- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
પેરિસ હોટે કુટ્યોર વીકમાં રાહુલ મિશ્રાનાં ‘દેવી’ કલેકશને દુનિયાને અભિભુત કરી પેરિસ ફેશનવીકના રૅમ્પ પર જીવંત થઈ ભારતની સમૃદ્ધ શિલ્પ કળા રાહુલ મિશ્રાના શોમાં હાજરી આપવા પહોંચેલી ઈશા અંબાણી પણ પોતાનાં ભવ્ય લુકને કારણે ચર્ચામાં રહી ઇન્ડિયન ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાની દુનિયાભરના ફેશન વીકમાં ખાસ રાહ જાેવાતી હોય છે, તેઓ ભારતીય કળા અને વારસાને પોતાની ફેશન ડિઝાઇનમાં એવી રીતે રજુ કરે છે, જાણે કે દુનિયા એ જાેઈને અભિભુત રહી જાય છે. આ વખતે પણ પેરિસ હોટે કુટ્યોર વીકમાં પોતાનું સ્પ્રિંગ/સમર ૨૦૨૬ કલેકશન ‘દેવી’ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ફરી એકવાર ભારતની કલા અને સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે. આ કલેકશન ભારતીય…
‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં: ક્રિતિ સેનને પહેલીવાર કર્યો અંગત નિર્ણયનો ખુલાસો
ક્રિતિ સેનને ઇન્ટરવ્યુમાં પોતાનાં એક અંગત ર્નિણયની વાત કરી ‘મિમી’ની તૈયારી દરમિયાન મેં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં’ : ક્રિતિ સેનન ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘મિમી’નું લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ક્રિતિએ એવી યુવતીની ભુમિકા ભજવી હતી ક્રિતિ સેનને પોતાની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મિમી’ની તૈયારી દરમિયાન લીધેલા એક મહત્વના અને અંગત ર્નિણય વિશે પહેલી વખત ખુલાસો કર્યાે છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ક્રિતિએ જણાવ્યું કે ફિલ્મ માટે વજન વધારવાની તૈયારી કરતી વખતે તેણે પોતાનાં એગ ફ્રીઝ કરાવ્યાં હતાં.ક્રિતિએ જણાવ્યું કે કોઈ નજીકના વ્યક્તિએ તેને ભવિષ્યમાં માતૃત્વના વિકલ્પો ને સુરક્ષિત રાખવા માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશન અંગે વિચારવાની સલાહ આપી હતી. આ વિચાર…
ફિલ્મ ૧૮ જુલાઇના રોજ ઓટીટી પર પ્રીમિયીર થશે રાની મુખરજીની મર્દાની ૩નું વર્લ્ડ ટેલિવીઝન પ્રિમીયર થશે ર્નિભય, અથાક અને બિનસમાધાકારી એવી શિવાની શિવાજી રોય ભારતીય સિનેમાનાં અનેક અત્યંત યાદગાર અને પ્રશંસાપાત્ર પાત્રમાંની એક બની રાની મુખર્જીના નેજા હેઠળ ભારતની અત્યંત વખણાયેલી મહિલા પોલીસ ળેંચાઇઝીની ત્રીજી ફિલ્મ મર્દાની ૩નું ૧૮ જુલાઇના રોજ રાત્રે ૮ કલાકે સોની મેક્સ પર પ્રીમિયીર થશે. દેશભરનાં દિલ જીતી લીધા બાદ અને વર્ષનાં સૌથી વધુ ચર્ચાયેલા થ્રીલરમાંની એક મર્દાની ૩ હવે ટેલિવીઝન પર પોતાનાં સૌથી મોટા પ્રેક્ષકગણ સમક્ષ આવી રહી છે. ર્નિભય, અથાક અને બિનસમાધાકારી એવી શિવાની શિવાજી રોય ભારતીય સિનેમાનાં અનેક અત્યંત યાદગાર અને પ્રશંસાપાત્ર પાત્રમાંની…
દેશભરમાં વરસાદનો કહેર મુંબઈથી કાશ્મીર સુધી વરસાદે મચાવી તબાહી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ, નાસિકમાં મંદિરો બંધ, કાશ્મીરમાં વાદળ ફાટ્યું; અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે અસર પહોંચાડી છે. મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરતાં સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને…
અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અમેરિકામાં ગ્રીનકાર્ડના નિયમોમાં મોટું પરિવર્તન થશે રોજગાર આધારિત ગ્રીનકાર્ડ પ્રક્રિયામાં મોટા ફેરફારોની તૈયારી; ભારતીય પ્રોફેશનલ્સ પર પણ પડશે સીધી અસર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એમ્પ્લોઈમેન્ટ બેઝ્ડ ગ્રીનકાર્ડના નિયમોમાં આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે. અરજદાર અને તેમને નોકરીએ રાખતી અમેરિકન કંપનીએ ગ્રીનકાર્ડની અરજી કરતી વખતે એ સાબિત કરવું જરૂરી બની જશે કે જે તે વિદેશી નાગરિક એ કંપની માટે કે અમેરિકા માટે શું કામ જરૂરી છે? શું તેનો અમેરિકન વિકલ્પ તેમને મળ્યો નથી? પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (પીઈઆરએમ)માં ફેરફાર થશે એટલે તેની અસર આ ગ્રીનકાર્ડના અરજદારો પર પડશે.અમેરિકાના લેબર વિભાગે એક તજવીજ હાથ ધરી છે. પરમેનન્ટ લેબર…
