- ગાંધી જયંતી: સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
- મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો: ટ્રમ્પે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર અને ૧૦ હજાર સૈનિકો રવાના કર્યા
- ફ્રાન્સમાં ૫.૪ લાખ કરોડના ખર્ચકાપ સામે આક્રોશ: વિદ્યાર્થી આંદોલન રમખાણોમાં ફેરવાયું, શાળાઓમાં આગચંપી
- ચોથા લગ્નની અફવાઓ પર બોલ્યા શોએબ મલિક: વનીઝા સત્તાર સાથે લગ્નના અહેવાલો ફગાવ્યા
- ફ્લાયદુબઈ કાંડનો નવો વીડિયો સામે આવ્યો: પ્લેનમાં અફરાતફરી અને ઈજાગ્રસ્ત કેપ્ટન સ્મિત મચ્છર દેખાયા
- એશિયન ગેમ્સ: બર્થ-ડે ગર્લ લવલીના બોર્ગોહેને ચીનની બોક્સરને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ગાંધી જયંતી: પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- એશિયન ગેમ્સ: મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને હરાવી ૭૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો
Author: garvigujrat
‘ક્લાઈમેટ ચેન્જ સંયુક્ત પડકાર’ વિનાશક પૂર માટે વળતરની માગ કરનારા નેપાળને ભારતનો જવાબ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો હજુ પણ લાપતા છે નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો હજુ પણ લાપતા છે. આ ગંભીર હોનારત બાદ નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે નેપાળનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન લગભગ શૂન્ય સમાન છે, તેમ છતાં દેશ વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ભારે કિંમત ચૂકવી રહ્યો છે.શરૂઆતમાં નેપાળના…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ભારતની પવિત્ર ભૂમિ ને હવે જાણે કે કોઈની નજર લાગી હોય એમ સમય આવતા આ પવિત્ર ભૂમિ ને કેટલાક કહેવાતા બાબાઓ, બાપુઓ, સ્વામીઓ અને તાંત્રિકો અપવિત્ર કરી અભડાવી રહ્યા હોય એવા બનાવો આ પવિત્ર ભૂમિ પર બનવા લાગ્યા છે. ભારતની આ ભોળી પ્રજા ધર્મના નામે લાખોનું દાન કરી ધન્યતા અનુભવે છે અને એનો લાભ લઈ ને જ્યારે કેટલાક બની બેઠેલા બાબાઓ મહિલાઓ નું યૌન શોષણ કરી ધર્મના નામે અધર્મ નું આચરણ કરે છે. ત્યારે સમાજ ચોંકી ઉઠે છે અને પ્રજાનો ધર્મ પ્રત્યેથી વિશ્વાસ ડગમગવા માંડે છે. અને એવો જ એક કિસ્સો છે…
(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત દેશની અર્થવ્યવસ્થાની હેલ્થ માપવા માટે સરકારો ઘણીવાર વિકાસદર, ઉત્પાદન, શેરબજાર અને અન્ય આર્થિક આંકડાઓનો સહારો લે છે, પરંતુ સામાન્ય નાગરિક માટે અર્થવ્યવસ્થાની સાચી સ્થિતિ કોઈ આંકડામાં નહીં પરંતુ મહિનાના અંતે ખિસ્સામાં બચેલી રકમમાં દેખાય છે. જો આવક લગભગ એટલી જ રહે અને દૂધ, શાકભાજી, અનાજ, ગેસ, વીજળી, પરિવહન અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો સતત મોંઘી થતી જાય તો વિકાસના આંકડાઓ સામાન્ય માણસ માટે કોઈ અર્થ ધરાવતા નથી. આજે મોંઘવારીનો સૌથી મોટો પ્રભાવ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારો પર પડી રહ્યો છે.…
