- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
૧૦૮ નદીના જળથી ભરેલા કળશનું ગર્ભગૃહમાં સ્થાપન.અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિરમાં કળશ પૂજન કરાયું.આ કળશને ફરી વખતે પૂજન કરીને મંદિરના ગર્ભગૃહમાં ૧૦૮ દંપતી/યજમાન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે.અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાનું વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય ૫૪ કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું છે. ગર્ભ ગૃહ સહિત સમગ્ર પરિષરનું કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન ૨૦૨૦ વિશ્વ ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે પવિત્ર ગંગા નદી સહિતની ૧૦૮ નદીના જળથી ભરેલા ૧૦૮ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કળશને આજે (૧૪ ડિસેમ્બર) ફરી વખતે પૂજન કરીને મંદિરના…
ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ./ગુજરાતમાં રવિવારના રોજ ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું.નલિયામાં આજે ઠંડીનો પારો ૧૧.૪ ડિગ્રીએ અટક્યો.ગુજરાતમાં આજે રવિવારના રોજ ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. ગુજરાતમાં જ્યાં સૌથી વધુ ઠંડી નોંધાય છે તે નલિયામાં આજે ઠંડીનો પારો ૧૧.૪ ડિગ્રીએ અટક્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજે રવિવારના રોજ નલિયામાં સૌથી વઘુ ઠંડી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ૧૪.૯ ડિગ્રીએ અટક્યો છે, તો વડોદરામાં ૧૨.૪ ડિગ્રીએ ઠંડીનો પારો રહ્યો હતો. ભાવનગરમાં ૧૪.૬ ડિગ્રી, ભૂજમાં ૧૪.૩ ડિગ્રી, ડીસામાં ૧૩.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૧ ડિગ્રી, રાજકોટમાં ૧૨.૬ ડિગ્રી, સુરતમાં ૧૫.૧ ડિગ્રી, પોરબંદરમાં ૧૩.૪ ડિગ્રી, દ્વારકામાં ૧૭.૯ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે…
હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે.કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા : એમ્સ.અભ્યાસ સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે ભારતમાં આપવામાં આવેલી રસીઓ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે.શું કોરોનાની રસી લીધા પછી યુવાનોમાં હાર્ટ એટેક કે અચાનક મૃત્યુનું પ્રમાણ વધ્યું છે? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. જાેકે, નવી દિલ્હી સ્થિત દેશની સર્વોચ્ચ તબીબી સંસ્થા AIIMS દ્વારા કરવામાં આવેલા એક વર્ષના લાંબા અને સઘન અભ્યાસે આ તમામ શંકાઓ દૂર કરી દીધી છે. રવિવારે જાહેર થયેલા આ શબપરીક્ષણ-આધારિત રિપોર્ટ મુજબ, યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક થતા મૃત્યુ અને કોવિડ-૧૯ રસીકરણ વચ્ચે કોઈ જ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. અભ્યાસ સ્પષ્ટપણે…
૨૦ વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું.થોળ પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં વિક્રમી વધારો.સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી કઠિન પ્રવાસ ખેડીને પક્ષીઓ અહીં આવે છે.શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે. આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે. થોળ પક્ષી ગણતરીના ડેટા પર નજર કરીએ તો, ૨૦૦૪ અને ૨૦૨૪ વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે. વર્ષ ૨૦૦૪માં અહીં કુલ ૧૮,૩૭૨ (અઢાર હજાર ત્રણસો બોતેર) પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે…
માનવતાની મિશાલ.મહિલા પોલીસકર્મીએ કેન્સર પીડિત મહિલા માટે કર્યું વાળનું દાન.દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના તમામ વાળ દાન કરી અનોખો સંદેશો આપ્યો છે.મહિલાની સુંદરતા એના વાળમાં હોય છે અને તેનાથી મહિલાઓ સુંદર લાગતી હોય છે ત્યારે ઈડર તાલુકાના ખોડમ ગામની દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે સંપૂર્ણ મુંડન કરાવી વાળનું દાન કર્યું છે. આમ તો દામિની પટેલ સાયબર ક્રાઈમમાં પોલીસની નોકરી કરે છે. તેમની એક મિત્ર અનુબેને આ પ્રકારના વાળનું દાન કર્યું અને તેમને વાત કરી તો તેમણે પણ સંપૂર્ણ વાળ દાન કર્યા છે. દામિની પટેલ માને છે કે લોકો ચીજવસ્તુ કે પૈસાનું દાન કરતા હોય છે ત્યારે તેમને…
