- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
કેટરિના કૈફે મેકઅપ, માઇન્ડસેટ અને પોતાની બ્યૂટી બ્રાન્ડ વિશે વાત કરી.‘પરિવારે મને દૃષ્ટિકોણ, શાંતિ, અને તાકાત આપી’.સૌથી મોટો ફરક એ આવ્યો છે કે હવે સુંદરતા એ ચોક્કસ ધારાધોરણો કે નિયમો અનુસરવાને બદલે પોતાના વ્યક્તિત્વની ઉજવણી બની રહી છે.કેટરિનાની ગણતરી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરાવી શકતી એક્ટ્રેસમાં થાય છે. તેણે છેલ્લા બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેણે મૌન રહીને ભારતીય સુંદરતા અને આન્ત્રપ્રિન્યોરશિપને એક નવી પરિભાષા આપી છે. દેશમાં અનેક સેલેબ્રિટીની પોતાની બ્યુટી બ્રાન્ડ છે, તેમાં કેટરિનાની કે બ્યુટીએ ઇન્ડસ્ટ્રીના લોકો અને દેશની સામાન્ય જનતા વચ્ચે પોતાનું એક વિશ્વાસપાત્ર નામ બનાવ્યું છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં…
રિલીઝ પહેલા જ નોંધપાત્ર સફળતા.ભારતીય ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ઓસ્કાર ૨૦૨૬ માટે પસંદગી પામી.આ ફિલ્મ ઉત્તર ભારતના એક નાના ગામના બે બાળપણના મિત્રોની વાર્તા કહે છે જેઓ પોલીસની નોકરી મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે. હિન્દી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ને ૨૦૨૬ ના એકેડેમી એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં, પસંદગી સમિતિના અધ્યક્ષ એન ચંદ્રાએ જણાવ્યું હતું કે ભારતની વિવિધ ભાષાઓમાં ૨૪ ફિલ્મો દોડમાં હતી અને તેમાંથી ‘હોમબાઉન્ડ’ પસંદ કરવામાં આવી છે.ચંદ્રાએ કહ્યું, “આ ખૂબ જ મુશ્કેલ પસંદગી હતી. આ એવી ફિલ્મો હતી જેણે લોકોના જીવનને સ્પર્શી હતી. અમે જજ નહીં પરંતુ…
મારાથી અડધી ઉંમરના લોકો મને બહાર લઈ જવા માગે છ.૫૦ વર્ષે પણ કેમ પરણી નથી? અમિષા પટેલે ખુલાસો કર્યો.અમિષાની ફિલ્મની વાત કરવામાં આવે તો તે છેલ્લે સની દેઓલ સાથે ગદ્દર ૨માં જાેવા મળી હતી.બોલિવૂડમાં રિતિક રોશન સાથે ‘કહો ના પ્યાર હે’ જેવી સુપર હિટ ફિલ્મથી ડેબ્યુ કરનારી અને ‘ગદ્દર’ જેવી સફળ ફિલ્મથી જાણીતી થઈ ગયેલી અમિષા પટેલ આજે ૫૦ વર્ષની ઉંમરે પણ પરણી નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના આ ર્નિણય અંગે ખુલાસો કર્યાે છે. તેણે કહ્યું કે તેને એક્ટિંગ મુકી દેવા કહેવાયું હતું, તેથી તેણે લગ્નની ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે તેને આજે પણ તેનાથી અડધી ઉમરના…
‘આત્મા ગામડાનો, સુવિધા શહેરોની’ના મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામોમાં પણ પાણી, વીજળી, પાકા રસ્તા, ગટર, શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આવું જ એક ‘તખતગઢ’ ગામ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું છે. આ સુવિધાના ભાગરૂપે અંદાજે ૧૫૦૦ની વસ્તી અને ૩૦૦ જેટલા ઘર ધરાવતું આ ‘તખતગઢ’ ગામ પાણી સમિતિની સક્રિય લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને વાસ્મોના સહયોગથી ઘરોમાં ૨૪x૭ કલાક મીટર સાથે પાણી વિતરણ વ્યવસ્થા ધરાવતું ગુજરાતનું પાણી વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ ગામ પ્રસ્થાપિત થયું છે. આટલું જ નહી પણ ગ્રામજનોની સક્રિયતા અને રાજ્ય સરકારના સહયોગથી આ ગામે ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’, ‘શ્રેષ્ઠ ગ્રામ પંચાયત’, ‘નિર્મળ ગ્રામ’ સહિત વિવિધ…
सुख शांति समृद्धि विश्व विद्यापीठ अवॉर्ड महानुभाव समिति द्वारा समाजसेवी हिम्मतभाई चितलिया जी को सेवा मूर्ति सम्मान अवॉर्ड पूज्य यति श्री ब्रह्मदेवजी महाराज (श्री गुरुदत्त मठ, कुवाडवा-राजकोट) के करकमलों द्वारा सुख शांति समृद्धि विश्व विद्यापीठ द्वारा रायपुर के समाजसेवक हिम्मतभाई चितलिया को सेवा मूर्ति अवॉर्ड तस्वीर में विद्यापीठ के कार्यकारी सचिव आकाश सोमपुरा, गुरुदेव की सुपुत्री श्री बालाम्बा देवी जी, गुरुजी और हिम्मतभाई चितलिया। सुख शांति समृद्धि विश्व विद्यापीठ का प्रतिष्ठित सेवा मूर्ति सम्मान अवॉर्ड 91 वर्षीय परमश्रद्धेय समाजसेवी पृष्टि सेवक रायपुर के श्री हिम्मतभाई चितलिया को अर्पित किया गया है। यह अवॉर्ड सुख शांति समृद्धि विश्व विद्यापीठ महानुभाव समिति…