૬૬ લાખ રૂપિયાની ઇનામી રકમ મળી ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાના ‘ટ્રેટર ૨’ ના વિજેતા બન્યા ગ્રાન્ડ ફિનાલે એપિસોડ મલ્લિકા શેરાવતથી શરૂ થયો. મલ્લિકા “નિર્દાેષ” તરીકે બહાર થનારી છેલ્લી સ્પર્ધક હતી કરણ જાેહરના શો “ટ્રેઇટર્સ ૨” ને તેનો વિજેતા મળી ગયો છે. અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા અને સોશિયલ મીડિયા પ્રભાવક રીડા થરાના વિજેતા બન્યા છે. તેમને દરેકને કુલ ૬.૬ મિલિયન રૂપિયાની ઇનામી રકમ મળી. ગ્રાન્ડ ફિનાલેમાં, બંને “ટ્રેઇટર્સ” અંત સુધી એકબીજાની પડખે ઉભા રહ્યા.ઓનલાઈન કેલ્ક્યુલેટર વાપરોગ્રાન્ડ ફિનાલે એપિસોડ મલ્લિકા શેરાવતથી શરૂ થયો. મલ્લિકા “નિર્દાેષ” તરીકે બહાર થનારી છેલ્લી સ્પર્ધક હતી. રમતમાં પાંચ સ્પર્ધકો રહ્યા: ક્રિસ્ટલ, રીડા, શાલિની પાસી, સાહિલ સલાથિયા અને…
આસમાની ફિલ્મની તફડંચીનો વિવાદ કોર્ટમાં ગયો સયાની ગુપ્તાએ વિનિતા નેગી સામે નવ કરોડનો બદનામીનો દાવો ઠોક્યો સયાની ગુપ્તાએ નેગીના આક્ષેપોને ખોટા,ગેરમાર્ગે દોરનારાં, બિનપાયેદાર અને બદનક્ષીભર્યા હોવાનું જણાવ્યું એક્ટર અને ફિલ્મમેકર સયાની ગુપ્તાએ મુંબઇ સિટી સિવિલ કોર્ટમાં ફિલ્મમેકર વિનિતા નેગી તથા અન્યો સામે નવ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો નોંધાવ્યો છે.સયાની ગુપ્તાની શોર્ટ ફિલ્મ ‘આસમાની’ સામે કોપીરાઇટ ભંગનો આક્ષેપ કરી એફટીઆઇઆઇની ભૂતપૂર્વ સ્ટુડન્ટ વિનિતા નેગીએ જણાવ્યું હતું કે તેની બની રહેલી ડોક્યુમેન્ટરી પ્રભામાંથી ઘણી સામગ્રી સયાનીએ તેની ફિલ્મમાં વાપરી છે.સયાની ગુપ્તાએ નેગીના આક્ષેપોને ખોટા,ગેરમાર્ગે દોરનારાં, બિનપાયેદાર અને બદનક્ષીભર્યા હોવાનું જણાવ્યું છે. કોપીરાઇટના કાયદામાં અભિવ્યક્તિને રક્ષણ આપવામાં આવેલું છે કોઇ આઇડિયાને નહીં. માત્ર…
એક જ સમયગાળામાં ૩ ફિલ્મો રજૂ થવાની છે રશ્મિકાની માયસા ઇમરાન હાશ્મી, શર્વરીની ફિલ્મો સાથે ટકરાશે ફિલ્મ માયસામાં રશ્મિકા નીડર ગૌંડ આદિવાસી યુવતીની ભૂમિકા ભજવી રહી છે : ૨૭ નવેમ્બરે ફિલ્મ રિલિઝ થશે રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘માયસા’ને ૨૭ નવેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જ સમયગાળામાં ઇમરાન હાશ્મીની ગનમાસ્ટર જી૯ અને શર્વરી વાઘ તથા આયુષમાન ખુરાનાની ‘યે પ્રેમ મોલ લિયા’ રજૂ થઇ રહી હોવાથી બોક્સ ઓફિસ પર ત્રણે ફિલ્મો ટકરાશે તેમ મનાય છે. રશ્મિકાએ તેની ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટા પર જારી કર્યું છે તેમાં તે ભાલો લઇને માટી અને લોહીથી ખરડાઇને લડી રહી હોવાનું જણાય છે. આ ફિલ્મમાં…
‘હિન્દુ ધર્મ ભૂલી ગયા કે શું?’ વંદે માતરમ વિવાદમાં ‘શક્તિમાન’એ શર્મિલા ટાગોરને નિશાને લીધા મુકેશ ખન્નાએ ઈશ્વર વિશે વાત કરતા જણાવ્યું કે, હિન્દુ ધર્મમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે, પણ ભગવાન નિરાકાર અને એક જ છે દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ ‘વંદે માતરમ‘ અંગે શર્મિલા ટાગોરે આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. શર્મિલા ટાગોરે કહ્યું હતું કે અન્ય ધર્મના લોકો કદાચ ‘વંદે માતરમ‘ને સ્વીકારી કે સમજી ન શકે. આ નિવેદન સામે સવાલ ઉઠાવતા મુકેશ ખન્નાએ પૂછ્યું કે બીજા ધર્માે સાથે જાેડાયેલી ચિંતાઓ ‘વંદે માતરમ‘ પ્રત્યેના દ્રષ્ટિકોણ પર કેમ અસર કરવી જાેઈએ?મુકેશ ખન્નાએ શર્મિલા ટાગોરના લગ્ન અને તેમના નામના પરિવર્તન અંગે વાત…
