા માઉન્ટ આબુ જેવો માહોલ છવાયો.અમરેલીમાં પણ તાપમાન ઘટીને ૭.૬ ડિગ્રી પર પહોંચ્ય.રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનો પારો ગગળ્યો છે. આ સાથે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો છે. ત્યારે નલિયામાં તો ઠંડીએ ભુક્કા બોલાવી દીધા છે. આ સિઝનમાં પહેલીવાર નલિયામાં ૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં પાંચ જગ્યાએ સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીની નીચે સમેટાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે તે જાેઈએ. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના…
અમદાવાદમાં હવે ન્યૂયોર્ક મોડલ.ટ્રાફિક ઘટાડવા રસ્તાઓ પર દોડાવાશે રોડ ઝીપર મશીન.ક્રોંક્રિટના બેરિયર્સને હટાવી હેવી ટ્રાફિકનો સમય બચાવવા ટૂંકી મુદ્દત માટે લેન પહોળી કરાશે : સ્પેશિયલ મશીન ખરીદાશે.વધતા જતાં શહેરીકરણ અને વાહનોની સંખ્યા સામે ટ્રાફિક મેનેજમેન્ટ હવે એક મોટો પડકાર બની ગયું છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર હવે વિશ્વના વિકસિત શહેરો જેવા કે ન્યૂયોર્ક, સિડની અને સાન ફ્રાન્સિસ્કોની તર્જ પર અમદાવાદમાં રોડ ઝીપર (Road Zipper) સિસ્ટમ લાવવા ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સામાન્ય રીતે રસ્તાઓ પર સિમેન્ટના પાકા ડિવાઈડર હોય છે, જેને ખસેડી શકાતા નથી. પરંતુ રોડ ઝીપર સિસ્ટમમાં મૂવેબલ (ખસેડી શકાય તેવા) બેરિયર્સ હોય છે. એક…
અમેરિકામાં શ્રીધર-પ્રમિલાના છૂટાછેડાના કેસમાં વિવાદ.ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.૧૫ હજાર કરોડમાં પડે તેવી શક્યતા.ભરણપોષણથી બચવા વેમ્બૂએ ૪૭.૮ ટકા શેર બહેન અને ૩૫.૨ ટકા શેર ભાઈને ગેરકાયદે ટ્રાન્સફર કર્યાનો પત્ની પ્રમિલાનો આક્ષેપ.સ્વદેશી ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસમાં કેલિફોર્નિયાની કોર્ટે શ્રીધર વેમ્બુને ૧.૭ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧૫,૨૭૮ કરોડના બોન્ડ જમા કરાવવા આદેશ આપ્યો છે, જેને પગલે અમેરિકામાં ભારતીય કંપનીના સીઈઓના છૂટાછેડા ભારતના સૌથી મોંઘા છૂટાછેડા બનવાની શક્યતા છે. જાેકે, શ્રીધર વેમ્બૂના વકીલે કોર્ટના આદેશ સામે અપીલ કરવામાં આવી હોવાનો…
૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ બજેટ રજૂ થશે નહીં.૩૦ જાન્યુઆરીએ નાણામંત્રી નવમી વખત બજેટ રજૂ કરશે.રાષ્ટ્રપતિનું સંબોધન ૨૮ જાન્યુઆરીએ કરવામાં આવશે ૨૯ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.આ વર્ષે કેન્દ્રીય બજેટ બે દિવસ વહેલું રજૂ કરવામાં આવશે. સૂત્રો જણાવે છે કે રાષ્ટ્રપતિનું સંબોધન ૨૮ જાન્યુઆરીએ કરવામાં આવશે. ૨૯ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. ૩૦ જાન્યુઆરીએ નાણામંત્રી ર્નિમલા સીતારમણ સંસદમાં નવમી વખત બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરીને બદલે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ શુક્રવારના રોજ બજેટ રજૂ કરશે. આ સાથે, તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે નાણામંત્રી સીતારમણ ૩૦ જાન્યુઆરીએ બજેટ…
વિરાટના નામે ૩૦૯ વન ડે ઇન્ટરનેશનલ મેચ.મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીનો નવો કીર્તિમાન.કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ ૫ લિસ્ટમાં સામેલ થયો.ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન, સદી, રેકોર્ડ્સની ભરમાર કરી ચૂક્યો છે. કોહલીએ આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વડોદરામાં રમાયેલી વનડે મેચના મેદાન પર ઉતરતાની સાથે એક નવો કીર્તિમાન રચ્યો છે. કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ ૫ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધી ૩૦૯ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે, આ સાથે તે પૂર્વ કેપ્ટન…
Elon Musk નો ર્નિણય. X પર અશ્લિલ કંટેન્ટ સામે એકશન, ૬૦૦ અકાઉન્ટ ડિલિટ.મોદી સરકારના કડક પગલાં બાદ, X એ લગભગ ૩,૫૦૦ પોસ્ટ બ્લોક કરી અને ૬૦૦ એકાઉન્ટ ડિલીટ કરી દીધા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ના માલિક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે હવે આ સામગ્રી અંગે પોતાની ભૂલ સ્વીકારી છે અને ભારતીય સરકારી કાયદાઓનું પાલન કરવાનું વચન આપ્યું છે. મોદી સરકારે X ના પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીની નોંધ લીધી હતી, જેના પગલે X એ બધા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી હતી અને તેમને બ્લોક કર્યા હતા. અહેવાલ મુજબ, X એ ૬૦૦ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા હતા અને લગભગ ૩,૫૦૦ પોસ્ટ્સ…
અમેરિકા જતા વિદ્યાર્થી-કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર.વિદ્યાર્થીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો.એક ઇમિગ્રેશન ફોર્મ માટેની ફીમાં પણ વધારો કરાયો.અમેરિકામાં મુસાફરી કરતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(USCIS)એ અનેક વર્ક વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. તેવી જ રીતે, એક ઇમિગ્રેશન ફોર્મ માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી ફી ૧ માર્ચથી લાગુ થશે.USCIS એ જણાવ્યું હતું કે જૂન ૨૦૨૩ અને જૂન ૨૦૨૫ વચ્ચેના ફુગાવાને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ વિઝા પ્રોસેસિંગ ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિઝા ફી: USCIS અનુસાર, H-2B અથવા R-1 નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે ફોર્મ I-129…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન હરહંમેશ ગુજરાતના વિકાસ, નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓને નવી દિશા અને ગતિ આપે છે. તેમનું દુરંદેશી નેતૃત્વ, રાષ્ટ્રપ્રથમની ભાવના અને અવિરત કાર્યસાધના ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને વધુ સશક્ત બનાવે છે.
વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી.પાદરા પંથકમાં ૩ મગરોના મોતથી સનસનાટી મચી.પાદરામાં આમળા, મોભા અને સાદળ ગામે ૩ મગરોના શંકાસ્પદ મોત થયા છે વન વિભાગે તપાસ શરૂ કરી મગરોને પીએમ માટે ખસેડ્યા છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના રહસ્યમય રીતે મોતના સમાચાર સામે આવતા પશુ પ્રેમીઓ અને વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી છે. પાદરાના અલગ-અલગ ત્રણ ગામોમાં ત્રણ મગરોના શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, પાદરાના આમળા, મોભા અને સાદળ ગામમાં મગરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એકસાથે ટૂંકા અંતરાલમાં ત્રણ મગરોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