ભારત-ઇન્ડોનેશિયા વ્યૂહાત્મક સંબંધો ભારત-ઇન્ડોનેશિયા સંબંધોમાં શરૂ થયો નવા યુગનો અધ્યાય આ સન્માન મારું નહીં, ૧૪૦ કરોડ ભારતીયોનું છે‘ – પીએમ મોદી; વેપાર, સુરક્ષા અને દરિયાઈ સહયોગ વધુ મજબૂત બનશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સન્માન સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ માત્ર તેમનો વ્યક્તિગત સન્માન નથી, પરંતુ…
ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન PM મોદીનું સંબોધન ભારતની નીતિ વિસ્તારવાદ નહીં, વિકાસવાદની છે, ઈન્ડોનેશિયાની સંસદમાં મોદીએ આપ્યો સંદેશ PM મોદીને મળ્યું ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન, બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતા ભારતની નીતિ અને વૈશ્વિક ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે કહ્યું કે ભારતની નીતિ વિસ્તારવાદની નહીં પરંતુ વિકાસવાદની છે. ભારત વિશ્વ સાથે સહયોગ, શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. તેમણે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રને ભારતની વિકાસ યાત્રાનો આધાર ગણાવ્યો હતો. ઈન્ડોનેશિયાની સંસદમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ૧૪૦ કરોડ ભારતીયો તરફથી ઈન્ડોનેશિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું…
ટ્રમ્પે ફિફાના પ્રમુખને ફોન કરી ખખડાવ્યા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું ટ્રમ્પના દબાણને વશ બંધારણની ખાસ કલમનો ઉપયોગ ફિફાની શરણાગતિથી ફૂટબોલ જગતમાં રોષ વર્લ્ડ કપ ફૂટબોલ ઇતિહાસનો સૌથી આઘાતજનક વિવાદ સર્જાતા ફૂટબોલ વિશ્વમાં જ નહીં વિશ્વના રાજકારણમાં ભારે તનાવ ફેલાયો છે. અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં રમાતા વર્લ્ડકપમાં અમેરિકાના એક ખેલાડીને રેડ કાર્ડ અપાતા વિશ્વ ફૂટબોલ મહાસંઘના વડા ઈન્ફિનાટોને ત્રણ વખત ફોન કરીને ધમકી ભર્યા સુરમાં ખખડાવ્યા હતાં કે ‘અમેરિકાના ખેલાડી ફોલારિન બાલોગુન પર બોસનિયા સામેની મેચ દરમ્યાન લાદવામાં આવેલા રેડ કાર્ડના વન-મેચ સસ્પેન્શનને પાછું ખેંચવામાં આવે જેથી તે હવે પછીની અમેરિકા માટેની મહત્વની મેચ…
ભારતનું પ્રતિનિધિમંડળ જાેડાતાં ઇરાને આભાર માન્યો ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ હૂથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની ખુલ્લેઆમ હાજરીના કારણે આખું વિશ્વ સ્તબ્ધ થયું ઇરાનના સર્વાેચ્ચ વડા ખામેનેઈના અંતિમ સંસ્કાર ફક્ત અંતિમવિધિ ન રહેતા ઇરાન માટે વિશ્વ સમક્ષ રાજકીય પ્રદર્શનનું માધ્યમ બન્યા હતા. આ પ્રદર્શનમાં હુથી, હમાસ અને હીઝબુલ્લાહના પ્રતિનિધિઓની હાજરીએ દર્શાવ્યું કે ઇઝરાયેલ સામે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ભારે નુકસાન છતાં પણ યથાવત્ છે. તેનો હજી પણ પ્રભાવ છે. આ અંતિમયાત્રા સાથે ઇરાને તેનો રાજકીય પ્રભાવ બતાવ્યો હતો.નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇરાને એક રીતે તેનું રાજકીય શક્તિ પ્રદર્શન જ કર્યુ છે. ઇરાન એ બતાવવા માંગતુ હતું કે તેનો સહયોગી…
ટ્રમ્પના આદેશ પર ૪૦ મિનિટમાં સાડા ૮ લાખ ફટાકડાં ફોડ્યા વોશિંગ્ટન ડીસીમાં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી વર્લ્ડ રેકોર્ડનો દાવો: આ શોમાં અંદાજે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડા ફોડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો અમેરિકાના ૨૫૦ મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવેલી ૪૦ મિનિટની રેકોર્ડબ્રેક આતશબાજી હવે ભારે પડી રહી છે. આ ભયાનક ફટાકડાના ધુમાડાના કારણે રવિવારે વોશિંગ્ટન ડીસીની હવા વૈશ્વિક સ્તરે દુનિયાના કોઈ પણ મુખ્ય શહેર કરતાં સૌથી વધુ પ્રદૂષિત અને ઝેરી નોંધાઈ હતી. શહેરમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