ભગવાન શિવ સર્પોને આભૂષણના રૂપમાં કેમ ધારણ કરે છે? સંસારમાં જે કંઈપણ અનાકર્ષક,ભયાનક,અસુંદર અને તિરસ્કૃત છે તેને દેવાધિદેવ મહાદેવે અત્યંત પ્રેમથી અપનાવ્યું છે.સમાજ કે સંસાર જે વસ્તુઓનો ત્યાગ કરે છે જેમકે કાલકૂટ વિષ,ધતૂરો,શ્મશાનની ભસ્મ અને ઝેરી સર્પો-તે તમામ શિવજીના અંગનું આભૂષણ બને છે. ‘શિવ’ શબ્દ બે અક્ષરોના સુમેળથી બન્યો છે: શિ+વ. ‘શિ’ નો અર્થ થાય છે કલ્યાણ કે મંગળ અને ‘વ’ નો અર્થ થાય છે દાતા એટલે કે જે સદા સૃષ્ટિનું મંગળ કરનાર અને સુખ-શાંતિના દાતા છે તે શિવ છે. શિવજીનું પ્રત્યેક રૂપ,તેમનું વાહન,તેમનાં આભૂષણો અને તેમનો પરિવેશ સંસારને એક ગહન દાર્શનિક અને કલ્યાણકારી સંદેશ આપે છે. શિવમહાપુરાણ અનુસાર સમુદ્રમંથન…
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ભારતમાં નબળા કાયદા અને ભ્રષ્ટ તંત્ર તેમજ તોડજોડવાળા રાજકારણના કારણે અધિકારીઓને સરંડર થઈને રહેવું પડે છે. અધિકારીઓ કડક બનવા જાય છે તો ટ્રાન્સફરનો ભોગ બનવું પડે છે. આજે દેશમાં ભેળસેળ નો બિઝનેસ બિન્દાસ્ત બનીને કરતા નઠારા વેપારીઓને એમ છે કે તેમને રાજકીય માફિયાઓનું પીઠબળ છે માટે તેમનું કોઈ કશું બગાડી શકે નહીં. અને આવું જ મહારાષ્ટ્રના ભેળસેળીયા પણ માનતા હતા. પરંતુ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન કમિશ્નર તુકારામ મુંઢેએ ભેળસેળીયા ખાદ્ય ખોરાકી ચીજોનું વેચાણ કરનારાઓની ઊંઘ હરામ કરી નાખી છે. આપણે જોઈએ છીએ કે કોઈ ફિલ્મમાં જેમ હીરો ગુંડાઓ પર ત્રાટકે અને પ્રેક્ષકો…
ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો: વેશ્યાગૃહમાં માત્ર ગ્રાહક હોવું ગુનો નથી, કાયદાની મહત્વપૂર્ણ સ્પષ્ટતા
(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ભારતીય કાયદાકીય માળખા અનુસાર, "ધ ઇમ્મોરલ ટ્રાફિક (પ્રીવેન્શન) એક્ટ" અંતર્ગત વેશ્યાગૃહ ચલાવવું, વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી કમાણી કરવી, દલાલી કરવી કે કોઈ સ્ત્રી/સગીર ને આ ધંધામાં બળજબરીથી ધકેલવી એ ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો છે. કાયદાનો મૂળભૂત હેતુ વેશ્યાવૃત્તિના વ્યાપારીકરણ, માનવ તસ્કરી અને શોષણ કરનારા મધ્યસ્થીઓ (જેવા કે દલાલો, મેનેજરો અને માલિકો) પર અંકુશ મેળવવાનો છે. જોકે, વ્યવહાર માં ઘણીવાર પોલીસ દરોડા દરમિયાન આ કાયદાના દંડકીય પ્રાવધાનોનો વ્યાપ એવી રીતે વિસ્તારી દેવામાં આવતો હતો જેમાં સેવા લેવા આવેલા ગ્રાહકોને પણ આરોપી બનાવી દેવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કાયદાકીય તર્ક રજૂ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


