- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન.સીબીઆઈએ રૂપિયા ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યુ.લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી ૫૮ કંપનીઓ : અનેક ફરિયાદો સામે આવ્યા બાદ કાર્યવાહી.કેન્દ્રીય તપાસ એન્જસી ((CBI)એ સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન પાર પાડી ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સીબીઆઈએ દેશ અને વિદેશી સંચાલીત થતા આ નેટવર્કનો ખુલાસો કરી ચાર વિદેશી નાગરિક સહિત ૧૭ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ ૬ રાજ્યોમાં ૨૭ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતી, જેમાં ૫૮ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સાયબર નેટવર્ક દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે રકમની દેશ-વિદેશમાં હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું…
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત ગત રાત્રે (13 ડિસેમ્બર) સિંધુ ભવન રોડ ખાતે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” થીમ પર આધારિત ભવ્ય સ્વદેશી ફેશન શો યોજાયો. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ફેશન શોમાં ભારતીય વસ્ત્ર પરંપરા અને આધુનિક ગ્લોબલ એસ્થેટિક્સનો સુંદર સંગમ જોવા મળ્યો. આ ફેશન શોમાં સ્વદેશી કારીગરી, હેન્ડલૂમ અને પરંપરાગત ડિઝાઇન્સને આધુનિક અંદાજમાં રેમ્પ પર રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ અને ફેમિના મિસ ઇન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શો-સ્ટોપર્સની વિશેષ વૉક સાથે સ્વદેશી ફેશનની નવી ઓળખ પ્રસ્થાપિત થઈ…
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” થીમ અંતર્ગત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વદેશી વીથ ગ્લોબલ અપીલ”ની થીમ સાથે આ કાર્યક્રમ સ્વદેશી ડિઝાઇનને વિશ્વની આધુનિક પસંદગી અને ગ્લોબલ એસ્થેટિક્સને જોડવાનો પ્રયાસ છે. આ ફેશન શો અંતર્ગત સ્વદેશી વસ્ત્રોની ડિઝાઇન્સને રજૂ કરવામાં હતી. સ્થાનિક ડિઝાઇનર્સને અનુલક્ષીને તૈયાર કરાયેલાં દરેક લૂક સ્વદેશી હસ્તકલા સાથે ભારતનાં સસમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ ફેશન શોમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ તથા ફેમિના મિસ ઇન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બે શો-સ્ટોપર્સની વિશેષ વૉક અને મોડલ્સની પ્રસ્તુતિ દ્વારા દર્શકોને સ્વદેશી…
સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી!.ગુજરાતના વધુ એક વિસ્તારમાં ટાઈગર જાેવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર પુષ્ટિ.દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા હતા.ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ દાહોદના રતનમહાલ અભ્યારણ્ય બાદ હવે છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘના પગલા પડ્યા હોવાનું વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર‘ જાેવા મળ્યો છે, ત્યારે રાજ્યના વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ છે. ગુજરાતમાં રતનમહાલ બાદ છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે છોટા ઉદેપુર વન વિભાગે જણાવ્યું હતું…
અગાઉ નકલી ઘી મુદ્દે થઈ હતી કાર્યવાહી.ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગ દ્વારા દરોડા.આ કાર્યવાહી દરમિયાન શ્રી સેલ્સ નામના મુખ્ય ગોડાઉનમાંથી શંકાસ્પદ અને ભેળસેળવાળું ઘી ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે.પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન શ્રી સેલ્સ નામના મુખ્ય ગોડાઉનમાંથી શંકાસ્પદ અને ભેળસેળવાળું ઘી ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે. જાેકે આ કાર્યવાહીના ૨૦ કલાક વીતી ગયા બાદ પણ ભેળસેળ કરનારો વેપારી હાજર ન થતાં ગોડાઉન હજી સુધી ખોલવામાં આવ્યું નથી. ગોડાઉનની બહાર ઘુમર નામના લખાણવાળી પટ્ટી જાેવા મળી હતી.…
અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ.અમરેલીમાં ૯૫ લાખનો મુદ્દામાલ સાથે ૫ શખ્સોની ધરપકડ કરાઇ.દારૂના આ કારોબાર સાથે સંકળાયેલા વાહન માલિક અને ડ્રાઈવર સહિત અન્ય ૫ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)) ત્રાટકી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામે જીસ્ઝ્રએ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, SMC ની ટીમને બાતમી મળી હતી કે ગળકોટડી ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનું ઉતરાણ કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે SMC એ ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૭,૨૬૦ વિદેશી…
આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું.અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ પરિવર્તિત રૂટથી દોડશ.આ દરમિયાન આ ટ્રેન અરક્કોણમ,પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ અને ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં જાય.અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. •ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ સુધી પરિવર્તિત માર્ગ વાયા રેનિગુંટા-અરક્કોણમ નૉર્થ કેબિન-મેલપક્કમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમના રસ્તે ચાલશે.•ટ્રેન નંબર ૦૯૪૨૦ તિરૂચિરાપલ્લી-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૨…
વેટરનરી ડૉક્ટરે લોકોને આપી ચેતવણી.રાજકોટ : ગૌશાળામાં એક સાથે ૯૦ ગાયોના મોત.આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.રાજકોટ જિલ્લો ગૌપાલન અને પશુસંરક્ષણની પરંપરામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. અહીં અનેક ગૌશાળાઓ આવેલી છે, જેમાં હજારો ગાયોનું પાલન-પોષણ અને સુરક્ષા કરવામાં આવે છે. આ ગૌશાળાઓમાં ગાયોને આરોગ્યપૂર્ણ જીવન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, જેમ કે નિયમિત તપાસ, પોષણક્ષમ ખોરાક અને વેટરનરી સેવાઓ આપવામાં આવે છે. જાેકે, ગાયોના આરોગ્યને લગતી કાળજી અત્યંત મહત્વની છે, કારણ કે તેમની સુરક્ષા સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જાેડાયેલી છે. આજે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પંથકમાં આવેલી…
કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન.એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા ૨૯ તલાટીઓની બદલી.કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવાયા.એક સાથે ૨૯ તલાટીઓની બદલી કરી દેવાતા પંચમહાલ તલાટી બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે. જાે કે પંચમહાલ જિલ્લા તંત્રએ વહીવટી કારણ આપી બદલી કરી હોવાનું જણાવ્યું છે. પંચમહાલ જિલ્લા તંત્રના જવાબદાર અધિકારીએ બદલીની માહિતી આપતા જણાવ્યું કે ‘જિલ્લા વિકાસ અધિકારીની સૂચના બાદ પંચમહાલ જિલ્લાના ૭ તાલુકામાંથી ૨૯ જેટલા તલાટીઓની બદલી કરાઇ છે. વહીવટ કારણોસર આ…
SBI એ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડાની કરી જાહેરાત.આ ઘટાડા બાદ બેન્કનો એક્સટર્નલ બેન્ચમાર્ક લિન્ક્ડ વ્યાજ દર૨૫ બેસિસ પોઈન્ટ્સ ઘટીને ૭.૯૦% થઈ જશે.રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા(RBI)ના રેપો રેટ ઘટાડવાના ર્નિણય બાદ, દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક(SBI))એ તેના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBI એ વ્યાજ દરોમાં૨૫ બેસિસ પોઈન્ટ્સ(BPS)નો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે હોમ લોન સહિત તમામ લોન સસ્તી થશે. આ ર્નિણય હેઠળ, SBI તેના વિવિધ ધિરાણ દરો જેવા કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR), એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(EBLR), (ઈમ્ન્ઇ), રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ(ઇન્ન્ઇ), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ(BPLR) અને બેઝ રેટ માં પણ ઘટાડો કરશે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


