Author: Garvi Gujarat

ઉષાબેન સોલંકીની કામગીરી દરમિયાન તબિયત લથડ વડોદરામાં વધુ એક BLO સહાયકનું મોત નિપજ્યું સવારે ફરજ દરમિયાન ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીનું મોત થયું હતું, ગોરવા મહિલા ITI માં નોકરી કરતા હતા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણના પ્રક્રિયા વચ્ચે એક એવા સમાચાર આવ્યા જેનાથી સૌ કોઈ હચમચી ગયા છે. ગીર સોમનાથમાં બીએલઓના આપઘાતની બનેલી ઘટના બાદ રાજ્યભરના BLO માં રોષ અને ડર જાેવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ગુજરાતમાં બની છે. વડોદરામાં BLO સહાયક ઉષાબેન સોલંકીનું મોત નિપજ્યું છે. અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરે આત્મહત્યા કરી હતી. તાપીના વાલોડમાં…

Read More

પંતે ગિલની ફિટનેસ અંગે અપડેટ આપ્યું શુભમન સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ બોડી તેને સાથ આપી રહી નહોતી શુભમન ગિલ આ ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સુક હતો, તે ચોક્કસપણે મજબૂત વાપસી કરશે : કેપ્ટન રિષભ પંત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા તેના નિયમિત કેપ્ટન શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી હતી. ગિલ સંપૂર્ણપણે ફિટ નથી અને પરિણામે રિષભ પંતને બીજી ટેસ્ટમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. પંત ટોસ જીતવામાં પણ નિષ્ફળ ગયો અને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો. પંતે ગિલની ઈજા અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ…

Read More

પાકિસ્તાનથી ભારત મોકલ્યા ખતરનાક હથિયાર દિલ્હીમાં બંદૂકોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો આ ગેંગ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા કુખ્યાત ગેંગસ્ટરોને મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારો સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હથિયારોનો આ જથ્થો પંજાબ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો અને લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગને સપ્લાય કરવાનો હતો. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઇટેક હથિયારોનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મનદીપ, દલવિંદર,…

Read More

ટ્રમ્પ-મમદાનીની મુલાકાત મુદ્દે કરેલી પોસ્ટ વાઈરલ અમેરિકાના બહાને થરૂરનો કોંગ્રેસ પર આડકતરો કટાક્ષ પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે, તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. થરૂરના મતે, ચૂંટણી દરમિયાન વિચારોની લડાઈ પૂરી શક્તિથી લડવી જાેઈએ, પરંતુ જનતાએ એકવાર ર્નિણય આપી દીધા પછી, તમામ રાજકીય પક્ષોએ દેશના હિત માટે એકબીજાને…

Read More

મેલોની-બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજાેને મળ્યા G20 માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ વડાપ્રધાન મોદી નાસરેક એક્સપો સેન્ટર પહોંચ્યા ત્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખે આગળ આવીને સ્વાગત કર્યું દુનિયાના સૌથી મોટી સમિટમાંથી એક G20 સમિટ આ વખતે સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં સામેલ થયા છે. જ્યાં વર્લ્ડ લીડર્સ સાથે તેમની બોન્ડિંગ સ્પષ્ટ નજરે પડી. જ્યારે વડાપ્રધાન મોદી નાસરેક એક્સપો સેન્ટર પહોંચ્યા તો આખો માહોલ જ બદલાઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાએ ખુદ આગળ આવીને તમનું સ્વાગત કર્યું. ત્યારબાદ દુનિયાભરના નેતાઓએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ ઇટલીના વડાપ્રધાન જાેર્જિયો…

