- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
આ પૂર્વ ક્રિકેટર ફટકારી ચૂક્યો છે ૨૭ સદી ભૂતપૂર્વ રણજી સ્ટાર બેટ્સમેન મ્ઝ્રઝ્રૈં ના પ્રમુખ બનવાના દાવેદાર દિલ્હી રણજી ટ્રોફીના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન મિથુન મનહાસને BCCI પ્રમુખ પદ માટે ચૂંટવામાં આવ્યા છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને ટૂંક સમયમાં નવા પ્રમુખ મળશે. અહેવાલ મુજબ, દિલ્હી રણજી ટ્રોફીના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન મિથુન મનહાસને BCCI પ્રમુખ પદ માટે ચૂંટવામાં આવ્યા છે. દિલ્હીમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્નીના રાજીનામા બાદ મ્ઝ્રઝ્રૈં પ્રમુખનું પદ ત્રણ અઠવાડિયાથી ખાલી હતું. મિથુન મનહાસે ભલે ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું ન હોય, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તેમનું ખૂબ સન્માન…
ચૂંટણી પંચે આપ્યો સ્પષ્ટ જવાબ શું દેશમાં ચૂંટણી લડવાની લઘુતમ ઉંમર ૨૧ વર્ષ કરાશે? રિપોર્ટ મળી તો તેણે પ્રતિક્રિયા મંતવ્યો સમિતિને મોકલ્યા કે અમે ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાના પક્ષમાં નથી હાલમાં દેશમાં સંસદીય અને વિધાનસભા ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર ૨૫ વર્ષ છે. તેને ઘટાડીને પંચાયત અને સ્થાનિક ચૂંટણીઓની જેમ ૨૧ વર્ષ કરવા અંગે સંસદની સ્થાયી સમિતિની ભલામણ સાથે ઈલેક્શન કમિશન સહમત નથી. વાસ્તવમાં જ્યારે ચૂંટણી પંચને આ બાબતે સમિતિના ભલામણ વાળી રિપોર્ટ મળી તો તેણે પ્રતિક્રિયા મંતવ્યો સમિતિને મોકલ્યા કે અમે ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવાના પક્ષમાં નથી. આનું કારણ એ છે કે, જાે ૧૮ વર્ષની ઉંમરે વોટ આપી પણ…
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે સરકારનું માનવું છે કે આ ફેરફારથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે, વેપારીઓનો બોજ ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, “મહેરબાની કરીને એ સુનિશ્ચિત કરો કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આનાથી ઉદ્યોગ જગતને પણ ફાયદો થશે.” તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય વેપારને સરળ બનાવવાનો અને ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ને મજબૂત કરવાનો છે. પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે. કેન્દ્ર સરકારે ૨૨ સપ્ટેમ્બરથી…
દાયકાઓ સુધી ટેક્સની જાળમાં ફસાયેલો હતો દેશ : વડાપ્રધાન હવે લોકોનું સપનું થશે સાકાર, રોજિંદી વસ્તુઓ થશે સસ્તી : મોદી આ રિફોર્મ ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારશે અને રોકાણને સરળ બનાવશે અને દરેક રાજ્યને વિકાસની દોડમાં મદદ મળશે : વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને સંબોધન આપ્યું. તેઓએ ન્યૂ જનરેશન જીએસટી રિફોર્મ પર દેશને સંબોધિત કર્યો. તેઓએ કહ્યું કે, કાલથી દેશમાં જીએસટી બચત ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે. પીએમ મોદીએ દેશવાસીઓને કાલથી શરૂ થનાર નવરાત્રિની શુભકામનાઓ આપીને સંબોધનની શરૂઆત કરી. કાલથી દેશભારમાં જીએસટીના નવા દરો લાગૂ થવા જઈ રહ્યાં છે, જેણે વડાપ્રધાને જીએસટી બચત ઉત્સવ ગણાવ્યો. આ ઉપરાંત તેમણે…
ભાજપના મેન્ડેટથી મેનાબેન ભીલનો વિજય ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર આ ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં એક મોટો અને ચોંકાવનારો ઉલટફેર જાેવા મળ્યો છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા મેનાબહેન ભીલનો વિજય થયો છે. આ ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પહેલા તો અગાઉ બિન હરીફ થયેલા પ્રકાશ દેસાઈએ અરુણસિંહ રાણાની અપક્ષ પેનલમાં સ્થાન મેળવ્યું હતું. જે ડેરીના ચૂંટણી પરિણામોમાં પહેલેથી જ એક મોટો સંકેત હતો. પરંતુ સૌથી મોટો ટ્વિસ્ટ તો મુખ્ય બેઠક પર…
ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો એન્ટ્રી‘ વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ ૫૦થી વધુની અટકાયત આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોની અટકાયત કરી છે વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં શુક્રવાર (૧૯ સપ્ટેમ્બર)ની મોડી રાત્રે એક AI જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી. એક સમાજની લાગણી દુભાવતી આ પોસ્ટ વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોની અટકાયત કરી છે.પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોસ્ટ કરનાર આરોપીની તાત્કાલિક…
૨૪ તારીખ સુધી આગાહી! અમદાવાદમાં ધોધમાર વરસાદ, રિવરફ્રન્ટ પર ભરાયા પાણી વરસાદ પડતાં ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે અમદાવાદ: આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. જ્યારે આજે બપોરે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. વરસાદ પડતાં ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. બીજી બાજુ, હવામાન વિભાગ તરફથી પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી રિવરફ્રન્ટ રોડ પર પાણી ભરાયા છે. જાેધપુર, સેટેલાઇટ, એસ.જી હાઇવે પર પણ વરસાદ…
દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી ગોધરા-છોગાળા રૂટની ST બસમાં ૫૨ની ક્ષમતા સામે ૧૭૦ મુસાફરો આ દ્રશ્યો એટલા ભયાવહ હોય છે કે, સીટ પર જગ્યા ન મળતાં વિદ્યાર્થીઓ બસની કેબિનમાં ઊભા રહેવા મજબૂર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી પસાર થતાં બસ રૂટ પર વિદ્યાર્થીઓ અને મુસાફરોની સલામતી જાેખમાઈ રહી છે. શહેરાથી છોગાળા તરફ જતી ST બસમાં નિયમિતપણે ક્ષમતા કરતાં અનેક ગણા વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગંભીર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. ST બસનો રૂટ ગોધરાથી શરૂ થઈને ભોટવા, શેખપુર, જાેધપુર, જેથરીબોર થઈને છોગાળા સુધીનો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુસાફરો મુસાફરી…
ગુજરાતના રસ્તાઓની પોલ ખૂલી બિસ્માર રસ્તાઓ પરથી પસાર થયો PM કાફલો લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન રોડની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હવામાનની પ્રતિકૂળતાને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટરમાં ઉડાન ભરી શક્યા ન હતા, જેના કારણે તેમને લોથલથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્યો. આ દરમિયાન, ખરાબ રસ્તાઓ અને અસંખ્ય ખાડાઓને કારણેPM કાફલાની ગતિ ધીમી પડી હતી, જેનાથી ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખૂલી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(૨૦ સપ્ટેમ્બર) નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ભાવનગરથી બાય-એર લોથલ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ખરાબ…
ફૂડ સ્ટોલધારકોને આ નિયમો પાળવા ફરજિયાત અમદાવાદમાં નવરાત્રીને લઈને એએમસીની ગાઈડલાઈન જારી નવરાત્રીમાં સ્ટોલ રાખનારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ફરજિયાત લાયસન્સ મેળવવાનું રહેશે નવરાત્રિનો પાવન પર્વ આગામી ૨૨ સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડના સ્ટોલ માટે છસ્ઝ્રએ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં સ્ટોલ રાખનારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ફરજિયાત લાયસન્સ મેળવવાનું રહેશે. આ સાથે ફૂડ સ્ટોલ ધારકોએ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. નવરાત્રિમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકોએ ની વેબસાઈટ પર જરૂરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



