Author: garvigujrat

દીપિકા પાદુકોણ સાથે.‘છપાક’ની ઓફર નકારી દેવાનો વિચાર આવ્યો હતો : વિક્રાંત મેસી.‘મુસાફિર કેફે’ દિવ્યા પ્રકાશ દુબેની એ જ નામની નવલકથા પર આધારિત રોમેન્ટિક ડ્રામા સિરીઝમાં વિક્રાંત મેસી જાેવા મળશે.વિક્રાંત મેસીએ આત્મવિશ્વાસના અભાવે દીપિકા પાદુકોણ સાથે છપાક ફિલ્મ કરવાનો લગભગ ઇનકાર કરી દીધો હતો. જાેકે, દિગ્દર્શક મેઘના ગુલઝારના વિશ્વાસ અને સમજાવટ બાદ તેણે આ ફિલ્મ માટે હા પાડી હતી.પોતાની આગામી નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘મુસાફિર કેફે’ના પ્રમોશન દરમિયાન વિક્રાંતે જણાવ્યું કે તેણે પોતાની કારકિર્દીમાં ક્યારેય એક જ પ્રકારની ભૂમિકાઓમાં બંધાઈ જવાનું પસંદ કર્યું નથી. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમ અને ફિલ્મમેકર્સના વિશ્વાસને કારણે તે સતત અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવી શક્યો છે.વિક્રાંતે કહ્યું,…

Read More

વન રિંગ માટે સૌરોનની શોધ કેન્દ્રમાં.ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ : ધ રિંગ્સ ઓફ પાવર સીઝન ૩નું ટીઝર રિલીઝ.વિશ્વભરના ચાહકોને મહાકાવ્ય ગાથાના આગામી પ્રકરણની પ્રારંભિક અને રોમાંચક ઝલક આપી.બ્લોકબસ્ટર ફેન્ટસી શ્રેણી “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર” સીઝન-૩ ની ચાલી રહેલી ઇન્તેજારીનો આખરે અંત આવ્યો છે. પ્રાઈમ વિડીયોએ SDCC 2026 ખાતે પ્રતિષ્ઠિત હોલ H પ્રેઝન્ટેશન દરમિયાન તેની બ્લોકબસ્ટર ફેન્ટસી શ્રેણી “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર” સીઝન ૩ નું ખૂબ જ અપેક્ષિત પ્રથમ ટીઝર રિલીઝ કર્યું છે.આ રિલીઝ વખતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં શોના સર્જકો, જેડી પેન અને પેટ્રિક મેકકે, મુખ્ય કલાકારો – સિન્થિયા અડાઈ-રોબિન્સન,…

Read More

વાહનચાલકો માટે ખુશખબર ટોલ ટેક્સના નવા નિયમોથી વાહન ચાલકોની સસ્તી થશે સફર હવે તમે હાઇવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો ટેક્સ પણ ફક્ત તેટલા જ અંતરનો આપવો પડશે જાે તમે અવારનવાર નેશનલ હાઇવે અથવા એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, તો NHAI નો નવો ર્નિણય તમારા માટે મોટી રાહત લઈને આવ્યો છે. સરકારે ટોલ ટેક્સ વસૂલવાની જૂની ફોર્મ્યુલાને સંપૂર્ણપણે બદલીને નવી સિસ્ટમ લાગુ કરી દીધી છે. હવે હાઇવે પર વાહન ચલાવનારાઓ પાસેથી મનમાની રીતે ટોલ વસૂલવો શક્ય નથી. આ નવા નિયમનો સીધો હેતુ દેશભરના લાખો વાહનચાલકોના ખિસ્સા પર પડતા બોજને ઓછો કરવાનો અને તેમની મુસાફરીને સરળ બનાવવાનો છે. ચાલો જાણીએ કે,…

Read More

વૈભવના તોફાન બાદ મયંકની રફ્તારનો કહેર ત્રીજી ટી૨૦ મેચમાં ભારતની ૩૫ રને જીત, ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ ટીમ ઇન્ડિયાએ ૧૯૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૫૭ રન જ બનાવી શકી હતી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં ભારતે ૩૫ રને જીત મેળવી સીરિઝમાં ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કર્યો છે. ભારતીય ટીમ બે મોટા ફેરફાર સાથે મેદાને ઉતરી હતી. સૂર્યાંશ શેગડે અને અશોક શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટના નુકસાને ૧૯૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૫૭ રન જ બનાવી શકી હતી.…

