
ઉષાબેન સોલંકીની કામગીરી દરમિયાન તબિયત લથડ વડોદરામાં વધુ એક BLO સહાયકનું મોત નિપજ્યું સવારે ફરજ દરમિયાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું મોત થયું હતું, ગોરવા મહિલા ITI માં નોકરી કરતા હતા
ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણના પ્રક્રિયા વચ્ચે એક એવા સમાચાર આવ્યા જેનાથી સૌ કોઈ હચમચી ગયા છે. ગીર સોમનાથમાં બીએલઓના આપઘાતની બનેલી ઘટના બાદ રાજ્યભરના BLO માં રોષ અને ડર જાેવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ગુજરાતમાં બની છે. વડોદરામાં BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોત નિપજ્યું છે.
અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરે આત્મહત્યા કરી હતી. તાપીના વાલોડમાં BLO અને શિક્ષિકા કલ્પનાબેનનું મૃત્યુ થતા પરિવાર શોકમાં છે. વડોદરામાં ઉષાબેન સોલંકી નામના મહિલા કર્મચારીનું મોત થયું. મ્ન્ર્ં ના સહાયક કર્મચારી તરીકે નોકરી કરી રહ્યા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉષા સોલંકીનું મોત નિપજ્યું છે. મહિલાના પરિજનો સ્થળ પર દોડી આવ્યા છે.
આજે SIR ની કામગીરી કરતા BLO બેભાન થયા હતા. BLO ના સહાયક મહિલા કર્મચારી કાજલબેન પટેલ બેભાન થઈ પડ્યા હતા. પ્રતાપ વિધાલયમાં ચાલતી ફોર્મ ચેકિંગની કામગીરી દરમ્યાન આ ઘટના બની હતી. કાજલબેન પટેલને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાની તૈયારી હતી. બાદમાં ૧૦૮માં બેસાડી સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કામના ભારણ, સ્ટ્રેસના કારણે બેભાન થયા હોવાની શક્યતા છે. મામલતદાર અશોક પરમારે આ વિશે કહ્યુ કે, બ્લડ પ્રેશરની દવા લીધી ન હોવાથી બેભાન થયા હશે.




