- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતની એકતા અને અખંડિતતાના પ્રણેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત સરદાર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સોમવારે 15 ડિસેમ્બરે સફળતાપૂર્વક યોજાયો હતો. અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના હસ્તે સરદાર બાગ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબના વિચારો અને દેશપ્રત્યેના તેમના અવિસ્મરણીય યોગદાનને ભાવપૂર્વક સ્મરવામાં આવ્યા હતા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના સરદાર બાગ, લાલ દરવાજા ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં રહેલા અદ્વિતીય યોગદાનને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
દિગ્દર્શકે ૫ ડિસેમ્બરે ક્લાઇમેક્સનું શૂટિંગ શરૂ કર્યું.“વેલકમ ટુ ધ જંગલ”ના શુટિંગ માટે મુંબઈમાં જ ઉભું કરાયું જંગલ.ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ અને અન્ય કલાકારો જાેવા મળશે.અક્ષય કુમાર તેની સુપર-ફાસ્ટ ગતિ માટે જાણીતા છે. તે દર વર્ષે ૩-૪ ફિલ્મો રિલીઝ કરે છે. તેણે ૨૦૨૫ માં ‘સ્કાય ફોર્સ’ થી શરૂઆત કરી હતી, ત્યારબાદ ‘કેસરી ચેપ્ટર ૨’, ‘હાઉસફુલ ૫’ અને ‘જાેલી એલએલબી ૩’ આવી. હવે, અક્ષય કુમાર પહેલાથી જ આગામી વર્ષ, ૨૦૨૬ માટે તૈયારી કરી રહ્યા છે. તેની બે મુખ્ય ફિલ્મો, જે આવતા વર્ષે રિલીઝ થશે: ‘હૈવાન’ અને ‘ભૂત બાંગ્લા’ પર કામ પૂર્ણ થઈ ગયું છે.…
ધૂરંધર’ના સેટ પર અક્ષયને સાત વાર થપ્પડ પડી હતી.આ ફિલ્મમાં સૌમ્યાનો રોલ ઘણો નાનો છે, તેણીએ તેમાં રહેલા સમય માટે પોતાની છાપ છોડી દીધી.રણવીર સિંહની ફિલ્મ ‘ધૂરંધર’ આજકાલ હેડલાઇન્સમાં છે. આ દરમિયાન, ફિલ્મમાં રહેમાન ડાકોઇટનું પાત્ર ભજવનાર અક્ષય ખન્નાનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત, અક્ષય ખન્નાના બીજા ઘણા દ્રશ્યો પણ સમાચારમાં છે. તાજેતરમાં, રહેમાન ડાકોઇટની ગેંગના સભ્યની ભૂમિકા ભજવનાર નવીન કૌશલે ખુલાસો કર્યાે છે કે અક્ષયને એક કે બે નહીં, પરંતુ સાત થપ્પડ સહન કરવી પડી હતી.હકીકતમાં, ફિલ્મની શરૂઆતમાં, એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે જેમાં ભાભીજી ઘર પર હૈં ફેમ સૌમ્યા ટંડન, જે રહેમાનની પત્ની ઉલ્ફતનું…
એક સમયના કોમેડી કિંગની દયનીય હાલત જાેઈ ફેન્સ ચોંક્યા.સુનિલ પાલ ૨૦૧૦થી ટેલિવિઝનથી દૂર છે, અને તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી.એક સમયે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના વિજેતા અને કોમેડિયન તરીકે સફળતા મેળવનારા સુનિલ પાલની તાજેતરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેમના ચાહકો ચોંકી ગયા છે. કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું ૨’ના પ્રીમિયર દરમિયાન સુનિલ પાલની સાધારણ સ્થિતિ જાેઈને ફેન્સમાં ચિંતા અને દુ:ખની લાગણી જાેવા મળી રહી છે.કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને એહસાન કુરેશીના સમયમાં સુનિલ પાલની કોમેડી ખૂબ વખણાતી હતી. જાે કે, પ્રીમિયર ઇવેન્ટમાં તેમનો દેખાવ તદ્દન બદલાયેલો જાેવા મળ્યો હતો. તેમનું વજન ઘણું…
૫૩ વર્ષનો દિગ્ગજ એક્ટર લગ્ન કર્યા વિના ૨ બાળકનો પિતા બનશ.અર્જુન રામપાલ તાજેતરમાં જ ફિલ્મ “ધુરંધર”માં જાેવા મળ્યા હતા અને તેઓ વારંવાર તેમના પરિવાર સાથે વિદેશ અને ભારતનો પ્રવાસ કર છે.બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અર્જુન રામપાલ, જે પોતાની ચાર્મિંગ પર્સનાલિટી અને અભિનય માટે જાણીતા છે, તે ૫૩ વર્ષની ઉંમરે ચાર બાળકોના પિતા બની ચૂક્યા છે. જાે કે, તેમના અંગત જીવનનો એક ખુલાસો હાલમાં ચર્ચામાં છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે તેમને બે બાળકો હોવા છતાં તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ તેમની સગાઈ થઈ ગઈ છે.અર્જુન રામપાલના ચાર બાળકો છે. તેમની પહેલી પત્ની મેહર જેસિયાથી તેમને…