Read More

વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જનો મામલો રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમના પર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? નોંધનીય છે કે, તાજેતરમાં જ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી. રાહુલ ગાંધીએ આ…

Read More

સ્વદેશી PM મહેન્દ્રગિરીના નૌકાદળમાં સમાવેશને બિરદાવ્યો મને દેશની યુવાશક્તિ પર ગર્વ છે, ઁસ્ મોદીનું મન કી બાતમાં સંબોધન વડાપ્રધાન મોદીએ મન કી બાતના ૧૩૬મા એપિસોડમાં કારગિલ વિજય દિવસના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના ૧૩૬ મા એપિસોડને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કાર્ગિલ વિજય દિવસનો ઉલ્લેખ કરીને દેશના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દિવસ દરેક ભારતીય માટે ગર્વ અને અદમ્ય સાહસની યાદ અપાવે છે. આ ઉપરાંત, વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ ઓલમ્પિયાડમાં…

Read More

CJP ચીફનો સરકાર માટે એક મોટો સંદેશ CJP ના વડા અભિજીત દિપકેએ કહ્યું કે આ લડાઈનો અંત નથી દિપકેએ સમર્થકો અને ટીકાકારો બંનેનો આભાર માન્યો અને આગળ લાંબા સંઘર્ષ માટે તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો દિલ્હીના જંતર-મંતર પર ૩૭ દિવસથી ચાલી રહેલા હિંસક વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના અંતના એક દિવસ પછી, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ૩૦ વર્ષીય સ્થાપક અભિજીત દિપકેનો પહેલો વિડિઓ સંદેશ સામે આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકારે પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ CJP એ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હતો. રવિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વિડિઓ શેર કરતા, દિપકેએ તેમના સમર્થકોનો આભાર…

Read More

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અમિત શાહનું નિવેદન ભાજપ માટે યુવા અને દેશ પહેલા આવે છે, પદ નહીં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે જાહેર જીવનમાં ઘણીવાર મુશ્કેલ અને કઠિન ર્નિણયો લેવા પડે છે NEET-UG પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને દેશભરમાં યુવાનોમાં ફેલાયેલા વ્યાપક રોષ વચ્ચે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાનના આ અણધાર્યા પગલાથી સરકાર અને શાસક ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સુધી, ભાજપના નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના ર્નિણયને વિદ્યાર્થીઓ પ્રત્યે સિદ્ધાંત અને સમર્પણનું ઉદાહરણ ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

Read More

રવિવારે રજાના દિવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક પ્રહલાદ જાેશીએ શિક્ષણ મંત્રાલયની સંભાળી જવાબદારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદ જાેશીના હાથમાં સોંપવામાં આવી છે. પદભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જાેવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. NEET પેપર લીક વિવાદે દેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા ર્નિણયો પર છે.…

Read More

(નીડર,નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશભરમાં માત્ર ઝેન-ઝી જ નહીં પણ આબાલવૃધ્ધ સૌ સડેલી શિક્ષણ સિસ્ટમ સામે આક્રોશિત પણ છે અને આંદોલિત પણ છે ત્યારે રાષ્ટ્રની પ્રજાની નાડ પારખવાને બદલે જો સરકાર તેને રાજકીય ત્રાજવે જ તોલશે તો એ તેની મોટી ખામી ગણાશે. આજે દેશમાં સૌથી મોટો પ્રશ્ન એ નથી કે NEETનું પેપર કોણે લીક કર્યું? સવાલ એ છે કે લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ કોણે લીક થવા દીધો? એક એવી પરીક્ષા જેના પરિણામ પર ડોક્ટરની આગામી પેઢી ઊભી થવાની છે, તેની વિશ્વાસનિયતા વારંવાર સવાલોના ઘેરામાં આવે અને સરકાર હજુ પણ તેને માત્ર “પ્રશાસનિક ખામી” તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે તો આ વલણ…

Read More