પૃષ્ટિ સાહિત્ય સેવા અને સમાજ સેવા ક્ષેત્રમાં ૯૧ વર્ષની ઉંમરે પણ યોગદાન આપી રહેલા રાયપુરના શ્રી હિંમતભાઈ ચિતલિયાજીને હાલ મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિધાપીઠ દ્વારા ‘સેવા મૂર્તિ’ એવૉર્ડ રાજકોટ કુવાડવાના શ્રી ગુરુદત્ત મઠના સંસ્થાપક સંત યતિ બ્રહ્મદેવજી મહારાજના હસ્તે આપવામાં આવ્યો એ વેળાની તસવીરમાં ગુરુદેવની સુપુત્રી શ્રી બાલામ્બા દેવી તથા વિદ્યાપીઠના કાર્યકારી સચિવ આકાશ સોમપુરા. સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિદ્યાપીઠનો પ્રતિષ્ઠિત ‘સેવા મૂર્તિ સન્માન’ એવૉર્ડ પૃષ્ટિ સંપ્રદાયમાં આદરણીય નામ ધરાવતા રાયપુરવાસી સામાજિક કાર્યકર અને ૯૧ વર્ષીય શ્રી હિંમતભાઈ ચિતલિયાને તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યો. આ પુરસ્કાર મુંબઈમાં સુખ શાંતિ સમૃદ્ધિ વિશ્ર્વ વિદ્યાપીઠ મહાનુભાવ સમિતિ દ્વારા ગુજરાતના જાણીતા સંત યતિ શ્રી…
રાજ્યમાં સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ.ગુજરાતમાં છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં મેઘમહેર.ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા.ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે છૂટોછવાયો વરસાદ વરસ્યો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ ૧૦૮ ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા ૧૨ કલાકમાં ૫૪ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ થયો. જ્યારે ગુજરાતના કુલ ૨૦૬ જળાશયોમાંથી ૧૪૫ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાંથી ૧૧૪ ડેમ સંપૂર્ણ ભરાયા છે. ગુજરાત સ્ટેટ…
પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો.અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ થયા.રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છ.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) ગુરૂવારે (૧૮ સપ્ટેમ્બર) કાશ્મીરમાં ફરજ બજાવતા શહીદ થયાના સમાચારે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનની શહીદીથી તેમના પરિવાર અને ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મેહુલભાઈ ભુવા કાશ્મીરમાં દેશની સરહદોની રક્ષા કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ વીરગતિને પામ્યા હતા. તેમના…
નવા લુક અને અંદાજથી ફોલોઅર્સને આપી સરપ્રાઇઝ.૯૩ દિવસ બાદ જેલમાંથી બહાર આવી કીર્તિ પટેલ.વિવાદોમાં રહેલી ટિકટોક (TikTko) સ્ટાર કીર્તિ પટેલ ૯૩ દિવસ જેલવાસ બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા.હંમેશાં વિવાદોમાં રહેતી અને સોશિયલ મીડિયા પર જાણીતી કીર્તિ પટેલ ૯૩ દિવસના જેલવાસ બાદ આખરે બહાર આવી છે. સુરતની કોર્ટે તેના જામીન મંજૂર કર્યા પછી, તે એકદમ નવા અંદાજમાં જાેવા મળી રહી છે. જેલમાંથી મુક્ત થયા બાદ તરત જ તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી છે, જેણે તેના ફોલોઅર્સનું ધ્યાન ખેંચ્યું છે. રીલની શરૂઆત “કેમ છો મજામાં..?” જેવા કેપ્શનથી થાય છે, જે તેના ચાહકો સાથે ફરીથી કનેક્ટ થવાની તેની…
૧૧ યુવક-યુવતીઓ ઝડપાયા.સાસણ ગીરમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ.ગીર નેચરલ ફાર્મમાં ચાલતી હતી દારૂની મહેફીલ : સુરત, મોરબી, અમદાવાદની યુવતીઓ મહેફિલ માણતા ઝડપાઈ.સાસણ ગીર નજીક અંબાળા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને ભંગ પાડ્યો હતો. આ દરોડામાં સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ સહિત કુલ ૧૧ યુવક-યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂ. ૫૫,૦૦૦નો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૧૦.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, મેંદરડા તાલુકાના અંબાળા ગામ પાસે આવેલા ‘ગીર નેચરલ ફાર્મ‘ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