યુદ્ધના અંત માટે ઝેલેન્સ્કીએ યુક્રેનની નાટોમાં સભ્યપદની માગણી છોડી.અમેરિકા ઇચ્છે છે કે યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેને ડોનેત્સ્ક પ્રદેશ રશિયાને સોંપી દેવો જાેઇએ. આ પ્રદેશનો મોટાભાગનો વિસ્તાર રશિયન દળોના કબજામાં છે.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં આશરે ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે હવે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોની સુરક્ષા ગેરંટીના બદલામાં નાટોમાં જાેડાવાની તેમના દેશની માગણી પડતી મૂકવાની ઓફર કરી હતી. જાેકે તેમણે રશિયાને પોતાના દેશનો પ્રદેશ સોંપવાના યુએસ દબાણને નકારી કાઢ્યું હતું.રશિયા સાથેનો અંતનો અંત લાવવા માટે જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યાં ત્યારે તેમણે આ ઓફર કરી હતી. બર્લિનમાં યુક્રેન, અમેરિકા અને યુરોપિય અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજવાની છે.…
ગોવા ટ્રીપના ખર્ચમાં વધારો થશે.નવા વર્ષના જશ્ન પહેલા ગોવામાં ગેરકાયદે ક્લબો પર તવઈ.નાઈટક્લબમાં આગની ઘટના બાદ નિયમભંગ કરતાં કેટલાંક જાણીતા નાઇટક્લબ સીલ કરવામાં આવ્યાં.ગોવા સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા સલામતી અને લાઇસન્સિંગ ધોરણોનો ભંગ કરતા નાઇટક્લબો પર કડક કાર્યવાહી ચાલુ કરી છે અને સંખ્યાબંધ નાઇટ ટુરિસ્ટ સ્પોટ સીલ કર્યા છે. નોર્થ ગોવાના નાઇટક્લબ બર્ચ બાય રોમિયો લેનમાં ભીષણ આગમાં ૨૫ લોકોના મોત પછી સરકારે આ કાર્યવાહી ચાલુ કરી છે.ટુરિઝમ માટે જાણીતું આ રાજ્ય વર્ષના સૌથી વ્યસ્ત ટુરિસ્ટ પખવાડિયાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિવિધ સરકારી વિભાગોની ટીમોએ કેટલાંક જાણીતા નાઇટ ટુરિસ્ટ સ્પોટને સીલ કરી દીધા છે અને બીજા…
ઇલોન મસ્કની સ્પેસએક્સ ૨૫થી ૩૦ અબજ ડોલરનો IPO લાવશે : રિપોર્ટ.ચેટજીપીટી મેકર ઓપનએઆઈ પછી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન પ્રાઈવેટ સ્ટાર્ટઅપ સ્પેસએક્સનું મૂલ્ IPO બાદ ૧.૫ ટ્રિલિયન ડોલર અંકાશે.ઈલોન મસ્કની સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસએક્સ ૨૦૨૬માં ઈતિહાસ રચશે. રિપોર્ટ મુજબ, સ્પેસએક્સ આવતા વર્ષે પબ્લિક કંપની બનશે. કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બ્રેટ જ્હોનસને શેરહોલ્ડર્સને લખેલા લેટર અનુસાર કંપનીએ સેકન્ડરી શેરનું વેચાણ શરૂ કર્યું છે. જેના દ્વારા કંપનીનું મૂલ્ય ૮૦૦ બિલિયન ડોલર એટલે કે, રૂ. ૭૨,૪૬૪,૦૦૦,૦૦૦,૦૦૦ આંકવામાં આવ્યું છે. આ સાથે જ ઈલોન મસ્કની કંપની વિશ્વના સૌથી મોટા આઈપીઓ સાથે રેકોર્ડ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સનો સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ બિઝનેસ અને તેનો ચંદ્ર…
રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ.ભાજપ અને કોંગ્રેસે પોતાના ધારાસભ્ય પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી.રાજસ્થાન સરકારે રવિવારે ત્રણ ધારાસભ્યો પર એમએલએ ફંડ જારી કરવાના બદલામાં કમિશન માંગવાના આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે આરોપી નેતાઓ પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરી છે. આ કાર્યવાહી હેઠળ તપાસનું પરિણામ આવવા સુધી આરોપી નેતાઓના એમએલએ-લોકલ એરિયા ડેવલોપમેન્ટ (એમએલએ-એલએડી) એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી એક અખબારના સ્ટિંગ ઓપરેશન પછી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં ખિંવસારના ભાજપ એમએલએ રેવંતરામ ડાંગા, હિંડૌનના કોંગ્રેસ એમએલએ અનિતા જાટવ તથા બયાનાથી અપક્ષ એમએલએ રિતુ…
૪ આરોપી ઝડપાયા.મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા.કુલ ૨૩૮ હુકમો સામે ૯ હુકમો ખોટા થયા હતાઅમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ ઉજાગર થયું છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટના ખોટા હુકમો અને બનાવટી સહી-સિક્કાઓનો ઉપયોગ કરનારા ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ બનાવટી હુકમોને તેઓએ ખરા તરીકે સ્થાપિત કરવા માટે જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ આરોગ્ય ભવન જન્મ-મરણ વિભાગમાં રજૂ કર્યા હતા. જેની ફરિયાદના આધારે પોલીસે પગલાં લીધા હતા. આ કેસમાં મળતી માહિતી મુજબ, આરોપીઓએ નામદાર કોર્ટના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા અને તેના પર ખોટા સહી-સિક્કા કરીને આ દસ્તાવેજાેને જન્મ-મરણ-લગ્ન વિભાગની કચેરી તેમજ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