યશસ્વીની ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે તોફાની ઇનિંગ્સ.યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ફટકારી તોફાની સદી.જયસ્વાલે માત્ર ૫૦ બોલમાં ૧૦૧ રનની આક્રમક ઇનિંગ રમીને હરિયાણાના બોલરો પર શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હત.ભારતની T20 ટીમના ઓપનિંગ સ્લોટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, યુવા બેટર યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ((SMAT)માં વિસ્ફોટક પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. ૧૪મી ડિસેમ્બરના રોજ પુણેના ડીવાય પાટિલ એકેડેમી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈએ હરિયાણા સામેના ૨૩૫ રનના વિશાળ લક્ષ્યને માત્ર ૧૭.૩ ઓવરમાં હાંસલ કરીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં જયસ્વાલ હીરો બન્યો હતો. યશસ્વી જયસ્વાલે માત્ર ૫૦ બોલમાં ૧૦૧ રનની આક્રમક ઇનિંગ રમીને હરિયાણાના…
દિલ્હી સરકારનું મોટું એલાન.શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, ૫૦ ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત.દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં BS ૩ની પેટ્રોલ અને BS ૪ની ડીઝલ કારો ચલાવવાની મનાઈ.દિલ્હી ધીમે ધીમે ગેસ ચેમ્બર બની રહ્યું છે. પ્રદૂષણ એટલા હદે વધી ગયું છે કે રાજધાનીમાં AQI (એર ક્વોલિટી ઇંડેક્સ) ૪૦૦ને પાર પહોંચી ગયો છે. જે બાદ દિલ્હી NCR માં ગ્રેપ (GRAP) ૪ના પ્રતિબંધો લાગુ કરવાનો ર્નિણય લેવામાં અવાયો છે. જે કારણે ઘણી વસ્તુઓ પ્રતિબંધના દાયરામાં આવી જશે. ગ્રેપ ૪ અનુસાર દિલ્હી NCRમાં નિર્માણ કાર્યો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે સાથે જ પત્થર તોડનાર (સ્ટોન ક્રશર)નું કામકાજ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં…
IPL ઓક્શન પહેલા સ્ટાર ખેલાડીનું નિવેદન.મારા મેનેજરથી ભૂલ થઇ ગઇ, હું બેટિંગ-બોલિંગ બંને કરીશ.૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી.ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ માટે ૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ગ્રીનને ઓક્શન માટે રૂ. ૨ કરોડની બેઝ પ્રાઇસ સાથે બેટર તરીકે લિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તેણે જાહેર કર્યું છે કે તે આગામી સિઝનમાં માત્ર બેટર નહીં, પણ સંપૂર્ણ ઓલરાઉન્ડર તરીકે રમવા માટે ઉપલબ્ધ રહેશે અને બોલિંગ પણ કરશે. કેમરન ગ્રીને આ ગેરસમજ માટે તેના મેનેજરને જવાબદાર ઠેરવ્યા છે. એડિલેડમાં…
૨૦ વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટેપ આઉટ.નિવૃત્તિ બાદ ભાવુક થયો ઉઉઈ સુપર સ્ટાર જૉન સીના, ફેન્સને કર્યું સેલ્યુટ.ઉઉઈના મહાન સુપરસ્ટાર જૉન સીનાએ તેમની છેલ્લી મેચ લડીને રેસલિંગ રિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ ((WWE)ના એક યુગનો અંત આવ્યો છે. WWE ના મહાન સુપરસ્ટાર જૉન સીનાએ શનિવારે (૧૩મી ડિસેમ્બર) તેમની છેલ્લી મેચ લડીને રેસલિંગ રિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમની અંતિમ મેચ ગુંથર સામે હતી, જેમાં સીનાને હારનો સામનો કરવો પડ્યો હતો. જૉન સીના તેમની અંતિમ મેચમાં ગુંથર સામે ટેપ આઉટ થવા મજબૂર થયા હતા. આ ઉઉઈમાં એક દુર્લભ ઘટના હતી, કારણ કે ૨૦ વર્ષની કારકિર્દીમાં કદાચ આ પહેલીવાર હતું જ્યારે…
ભારતીય ઉદ્યોગપતિનો વીડિયો વાઇરલ.અબજાેપતિ હોવા છતાં જાહેર બસમાં મુસાફરી.ભારતીય અબજાેપતિ અને લુલુ ગ્રુપના માલિક એમ એ યુસુફ અલીનો યુએઈમાં બસમાં મુસાફરી કરતો એક વીડિયો સામે આવ્યો.ભારતીય અબજાેપતિ અને લુલુ ગ્રુપના માલિક એમ એ યુસુફ અલીનો યુએઈમાં બસમાં મુસાફરી કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. એક ન્યૂઝના અહેવાલમાં લખ્યું છે કે, આ વીડિયો સજ્જાદ ફરદોસ નામના યુઝરે ટિકટોક પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે યુસુફ અલી બસમાં ચઢે છે અને ડ્રાઈવર સાથે વિનમ્રતાથી હાથ મિલાવે છે. આ પછી યુસુફ અલી ડ્રાઈવરને હિન્દીમાં પૂછે છે, કેસે હૈં? ઠીક હૈં?…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