Read More

SIR કેટલાનો ભોગ લેશે? ખેડા બાદ હવે વડોદરાના BLO ને આવ્યો હાર્ટ એટેક સાથીઓએ જણાવ્યું કે, ૧૦ દિવસથી તેઓ એક જ વખત જમી રહ્યા હતા અને વ્યવસ્થિત ઊંઘ પણ લઈ રહ્યા ન હતા SIR ની કામગીરીના ભારે તણાવ વચ્ચે ફરી એક દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના બૂથ લેવલ ઓફિસર (BLO) જુલ્ફીકર પઠાણને અચાનક હાર્ટ એટેક આવતાં તેમની તબિયત લથડી છે. છાતીમાં અસહ્ય દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી જુલ્ફીકરભાઈ ભારે તણાવમાં હતા. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીનું એટલું બધું દબાણ હતું કે, તેઓ રાત-દિવસ કામમાં જ લાગેલા રહેતા…

Read More

નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ આયોજિત વિદાય સમારોહમાં તેમણે કહ્યું, “બુલડોઝર ન્યાય એ કાયદાના શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા આયોજિત વિદાય સમારોહમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ એક નવી પરંપરા સ્થાપિત કરતા પોતાના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ પર જાહેરમાં ટિપ્પણી કરી હતી. રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ કહ્યું કે કારણ કે હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બચ્યું નથી, તેથી તેઓ પોતાના ર્નિણયો પર ખુલીને વાત કરી શકે છે. CJI ગવઈએ બુલડોઝર ન્યાય વિરુદ્ધ આપેલા ચુકાદાને તેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ ર્નિણય ગણાવ્યો. તેમણે કહ્યું, “બુલડોઝર…

Read More

વડાપ્રધાન મોદી ઝૂકીને હાથ જાેડીને અભિવાદન સ્વીકાર્યું મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન પરંપરાગત સંગીત, નૃત્ય અને રંગબેરંગી આફ્રિકન સંસ્કૃતિ વચ્ચે મહિલાઓએ જમીન પર સૂઈને સન્માન કર્યું દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગ એરપોર્ટ પર શુક્રવારે એક એવી ક્ષણ જાેવા મળી, જેણે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાને સમગ્ર વિશ્વની સામે વધુ ઊંચી કરી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ‘ભારત’ લખેલા ખાસ વિમાનમાંથી બહાર નીકળ્યા, ત્યારે એરપોર્ટ પર હાજર સ્થાનિક મહિલા કલાકારોએ જે રીતે તેમનું સ્વાગત કર્યું, તે માત્ર ભવ્ય જ નહોતું, પરંતુ ઐતિહાસિક હતું. પરંપરાગત સંગીત, નૃત્ય અને રંગબેરંગી આફ્રિકન સંસ્કૃતિ વચ્ચે મહિલાઓએ જમીન પર સૂઈને જે રીતે…

Read More

બાળકો અને વૃદ્ધો માટે એલર્ટ જાહેર દિલ્હીમાં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી હવાની ગુણવત્તામાં સુધારો થવાની કોઈ આશા નથી રાજધાની દિલ્હીમાં આજે શનિવારે હવા ફરી એકવાર ઝેરી બની છે. સવારે AQI 439 પર ભયાનક સ્તરે પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, આ હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, PM2.5 સ્તર ૨૯૪ માઇક્રોગ્રામ અને PM10 સ્તર ૩૯૦ માઇક્રોગ્રામ સુધી પહોંચ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ સુધી હવાની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા નથી. આ વચ્ચે રાહત એ છે કે,…

Read More

૧૦૦થી વધુ ઈજાગ્રસ્ત, મકાનો ધરાશાયી ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) ઢાકાથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલા નરસિંગડીમાં નોંધાયું હતું, જ્યાં સૌથી વધુ નુકસાન થવા પામ્યું હતું ઢાકા, બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને તેની આસપાસના વિસ્તારો સવારે ૫.૭ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યા હતા. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૧૦ પર પહોંચી ગયો છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) ઢાકાથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલા નરસિંગડીમાં નોંધાયું હતું, જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે. આ ભૂકંપના આંચકા ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનુભવાયા હતા. શુક્રવારે…

Read More